Abtak Media Google News

સુરેન્દ્રનગર માલધારી વિકાસ સંગઠન દ્વારા ૨૬ નવેમ્બરે માલધારી દિવસ નિમિત્તે શહેરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ બાદમાં જિલ્લામાં તાત્કાલીક કેટલ કેમ્પ શરૂ કરવા સહીતની ૫ માંગણીઓ સાથે કલેક્ટર કચેરીમાં અને ધ્રાંગધ્રા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ઼.

Advertisement

૨૬ નવેમ્બરે વિશ્વ માલધારી દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર શહેરમાં માલધારી સમાજ દ્વારા વઢવાણ માર્કેટીંગ યાર્ડથી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સુધી બાકઇ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ઼. આ બાઇકરેલી શહેરના મુખ્ય માર્ગો પર ફર્યા બાદ કલેક્ટર કચેરીએ પહોંચી હતી. જ્યાં દેવકરણભાઇ જોગરાણા, સતીષભાઇ ગમારા, સંજયભાઇ કોટડીયા, કરણભાઇ દેસાઇ, હરીભાઇ રાતડીયા સહીતનાઓએ આવેદપત્ર આપી રજૂઆત કરતા જણાવ્યું કે જિલ્લામાં વરસાદ ઓછો થતાં માલધારીઓ માટે પશુઓનો નિભાવ કરવો ખુબ જ મુશ્કેલ બની જતાં પશુપાલકોને હીજરત કરવે પડે તેવી સ્થિતી સર્જાઇ છે.

જિલ્લામાં તાત્કાલીક કેટલ કેમ્પ શરૂ કરવામાં આવે, દુષ્કાળ રાહત કામગીરી ૩ દિવસાં ચાલુ કરવામાં આવે, પશુ દિઠ ૧૦ કિલો ઘાસનું વિતરણ કરવામાં આવે સહીતની માંગ કરવામાં આવી હતી. તેમજ આ અંગે તંત્ર દ્વારા ટુંક સમયમાં નિર્ણય કરવામાં નહિં આવે તો માલધારી સમાજ પશુઓ સાથે રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ રજુઆતના અંતે ઉચ્ચારી હતી.

ધ્રાંગધ્રા કનૈયા યુવા ગૃપ દ્વારાબાઈક રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતું.જેમાં મુખ્ય માર્ગો પર મોટી સંખ્યામાં બાઈક સાથે રેલી નીકળી હતી. અને ડેપ્યુટી કલેક્ટર કચેરીએ જઇ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગણી સાથે ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને આવેદન અપાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.