Abtak Media Google News

સિઘ્ધેશ્વર ફાર્મ હાઉસ ખાતે શિવકથાના પાંચમા દિવસે વિવિધ દેવો વિભૂતિઓની શિવભકિતમાં આસ્થાનું વર્ણન કર્યુ

શિવકથાની શરુઆતમાં ઉપસ્થિત સંતો- મહંતોનું સન્માન કર્યુ હતું. આજે શિવલોડ અને સૃષ્ટીમાં ઇશ્ર્વરના અસ્તિત્વના પ્રમાણભૂત તથ્યો રજુ કર્યા હતા. ઇશ્ર્વરને શોધવા માટે સ્વનિરીક્ષણ કરવું આત્મનિરીક્ષણ કરવું. દયા કરી શિવ દર્શન આપો, ભજનનો સવિસ્તર અર્થ સમજાવેલ યોગી મહાપુરૂષના હ્રદયમાં હમેશા શિવજીનો વાસ હોય છે. કુંદરત સાથે હંમેશા જોડાયેલા રહેવું જોઇએ. ગગન સુર્ય, ચંદ્ર, ધરતી સાથે જોડાયેલા રહેવું.

Advertisement

પંચમુખી શિવજીની વંદના કરી તેઓના સ્વરુપ સ્વભાવ અને પ્રમાાણિકતાનું વર્ણન કર્યુ. વિવિધ દેવો વિભૂતિઓની શિવભકિતમાં આસ્થાનું વર્ણન કર્યુ યમનોત્રિ નજીક પાંડવોએ શિવલીંગોની સ્થાપના કરી તે લાખા મંડળનો ઉલ્લેખ સાથે વિવિધ સ્થાનોએ શિવલીંગ સ્થાપના વિશે જણાવ્યું. સમાજની પ્રગતિ માટે શિક્ષણનો વ્યાપ વધારવા ઉપર ભાર મુકયો હતો. ગોકુલમાં  બાળકૃષ્ણનું શિવજી સાથે મિલન પ્રસંગને છટાદાર રીતે વર્ણવ્યો. ગૌ માતા અને બળદની સેવા હંમેશા થાય તેમ ભાવપૂર્વક આગ્રહ કર્યો ભારતમાં ગૌ વંશની સેવા થશે તો દેશ હંમેશા સમૃઘ્ધ રહેશે. અંતમાં અબોટી બ્રહ્મ સમાજની આટલી ભવ્ય શિવકથા આયોજન માટે યજમાન દિપકભાઇનો આભાર વ્યકત કર્યો હતો.

મહાનુભાવો જીવનભાઇ ભોગાયતા – શ્રી નંદન કુરીયર ચેરમેન, લીલાભાઇ શિયાણી અંજલી કુરીયર ચેરમેન, રામભાઇ તથા પ્રેમજીભાઇ એન. ટુકડીયા, મહાવીર એકસપ્રેસ એમ.ડી., ગોવિંભાઇ કુછડીયા તિરૂપતિ કુરીયર, પૂર્વ ધારાસભ્ય કરશનભાઇ ઓડેદરા, નરેશભાઇ ઓડેદરા, શ્રીનંદન ભીમભાઇ ભુતીયા, કિશાન મોરચો, લોકગાયક દેવરાજભાઇ ગઢવી, અશ્ર્વીનભાઇ દવે, સાંદિપની આશ્રમના ભરતભાઇ દવે, પોરબંદર ન.પા. કાઉન્સીલર ચેતનાબેન તિવારી સંતો મહંતો યોગી વશિષ્ઠનાથ બાપુ, ભાયાસર આશ્રમ ભવનાથ શ્રઘ્ધાદાસબાપુ, બોલીપુર આશ્રમ, મહંત ભીમગીરીબાપુ, ખોડીયાર આશ્રમ કાથરોટ જીતુપુરી બાપુ વ્યવસ્થાપક સોમનથ મંદિર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.