Abtak Media Google News

દેશમાં પ00 વર્ષ પછી આવેલા રામલલ્લા મૂર્તિ પ્રતિષ્ઠાના અવસરને વધાવવા દેશવાસીઓ હરખભેર ઉત્સુક બન્યા છે.

Advertisement

શ્રીરામ જન્મ ભૂમિ અવધની ધરામાં સોમવારે રામલલ્લા મૂર્તિના પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીની ઘેર – ઘેર તડામાર તૈયારીઓ થઇ રહી છે. ‘આજ મારે ઘેર, થાય લીલા લહેર પ્રભુ પધાર્યા મારે આંગણે’ એ કીર્તનની પંકિત જાણે કે સાકાર થઇ રહી હોય તેમ અત્યારથી જ આનંદોત્સવ ઉજવાઇ રહ્યો છે.

રામના નામની હવે  લ્હેર લાગી, રામ દશરથ કે ઘર જનમે ઘરાના હો તો ઐસા હો

અયોઘ્યામાં ખાતે તા.રર ને સોમવારે રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર દેશવાસીઓ ઉજવશે ત્યારે ભગવાન શ્રીરામને વધાવવા ‘રામ લલ્લાના વધામણા’ કાર્યક્રમનો સ્પે. એપીસોડ ‘અબતક’ ચેનલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

‘રામ લલ્લાના વધામણા’ ‘અબતક’ ચેનલના આ સ્પે. એપીસોડમાં ભગવાન રામની સાખીઓ, ભજનો, લોકસાહિત્ય વગેરે રજુ થશે પ્રસિઘ્ધ કલાકારો અશોક પંડયા અને કુમન નિમાવતના કંઠે ભગવાન રામના ભજનો રજુ થશે. જેમાં રામના નામની હવે લ્હેર લાગી, રામબાણ વાગ્યા હોય તે જાણે, રંગાઇ ગયારે રાજારામની ભકિતમાં ભકત રંગાઇ ગયો જયારે કુમન નિમાવતના કંઠે રામનામ સુખધામ, રામ દથરથ કે ઘર જનમે, શ્રીરામ કહે સમજાઇ, વગેરે ભજનો રજુ થશે. જયારે લોક સાહિત્યકાર નિરવ વાઘેલા રામ સાહિત્ય રજુ થશે.

તબલા વાદક બળવંત ગોસાઇ, વાયોલીન વાદક આનંદ મકવાણા અને મંજીરા વાદક શંકર પરમારેના સંગીતનો સથવારો કર્યો છે.

‘રામ લલ્લાના વધામણા’ એ એપીસોડ તા. 22-1-2024 ને સોમવારે સવારે 8 કલાકે અને પુન પ્રસારણ રાત્રે 8 કલાકે ‘અબતક’ ચેનલ ઉપર પ્રસારિત થશે. તો આવો આપણે સૌ સાથે મળી રામલલ્લાને વધાવીએ ભુલાય નહીં હો…..

કલાકારો

અશોક પંડયા, કુમન નિમાવત, નિરવ વાઘેલા

સાજીંદાઓ

બળવંતભાઇ ગોસાઇ તબલા, આનંદ મકવાણા- વાયોલીન, શંકર પરમાર – મંજીરા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.