માત્ર મોટી મોટી વાતો કરવાથી રામનાથ મહાદેવ મંદીરનો વિકાસ નહીં થાય

લોકોને દેખાય તેવી કામગીરી કરો :કોંગ્રેસની ઉગ્ર રજૂઆત

માત્ર મોટી મોટી વાતો કરવાથી રામનાથ મહાદેવ મંદિરનો વિકાસ થશે નહીં લોકોને ખરેખર દેખાય તેવી કામગીરી કરવાની માંગ સાથે આજે કોંગ્રેસ દ્રારા ઉગ્ર રજૂઆત કરાય છે.

માત્ર વિકાસની વાતો કરીને રામનાથ મહાદેવ મંદિર પાસે જે રીટનીંગ વોલ બનાવવામાં આવેલ હતી જે ગત વર્ષે પડી ગયેલ હોય અને અનેક વખત આપશ્રીને રૂબરૂ મળેલ હોય જે હાલની સ્થિતિએ એક વર્ષ બાદ રબીસ તથા ગંદકીના ગંજ પણ તેમને તેમ જ હોય અને કોઈ જ કામગીરી કરવામાં આવેલ નથી જેથી સત્વરે કામગીરી કરાવવા અને રામનાથપરા મુક્તિધામની સામે કબીરગેટ થી કબીરઆશ્રમ તથા વલ્લભ મહારાજજીની હવેલી તરફ જવાના માર્ગે પગપાળા ચાલી શકાતું નથી જેથી શ્રાવણ માસ દરમ્યાન લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે તે સત્વરે સમસ્યામાંથી ઉગારવા  માંગણી કરાય છે.

મોટામાં મોટી શ્રી વલ્લભમહારાજજીની હવેલીના રૂટ ઉપર બહુચરાજી નાકા થી દરબાર ગઢ સુધીમાં જ્યાં હવેલી આવેલ છે ત્યાં પગપાળા લોકો જઈ શકતા નથી જે રૂટ ઉપર તમામ ખાડાઓ બુરવા, રામનાથ પરામાં નીકળતા તાજીયાના રૂટ ઉપર સફાઈ, ડ્રેનેજ, લાઈટીંગ વ્યવસ્થા, ઝાડવાની ડાળીઓ કાપવી, ખાડાઓ બુરવા,

રામનાથ મહાદેવજી મંદિરે રોજના લાખ્ખો ભક્તો દર્શનાર્થે આવતા હોય ત્યારે રામનાથ મહાદેવ મંદિરે જવાના તમામ માર્ગો સત્વરે મેટલીંગ કામ, સી.સી. કામ અને જરૂર પડે ત્યાં પેવીંગ બ્લોક નાખવા તેમજ ડી.ડી.ટી.નો છંટકાવ કરાવવો, સાફ-સફાઈ કરાવવી, નડતરરૂપ ઝાડની ડાળીઓ કપાવવી, રોશની શાખા દ્વારા તમામ બંધ હાલતમાં પડેલ લાઈટો ચાલુ કરાવવી, રોજબરોજ ફોગીંગની કામગીરી કરાવવી, બે ટાઈમ સફાઈ કામદારોની નિમણુંક કરી સ્વચ્છતા જાળવવા પગલા લેવા, નડતરરૂપ દબાણો દુર કરવામાં આવે રામનાથ મંદિર પાસે પાથરણા વાળાઓ પાસેથી ગેરકાયદેસર રીતે હપ્તા ઉઘરાવવામાં છે તે બંધ કરાવવામાં આવે, હાલ ત્યાં ગેરકાયદેસર રીતે મેળો ભરાતો હોય જેના નાણાઓ લેભાગુ તત્વો વસુલી રહ્યા છે તે બાબતે સત્વરે પગલા લેવા, હાલ ટ્રાફિક સમસ્યા ખુબ જ હોય ત્યારે પોલીસ લાઈન વાળો ગેઇટ ખોલાવી પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવે જેથી લોકોને હેરાન થવું પડે છે ત્યારે હેરાન ન થવું પડે તેવી વ્યવસ્થા કરવા રજુઆત કરી હતી.

 તમામ મુદ્દે  સત્વરે પગલા લેવામાં આવે તેવી કોંગ્રેસ દ્રારા જનતાના હિતમાં રજૂઆત કરી હતી.

આ તકે મહેશભાઈ રાજપુત,ભાનુબેન સોરાની, પ્રદીપભાઈ ત્રિવેદી, પ્રવીણભાઈ રાઠોડ, યુસુફભાઈ , રણજીતભાઈ મુંધવા,  જયેશભાઈ ડોડીયા,  બાલાભાઈ ભરવાડ, મનીષભાઈ છાટબાર, જીગ્નેશભાઈ ડોડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.