રામ પ્રસાદ કી તેરવી : જે શોકના વાતાવરણમાં હાસ્યનો રમઝટ બોલાવશે

ડાયરેક્ટર સીમા પાહવાની ડ્રામા કોમેડી રામ પ્રસાદ કી તેરવીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.જીઓ સ્ટુડિયો અને દૃશ્યમ ફિલ્મનું આ ટ્રેલર જોયા બાદ એવું કહી શકાય કે આ એક પારિવારિક ફિલ્મ હશે જે પરિવાર સાથે બેસીને જોઈ શકાશે.

બેઝિક સ્ટોરી :

ફિલ્મની સ્ટોરી ભાર્ગવ પરિવારની છે જેમાં પરિવારના વડા બાઉજી ( રામ પ્રસાદ ભાર્ગવ)નું અવસાન થયું છે અને પરિવારના બીજા સભ્યો બાઉજીની તેરમીનો કાર્યક્રમ સમાપ્ત કરવા ભેગા થયા છે.

આ ફિલ્મ ઉતર ભારતના મધ્યમ વર્ગના ૫ બાળકોની છે .આ ફિલ્મમાં તેમના પિતાના નિધન બાદ એવી ઘટનાઓ બને છે જે હાસ્ય ઉત્પન્ન કરે છે.

આ ફિલ્મમાં પરંપરાઓ, કુટુંબ પ્રત્યેની જવાબદારીઓ અને પરિવારની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવી છે. તેમના પિતાને જીવનને લઈને જે ફિલોસોફી હતી તેમાં તેઓને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડતી આ બધી જ બાબતોની અનુભૂતિ થાય છે. આમ, પરિવારમાં વજે વાતાવરણ સર્જાતું હોય તેવી બધી જ બાબતો ફિલ્મમાં જોવા મળશે.

જોવા મળશે આ કલાકારો :

આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, સુપ્રિયા પાઠક, કોંકણા સેન શર્મા, પરમબ્રતા ચેટર્જી, વિનય પાઠક, વિક્રાંત મેસ્સી અને મનોજ પહવા જેવા મશહૂર કલાકારો જોવા મળશે.

આ ફિલ્મ 1 જાન્યુઆરી 2021 ના ​​રોજ રીલિઝ થવાની છે. 2021 માં થિયેટરોમાં રિલીઝ થનારી ભારતની આ પહેલી ફિલ્મ હશે.