Abtak Media Google News
  • આટલો મોટો ચોરીકાંડ થયો પછી પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અત્યાર સુધી ચુપચાપ બેઠી હતી સાંસદ રામભાઈ મોકરિયાના નિવેદન બાદ મામલો વધુ ગરમાયો,સમગ્ર મામલો હવે રાજ્કીય બન્યો

જામનગરની સ્વામીનારાયણ ગુરૂકુળ કોલેજમાં આટલો મોટો ચોરીકાંડ થયો પછી પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચૂપ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ પેટમાં પાપ છુપાવીને બેઠા છે. જામનગરની સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજના ટ્ર્સ્ટી હોવાથી કાર્યવાહીના નામે માત્ર નાટક કરી રહ્યાં છે. ત્યારે હવે સમગ્ર ઘટનાક્રમ બાદ ઉચ્ચ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને ગાંધીનગરનું તેડું આવ્યું છે. ગિરીશ ભીમાણીને શિક્ષણ વિભાગે બોલાવ્યા છે. તયારે ગિરીશ ભીમાણી ગાંધીનગર આવવા માટે રવાના થયા છે. તો બીજી તરફ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભિમાણીને છુટ્ટા કરી દેવા જોઈએ તેવુ જણાવ્યું. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ મોટું નિવેદન આપતા કહ્યું કે, પક્ષનું નામ બદનામ ના થાય તે માટે ભીમાણીને હટાવા જોઈએ. સામે કુલપતિ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે, પાર્ટી સર્વસ્વ છે, તેને બદનામ કરવાની કોઈ વાત જ નથી અને ચોરીકાંડને લઇ સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજનું કોમર્સનું જોડાણ આજ સાંજ સુધીમાં રદ કરીશું તેમ તેઓએ જણાવ્યું હતું.

જામનગરની સ્વામિનારાયણ કોલેજમાં થયેલા ચોરીકાંડથી સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી ગયો છે. આ ચોરીકાંડથી સમગ્ર ગુજરાતમાં રોષ છે. વિદ્યાર્થીઓ ન્યાયની માગ કરી રહ્યા છે. ગુજરાતમાં જામનગરની સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે. આટલો મોટો ચોરીકાંડ થયા બાદ હજુ સુધી સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ સામે કાર્યવાહી નથી થઈ. પરીક્ષા પ્રસારીત થયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તપાસના આદેશ આપ્યા હતા. પરંતુ એ તપાસ કઈ દિશામાં થઈ રહી છે તે સૌથી મોટો સવાલ છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણીની નિયત સામે સવાલ ઉભો થઈ રહ્યો છે. જો કે આ બાબતે આજે કુલપતિ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તપાસ થઈ ગયા બાદ પણ કુલપતિ ગિરીશ ભીમાણીએ કોલેજ સામે કેમ કાર્યવાહી ના કરી. સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ સામે કાર્યવાહી ના કરીને શું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ આ મામલામે આડે રસ્તે લઈ જવા માગે છે.

કુલપતિ ગિરીશ ભીમાણી આ કોલેજના ટ્રસ્ટી છે. ચોરીકાંડ બાદ સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજની વેબસાઈટ પરથી ગિરીશ ભીમાણીનું નામ ગાયબ કરી દેવાયું છે. અહીં કોલેજ સામે કાર્યવાહી ના થતા ગિરીશ ભીમાણીની કામગીરી સામે સવાલો ઉભા થાય છે. ક્યાંક કોલેજના ટ્રસ્ટી હોવાથી ગિરીશ ભીમાણી સ્વામિનારાયણ કોલેજને બચાવી તો નથી રહ્યાને તે મોટો સવાલ છે. બીજી તરફ કોલેજે પણ સીસીટીવી ફૂટેજ હટાવી દીધા છે. સરકારની ટીમે આ માટે ફૂટેજ લેવા એક્સપર્ટ પણ બોલાવ્યા હતા જેમણે પણ સિસ્ટમ તપાસતા કોઈએ ચેડાં કર્યાનું કહ્યું હતું અને ફૂટેજ કવર નહીં કરી શકવાનું જણાવ્યું હતું. સીસીટીવ ફૂટેજ ગાયબ કરવાનો મતલબ શું છે. જો સ્વામિનારાયણ કોલેજ એટલીજ પાકસાફ હોય તો સીસીટીવી ફૂટેજ કેમ ગાયબ કરી દીધા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણી તો કહી રહ્યા છે આ મામલે શું કાર્યવાહી કરીવી તે વિશે વિચારી રહ્યો છું. આટલો મોટો ચોરીકાંડ થયો અને કુલપતિ એવું કહે કે હું વિચારી રહ્યો છું તેના પરથી તેમની કોલેજ સામે કાર્યવાહી ના કરવાની નિયત દેખાઈ રહી છે. કુલપતિ ગિરીશ ભીમાણી સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજના ટ્રસ્ટી છે એટલે આ મામલો ભટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે?

 

સીસીટીવી શોભાના ગાંઠિયા, પરીક્ષાનું રેકોર્ડિંગ ન થયું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આબરુંના ધજાગરા કરતી માહિતી એ છે કે, યુનિવર્સિટીના પરીક્ષા કેન્દ્રનું ઈઈઝટ રેકોર્ડિંગ જ નથી થતું. મોનિટરિંગ રૂમમાં ઈઈઝટનું રેકોર્ડિંગ જ નથી થતું. યુનિવર્સિટી એક તરફ, પરીક્ષામાં ઈઈઝટ મોનિટરિંગના દાવા ઠોકે છે. પરંતું યુનિવર્સિટીને શિક્ષણના સ્તરની કોઈ ગંભીરતા નથી. જે બતાવે છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગુમાવી દીધી પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. સત્તાધીશોએ યુનિવર્સિટી પર લાંછન લગાવ્યું છે.

 

પક્ષનું નામ બદનામ ના થાય તે માટે ભીમાણીને કુલપતિ પદેથી હટાવવા જોઈએ: રામભાઈ મોકરિયા

Screenshot 21 1

એકબાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને ગાંધીનગરનું તેડું આવ્યું છે. ગિરીશ ભીમાણીને શિક્ષણ વિભાગે બોલાવ્યા છે. તયારે ગિરીશ ભીમાણી ગાંધીનગર આવવા માટે રવાના થયા છે. તો બીજી તરફ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભિમાણીને છુટ્ટા કરી દેવા જોઈએ તેવુ જણાવ્યું. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ મોટું નિવેદન આપતા કહ્યું કે, પક્ષનું નામ બદનામ ના થાય તે માટે ભીમાણીને હટાવા જોઈએ. સામે કુલપતિ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે, પાર્ટી સર્વસ્વ છે, તેને બદનામ કરવાની કોઈ વાત જ નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.