દેશમાં રેમડેસિવિરની ઉત્પાદન ક્ષમતા 3 ગણી વધી: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

0
56

કોરોના વાયરસની ઘાતકી સાબિત થયેલી બીજી લહેર હવે નિયંત્રિત થઈરહી હોય તેમ કેસમાં સદંતર ઘટાડો નોંધાયો છે તો સામે રીકવરી રેટમાં પણ જબરદસ્ત ઉછાળો નોંધાઈ રહ્યો છે. દેશમાં રેમડેસિવીરનું ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે. થોડા જ દિવસોમાં ભારતે રેમડેસિવીરની ઉત્પાદન ક્ષમતા 3 ગણી પ્રાપ્ત કરી લીધી છે અને ટૂંક સમયમાં જ વધતી માગને સંપન્ન કરવા માટે સક્ષમ બની જશે. આ અંગેની જાહેરત આજે કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કરી હતી.

માગમાં થઈ રહેલા વધારાની સ્થિતિમાં,12 એપ્રિલ, 2021ના રોજ રેમડેસિવીરનું ઉત્પાદન કરતા પ્લાન્ટ્સની સંખ્યા 20 હતી તે 4 મે, 2021 સુધીમાં વધીને 57 પ્લાન્ટસ જેટલી થઈ ગઈ છે. કોરોના સામે લડવા માટે પીએમ મોદીની અધ્યક્ષતા હેઠળની સરકાર દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

ઉલ્લેખનિય છે કે, વકરતા કોરોનાએ દર્દીઓમાં ‘પ્રાણવાયુ’ પૂરવા તંત્ર સહિત લોકોને દોડતા કરી દીધા હતા. રેમડેસિવિર ઈન્જેકશન, ઓકિસજન તેમજ બેડ માટે લોકો આમતેમ ભટકી રહ્યા હતા. ત્યારે કોરોના સામે અસ્ત્ર ગણાતા રેમડેસિવિરની લાઈનો વચ્ચે પણ કોરોનાના ઘટયો તે ઈન્જેકશન વગર ઘટી ગયો એટલે કે લોકોના સંયમ અને સ્વયમ શિસ્તએ કેસ ઘટાડી કોરોનાને ભગાડયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here