Abtak Media Google News

મહાપાલિકાના ચૂંટણી જંગમાં યુવા મતદારોને આકર્ષવા પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ઋત્વિજ પટેલનો નગારે ઘા

જામનગર મહાપાલિકાના ચૂંટણી જંગમાં ભાજપના આગેવાનો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવાયો છે. મતદારોમાં યુવાનોનો વર્ગ મોટો હોવાથી યુવાનોનાં આદર્શ અને યુવા મોરચા કાર્યકરો માટે સતત ચિંતા કરતા પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ઋત્વિજભાઈ પટેલ ચૂંટણી માટે જામનગર આવ્યા છે.

મહાપાલિકાના ચૂંટણી જંગમાં ઝૂકાવનાર ભાજપના યુવા કાર્યકરોમાં જોશ જગાવવા અને ચૂંટણી જંગમાં ભાજપની જીત થાય એ માટે પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે.

પ્રચાર કાર્ય માટે યુવાનોના આદર્શ એવા અને યુવા મોરચાના કાર્યકરો માટે સતત ચિંતન અને ચિંતા કરતા પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ઋત્વિજભાઈ પટેલ આજે જામનગરમાં આવ્યા છે.

ભાજપના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે યુવા આગેવાન સવારે 10 કલાક યુવા મોરચાના પ્રમુખના કાર્યાલયે આવતા સ્વાગત કરવામાં આવ્યું હતુ.શહેરનાં દિગ્વીજયપ્લોટ 58, હિંગળાજ ચોક પાસે ભાજપના કાર્યાલય ખાતે તેમણે યુવા કાર્યકરોને સંબોધન કરી યુવા મતદારોને ભાજપની નીતિ રીતિ તથા ભાજપ સરકાર દ્વારા થયેલા વિકાસ કામો અંગેની માહિતી આપવા અને યુવા મતદારોને ભાજપ તરફી આકર્ષવા કામે લાગી જવા અનુરોધ કર્યો હતો.

દેશમાં તથા રાજયમાં ભાજપ સરકારે કરેલા વિકાસ કાર્યોની મતદારોને જાણ કરવા તથા પક્ષનાં દેશ રાજય અને વિસ્તારના વિકાસ માટેના આયોજનો અંગે પણ કાર્યકરોને મતદારો સમક્ષ મૂકવા પણ યુવા પ્રમુખ ઋત્વિજ પટેલે અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.