Abtak Media Google News

૨૮મીએ મોરબી નગરપાલિકાની સાધારણ સભા યોજાશે: રૂ.૨૫ લાખના ખર્ચે જિમ બનાવવાના કામને મંજૂરી અપાશે

મોરબી: મોરબી નગરપાલિકાની આગામી ૨૮મીએ  સાધારણ સભા યોજાનાર છે જેમાં અધ્યક્ષ સ્થાને નગરપાલિકા પ્રમુખ ગીતાબેન, ચીફ ઓફિસર ઉપરાંત  સભ્યો ઉપસ્થિત રહેશે. સભામાં રૂ. ૫ કરોડના ખર્ચે નવા રોડ તેમજ રૂ.૩ કરોડના ખર્ચે રોડના સમારકામની મંજૂરી માટે ઠરાવ પસાર કરવામાં આવશે.

Advertisement

આગામી તા. ૨૮ ને બુધવારના રોજ સવારે ૧૧ કલાકે નગરપાલિકાના કાઉન્સિલ હોલ માં સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે સભામાં વિવિધ ઠરાવોને બહાલી આપવામાં આવશે સાથે એકાઉન્ટ વિભાગ તરફથી રજૂ થયેલા આવક અને ખર્ચ પત્રક તેમજરિવાઇઝડ બજેટને મંજૂર કરવામાં આવશે. આ સાથે સફાઈ કામદારોની ખાલી પડેલી જગ્યામાં ૫૦ ટકા જગ્યાને ભરવાનો ઠરાવ પસાર કરવામાં આવશે. એલએલએમના રિપોર્ટ મુજબ ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવશે.

સભામાં વિભાગ તરફથી આવેલી અરજી મુજબ સાધન-સામગ્રીનું ખર્ચ મંજુર કરવામાં આવશે. આ ઉપરાંત સેનિટેશન વિભાગના રિપોર્ટ મુજબ રૂ. પાંચ કરોડનો ખર્ચ મંજુર કરવાનો ઠરાવ પસાર કરાશે ઉપરાંત પવડી વિભાગના આવેલા રિપોર્ટ મુજબ નવા સીસી રોડના કામની રકમ રૂ.૫ કરોડ તેમજ વોર્ડ નંબર ૧થી ૧૩ના રસ્તાના સમારકામ માટે રૂ.૩ કરોડ મંજુર કરવાનો ઠરાવ પસાર કરવામાં આવશે આ ઉપરાંત જિમ બનાવવા માટે રૂ.૨૫ લાખ મંજુર કરવાનો ઠરાવ પસાર કરવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.