Abtak Media Google News

બોમ્બે મિનરલ લી. સામે પ્રદુષણ મામલે હાઈકોર્ટમાં રીટ થવાની સંભાવનાએ મજદુર અને કામદાર સંગઠન દ્વારા કલેકટરને આવેદન

ખંભાળીયા વિસ્તારમાં નાના-મોટા એકાદ હજાર વર્કરોને નોકરીમાં કાર્યરત રાખનાર બોમ્બે મિનરલ લી.કાૃં.નો સામે પ્રદુષણ મામલે હાઈકોર્ટમાં રીટ થવાથી સંભવિતપણે આ તમામ વર્કરોને રૂખસદ આપવા ફરજ પડી શકે છે જો આવું બને તો વર્કરો માટે દુષ્કાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાય શકે છે એ સામે મજદુર યુનિયનના નેજા હેઠળ ખંભાળિયામાં મંગળવારે જબરી રેલી કાઢવામાં આવી હતી.

20180926 084742ખંભાળિયા ૩૮ વર્ષ પૂર્વે સ્થાપવામાં આવેલ કંપનીમાં આશરે ૧૨૦૦ જેટલા નાના-મોટા કર્મચારી કામ કરી રોજીરોટી મેળવી રહ્યા છે. કંપની દ્વારા કેલસાઈન બોકસાઈટ મેળવી લોક સાઈડ પકાવી નિકાસ કરવામાં આવે છે. આ કંપની સામે પ્રદુષણ બાબતે હાઈકોર્ટમાં પ્રદુષણ બાબતે રીટ થઈ હતી ત્યારથી બોમ્બે મિનરલ કંપની દ્વારા પ્રદુષણ નિયંત્રણના સાધનો મારફતે પ્રદુષણ નિયંત્રણની સારી એવી કામગીરી કરી છે. આ નિયંત્રિત કામગીરીની હાઈકોર્ટ સમક્ષ દર્શાવવામાં આવી હતી જેના ઉપરથી કોર્ટ દ્વારા કંપનીનું કાર્ય પુન:શરૂ કરવા પરવાનગી આપવામાં આવી હતી ત્યારે મજુર અને કામદાર સંગઠન દ્વારા કલેકટર આગળ લેખિત રજુઆત કરવામાં આવી છે.

20180925 111238

કંપની દ્વારા આધુનિક મશીનરીની શૃંખલા હોય વાતાવરણ પ્રદુષણ મુકત રહે એ માટે મશીનરીઓના માધ્યમથી પ્રદુષણ કાબુમાં રાખવામાં આવે છે. હાલમાં આવી કોઈ સમસ્યાનો સવાલ નથી. ઉતાવળથી કરવામાં આવેલ ફરિયાદ અનુસંધાને સ્થાનિક જગ્યાનું અવલોકન કર્યા વગર કોઈપણ નિર્ણય કરવામાં આવશે તો આઠસો જેટલા મજુરોને એકાએક છુટા થવાની નોબત આવી શકે તો આવા પરીવાર રાતો-રાત રોજગારીનો વિકલ્પ શોધવો મહામુશીબત સર્જી શકે છે અને હજારો જઠરાગ્નિ રોજીરોટી માટે તલપાપડ બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.