Abtak Media Google News

રથયાત્રા, ધર્મસભા, મહાપ્રસાદ અને લોકડાયરા સહિતના કાર્યક્રમો યોજાશે

હિન્દુ ધર્મના ઉધ્ધારક તથા રામનામનો મહિમા સમજાવી યુગપ્રવર્તકનું મહાન કાર્ય કરનાર જગદગૂરૂ રામાનંદાચાર્યજી મહારાજની ૭૧૮મી જન્મજયંતિ આગામી સોમવારે છે. સમસ્ત રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટ દ્વારા જન્મજયંતિ ભાવભેર ધામધૂમથી ઉજવવાનું આયોજન રાખેલ છે. જે અંગે વિગત આપવા આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Advertisement

સમસ્ત રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટ દ્વારા તા.૮ને સોમવારે સવારે ૮ કલાકે રામાનંદ ભવન ખાતે ગૂરૂપૂજન કરવામાં આવશે ત્યારબાદ બપોર ૧ વાગ્યે કિશાનપરા ચોક ચિત્રકુટી હનુમાનજી મંદિર ખાતેથી ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે. જે રથયાત્રા કિશાનપરા ચોકથી મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ યાજ્ઞીક રોડ, માલવીયા ચોકથી ગોંડલ રોડ, મકકમ ચોકથી ભકિતનગર સર્કલ, જલારામ ચોકથી પારડી રોડ અને જલજીત હોલની સામે કોર્પોરેશન ગ્રાઉન્ડ ખાતે સાંજે ૬ વાગ્યે સમાપ્ત થશે. આ રથયાત્રામાં ૬૦૦થી વધુ બાઈકો, ૧૦૦થી વધુ કાર, વેશભૂષા ફલોટસ, ઘોડા, ઉંટ, બગીઓ તથા મોટી સંખ્યામાં લોકો જોડાશે.રથયાત્રા સમાપન બાદ સાધુ સંતો ધર્મસભા સંબોધશે. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરેલ છે. તેમજ રાત્રે ૮ વાગ્યે લોકડાયરો તથા સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે.

ધર્મસભા, મહાપ્રસાદ તથા લોકડાયરાનું આયોજન કોર્પોરેશન ગ્રાઉન્ડ પારડી રોડ આનંદનગર કોલોની, જલજીત હોલની સામે, રાજકોટ ખાતેકરેલ છે.આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ વિનોદભાઈ કુબાવત, છબીલભાઈ નૈનુજી, મનહરભાઈ જે. કુબાવત, નંદલાલભાઈ અગ્રાવત, પ્રવિણભાઈ દેવમુરારી, શાંતિભાઈ કુબાવત, અવધૈશબાપુ, ટિલાવત, કિશોરભાઈ કુબાવત, નારણદાસભાઈ વિષ્ણુસ્વામી, ભરતભાઈ કુબાવત, પરશુરામભાઈ દેવમુરારી તથા યુવા કાર્યકર્તા નિખિલભાઈ નિમાવત રાજેશભાઈ નિમાવત, કલ્પેશભાઈ પૂર્ણવૈરાગી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.