Abtak Media Google News

આરતી, શોભાયાત્રા, હવન, પ્રવચન, ભોજન પ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાયા

શ્રી રામકૃષ્ણ આશ્રમ ખાતે આજે ભગવાન શ્રી રામકૃષ્ણ દેવની ૧૮૫મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે. આજે સવારે ૫ વાગ્યાથી વિવિધ કાર્યક્રમોની વણઝાર શરૂ થઈ છે. સવારે ૫ વાગ્યે મંગલઆરતી, વેદપાઠ, સ્તોત્ર પાઠ અને ધ્યાન, ૮ વાગ્યે આશ્રમના પ્રાંગણમાં શોભાયાત્રા, શ્રીમંદિરમાં વિશેષ પૂજા, ભજન, હવન, ભગવાન રામકૃષ્ણ દેવના જીવન અને સંદેશ વિશે પ્રવચન, બપોરે ૧૨.૧૫ કલાકે ભોગ-આરતી, ભોજન પ્રસાદ તેજ સાંજે શ્રી રામકૃષ્ણનામ સંકિર્તનામ, સંધ્યા આરતી અને ભકિતગીત તેમજ શ્રી રામકૃષ્ણ સંઘના સ્વામીજીઓ દ્વારા વિશેષ પ્રવચન યોજાશે. મહાશિવરાત્રી નિમિતે મંદિરમાં વિશેષ પૂજા અને હવન યોજાયો હતો. આજે ભગવાન રામકૃષ્ણ દેવની જન્મજયંતિની ઉજવણીને લઈને ભકતોમાં સવારથી જ આનંદ ઉમંગનો માહોલ છવાયો છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.