Abtak Media Google News

 મચ્છુન્દ્રી નદીને કિનારે, દ્રોણેશ્વર મહાદેવની સમીપમા, મારુતિ ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની સાનિધ્યમાં આવેલ, એસજીવીપી અમદાવાદની શાખા   સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વરના પવિત્ર પ્રાંગણમાં, અઘ્યાત્મના આધાર રુપ નૂતન પ્રાર્થના મંદિરનું  નિર્માણ કાર્ય પૂર્ણ થતા, મૂર્તિ પ્રતિષ્ઠાનું મંગળ આયોજન કરવામાં આવેલ છે.

મહોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના મૂર્ધન્ય સંત પૂ. શાસ્ત્રી

માધવપ્રિયદાસજી સ્વામી વ્યાસાસને બિરાજી ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવનની મધુર કથાનું રસપાન કરાવશે

  નૂતન પ્રાર્થના મંદિરમા વડતાલ   લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ.પ.ધ.ધુ. 1008 આચાર્ચ મહારાજ રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે તા. 18-01-2023 બુધવારના રોજ આપણી સનાતન વૈદિક પરંપરાના આરાધ્ય ઇષ્ટદેવ ઘનશ્યામ મહારાજ, ભગવાન  સીતારામ, ભગવાન  રાધા કૃષ્ણદેવ,   ગણપતિજી, શ્રીહનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠા  કરવામાં આવશે.

આ મહોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના મૂર્ધન્ય સંત તથા  હિન્દુ ધર્મના જ્યોતિર્ધર પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી   માધવપ્રિયદાસજી સ્વામી વ્યાસાસને બિરાજી ગ્રન્થરાજ શ્રીમદ્  સત્સંગિજીવનની મધુર કથાનું રસપાન કરાવશે.

આ પ્રસંગે પૂજ્ય સદગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી  હરિસ્વરુપદાસજી સ્વામી તેમજ ધામધામથી અનેક  સંતો પણ પધારશે.

મહોત્સવના મંગળ આયોજનમાં  તા.13 -1-23   સ્વામિનારાયણ મહામંત્રની અખંડધૂન સવારે 7થી સાંજના 7 સુધી, દરરોજ સવારે 9થી 12 અને 3 થી 6 શ્રી મદસત્સંગિજીવન કથા શ્રવણ, તા.14-1-23 થી તા.16 જા ન્યુઆરી સુધી મહાવિષ્ણુયાગ, તા.14-1-23 થી તા.18 જાન્યુઆરી વૈદિક પ્રતિષ્ઠા યાગ અને ચતુર્વેદ પારાયણ, તા.14 શનિવારના રોજ અરણીમંથન, ગૌપૂજન પણ રાખવામાં આવેલછે., તા.15 જાન્યુઆરીના રોજ સર્વરોગનદાન કેમ્પ, અને રાતે મહિલા મંચ રાખેલ છે., તા.16 જાન્યુઆરી સોમવારનારોજ સવારે રકતદાન કેમ્પ, 10 કલાકે પ્રાકૃતિક ખેતી સેમિનાર,સાંજે 6 કલાકે શાકોત્સવ અને રાતે 8 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ ,તા.17 સાંજે 5-30ક કલાકે  ઠાકોરજીની નગર યાત્રા, અને રાતે 8 કલાકે રાસોત્સવ રાખેલ છે., તા.18 સવારે 7 કલાકે મહાભિષેક  સવારે 9 કલાકે મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ, બપોરે 12 કલાકે અન્નકૂટોત્સવ,તા.18 સવારે 10 કલાકે  મહિલા સંસ્કાર કેન્દ્ર ઉદઘાટન, સાંજે 4 કલાકે વાજડી ગામે મૂર્તિ પ્રતિષ્ઠા સાંજે પ-30 કલાકે અને ભાચા ગામે મૂર્તિ પ્રતિષ્ઠા રાખેલ છે. અને તા.19 જાન્યુઆરી સવારે 8 કલાકે પડા ગામે અને સવારે 9-30 કલાકે વાવરડા ગામે મૂર્તિ પ્રતિષ્ઠા રાખેલ છે. તેમ ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામીની યાદીમા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.