Abtak Media Google News

સૌરાષ્ટ્રભરમાં આવતીકાલે રામનવમીની ધામધૂમી ઉજવણી કરાશે. ગામે-ગામ ભગવાન રામના જન્મનાં વધામણા કરવામાં આવશે. ઉપરાંત વિશેષમાં રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવશે. આ શોભાયાત્રામાં લાખો ભાવિકો જોડાઈને ધન્યતા અનુભવશે.

રામનવમીએ તા.રપ ના રોજ બપોરે ર.૦૦ વાગ્યે શ્રી રામ જાનકી મઠ, બ્રાન્ચ સ્કુલ સામે શીતલા ચોકથી વિશ્વ હિન્દુ પરીષદ, બજરંગ દળ મહિલા વિભાગ, દુર્ગાવાહીની પ્રેરીત શોભાયાત્રા મુખ્ય રાજમાર્ગો પર ભગવાનશ્રી રામના રથ તથા પાલખી સાથે નિકળશે. રથયાત્રાના આયોજનમાં કુલ રપ૧ કાર્યકર્તાઓ મુખ્ય (પાત્રીસ) સમીતી  બનાવી આયોજન કરેલ  છે. વિશાળ હિન્દુ સમાજ જોડાઇને ભગાવનશ્રી રામનું પુજન-અર્ચન કરી વંદન કરશે. આ કાર્યક્રમની જાણકારી માટે કુલ ર૦,૦૦૦ પત્રીકાઓનું  સ્વયંસેવકો દ્વારા જન-જન સુધી વિતરણકરવામાં આવ્યું છે.

Ram Navamiઆ ઉપરાંત ૧રપ સ્વાગત  બેનર અને મોટા ૧૧ હોર્ડીંગ્સ શોભાયાત્રાના રૂટમાં રાખવામાં  આવ્યા છે. જે શોભાયાત્રાનું સ્વાગત કરશે. વેપાર-ધંધા સાથે સંકળાયેલા ૪૭ એશોશીએશનો, બે ચેમ્બરો, રીક્ષા યુનીયન, સ્વૈચ્છીક પોતાના ધંધા  રોજગારમાં અડધા દિવસની રજા રાખી શોભાયાત્રામાં જોડાઇ સહકાર આપવાનું વચન આપ્યું છે. હિન્દુ સમાજના અલગ-અલગ સંપ્રદાયના ર૧ સંતો-મહંતો પોતાના ભકત  મંડળો સાથે જોડાઇને શોભાયાત્રાની શોભા વધારશે તેમજ યાત્રાની આગેવાની લેશે. સામાજીક સેવાકીય પ્રવૃતી કરતી ૭૦ જેટલી સંસ્થાઓ, ૪પ જેટલા યુવક મંડળો,  ૩પ ગરબી મંડળો, ૪પ હોળી મંડળ અને ર૧૦ ગણેશ મંડળોના કાર્યકરો જય શ્રી રામના જયઘોષ સાથે અલગ-અલગ વિસ્તારમાંથી જોડાશે. રપ ધુન ભજન મંડળ પોતાની  ટીમ સાથે શોભાયાત્રાના સમય દરમ્યાન સતત શ્રી રામધુન કરશે. હિન્દુ સમાજની ૬ર જ્ઞાતિઓના પ્રમુખો પોતાની જ્ઞાતિના આગેવાનો સાથે જોડાશે.

Jai Sri Ramભાટીયા

રામલલ્લા  ના જન્મદિન ને વધાવા ભાટીયા માં પણ તાડ માર તયારી ઓ સરું ઇ ગઈ છે આ ઉત્સવ ને વધાવા સમગ્ર ભાટીયા ના ગ્રામજનો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામ નવમી ના દિને ભાટિયાના કલ્યાણરાયજી ના મંદિરે થી સાંજે ૪.૩૦ કલાકે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે આ શોભા યાત્રા ભાટીયા ના પ્રમુખ માર્ગો પરી પસાર કરી ને દિનદયાળ ચોક ખાતે સાંજે ૭ વાગ્યે મહાઆરતી કરવામાં આવશ આ સો ભાટીયા વૈષ્ણવ સાધુ સમાજ યુવા પાંખ દ્વારા સવાર ના ૯ ી સાંજ ના મહાઆરતી ના સમય સુધી વિનામુલ્યે  શરબત વિતરણ પણ કરવામાં આવશે.

Jai Shree Ram Sms Status Shayariઓખા

ઓખા રણછોડ સેના યુવા ઉત્સવ સમીતી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી નીમીતે શોભોયાત્રા સો અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. ઓખામાં આવતીકાલે સવારે ૧૧.૩૦ વાગ્યે ઓખા રણછોડ સેના યુવા ઉત્સવ સમીતી સો સતીમાં ગ્રુપ, ખોડીયાર ગ્રુપ, લહેરીમાતા ગ્રુપ, હઠીલા હનુમાન ગ્રુપ, રોકડીયા હનુમાન ગ્રુપ, નવીબજાર હોળી ગ્રુપ, રઘુવંશી યુવા ગ્રુપ, સાગર પુત્ર યુવા ગ્રુપ વગેરે સંસ પ્રેરીત વિશાળ શોભાયાત્રા ઓખાના મુખ્ય માર્ગોી ભગવાન રામના ર તા પાલખી સો વિવિધ ફલોટો સો સ્કુટરો, વાહનો સો વિશાળ રેલી નીકળશે. જે ઓખાની તમામ બજારો અને મુખ્ય માર્ગો ડાલ્ડા બંદરી મહારેલી શોભાયાત્રા સ્વ‚પે નીકળશે. જેનો પ્રારંભ ઓખા વ્હોમાણીધામ પબુભા માણેકના ઘરેી ચાર વાગ્યે કરવામાં આવશે. આ ઉત્સવની ઉજવણીની તૈયારીના ભાગ‚પે આજરોજ ઓખા મહાજનવાડી ખાતે ગામની તમામ સંસના યુવાનો સો ૧૯ જ્ઞાતીઓના પ્રમુખો, યુવાનો અને વેપારીઓની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.