Abtak Media Google News

ગેરકાયદે સંગ્રહાયેલા રેશનીંગનાં જથ્થા સામે પૂરવઠા વિભાગની કાર્યવાહી: તપાસનો ધમધમાટ

ધ્રાંગધ્રા ખારી શેરી દુધની ડેરી પાસે રહેતો ગોપાલ ભરવાડ પોતાના કબ્જા ભોગવટાના પોતાના કાકા પોપટ ભરવાડના ખાલી મકાનમાં રેશનીંગના ઘઉં, ચોખા તથા અન્ય ચીજ વસ્તુઓ કોઈ પણ જાતના આધાર પૂરાવા વગર ગેરકાયદેસર રીતે ચોરી અથવા છળકપટથી મેળવી રેશનીંગના ગર્વમેન્ટના માર્કોવાળી બોરીઓ ઉંધી કરી તેમાં માર્કો ન દેખાય તે રીતે ફરીથી ઘઉં ભરાવી હેરાફેરી કરતા હોવાની હકિકત બાતમી મળતા ઉપરોકત અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા ઓપરેશન કરતા તે જગ્યાએ કુલ પાંચ મજૂરો રેશનીંગના ઘઉં ભરી મળી આવતા મામલતદાર પૂરવઠા અધિકારીઓને બોલાવી તપાસ કરાતા અનાજ રેશનીંગ ગોપાલ ભરવાડનું હોવાનું ખૂલ્યું જેમાં ઘઉંના કોથળા નંગ ૩૭૬, ચોખાના કોથળા નંગ ૧૦, ચણાના કોથળા નંગ. ૬ તુવેરદાળના કોથળા નંગ. ૩ તથા અન્ય ચીજ વસ્તુઓ એમ કુલ મળીને રૂ.૮૧૯૨૫ના મુદામાલ ઝડપી પાડયો છે.

Advertisement

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.