Abtak Media Google News

“કલાકારોની પ્રતિભાને ઉજાગર કરવાની તક મળે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે”

Kala Mahakumbh Dt 4કલા એટલે સાધક અને સાધ્યના એકત્વને અને પોંખવાનો અવસર. સાચી કલા એટલે અભાવમાં નહી,પરંતુ ભાવમાં પ્રગટે છે. ભાવમાં જીવવુ એ જ સાચી કલા. કલાકાર પોતાની કલા દ્વારા આનંદની અનુભુતિ કરાવે છે. કલાની અભિવ્યક્ત કરતા કલાકારોનુ કલા મહાકુંભના માધ્યમ થકી કલાકારોને ગૌરવાન્વિત થયાનો અનુભવ થશે. કલાની ઉપાસનાથી જે સિધ્ધિઓ મેળવી કલાકારોએ ગણનાપાત્ર પ્રદાન કર્યુ હોય તેમનું સમાજ વતી ઋણ સ્વીકારવા રાજ્ય સરકાર આવા કલાકારોને સન્માનિત કરે છે.

Advertisement

Kala Mahakumbh Dt 9રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય,કલા સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વય જુથના કલા પ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનો તાલુકા કક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજ્ય કક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવે તથા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી-રાજકોટના સંયુક્ત ઉપક્રમે કલા મહાકુંભ-૨૦૧૮ નો પ્રારંભ હેમુ ગઢવી ઓડિટોરીયમ ખાતે કાર્યક્રમના અધ્યક્ષ મેયરશ્રી બીનાબહેન આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય વડે કરવામાં આવ્યો હતો.

Kala Mahakumbh Dt 12આ પ્રસંગે મેયરશ્રી બીનાબહેન આચાર્યએજણાવ્યુ હતુ કે,“સૌનો સાથ સૌનો વિકાસ”થકી જ સાંસ્કૃતિક વારસાનુ પણ જતન થાય છે. તે ઉદેશને પરિપૂર્ણ કરવા છેવાડાના ગામડાઓથી માંડીને શહેરોમાં કલાનું કલાત્મક વાતાવરણનુ નિર્માણ થાય અને કલાકારોની પ્રતિભાને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભ નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Kala Mahakumbh Dt 14રાજ્ય સરકારશ્રીના ખેલ મહાકુંભથી રાજ્યના અનેક યુવાનોમાં રહેલ રમત-ગમતના હુન્નરને બહાર લાવી અને તે દિશામાં આગળ વધવાની તકો પ્રાપ્ત થઇ છે, તેવી જ રીતે કલા મહાકુંભ-૨૦૧૮ના માધ્યમ દ્વારા સરકારશ્રીએ કલાકારોને કલાના ક્ષેત્રે ઝળહળતું સ્થાન પ્રાપ્ત કરવા એક નવી ક્ષિતીજ ખોલી આપી છે.

Kala Mahakumbh Dt 17જિલ્લા કક્ષાના કલા મહાકુંભ-૨૦૧૮ માં ભાગ લેનારા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી, તથા અગ્રણીઓશ્રી નિતિનભાઇ ભારદ્વાજ, ગુણવંતભાઇ ડેલાવાળા, બાલભવનના ટ્રસ્ટીશ્રી હેલીબેન ત્રિવેદી, રાજકોટ ગ્રામ્યના રમત-ગમત અધિકારીશ્રી પ્રવિણાબેન પાંડાવદરા, સિનીયર કોચ રમાબેન, નિર્ણાયક તરીકે નિર્ણાયકોશ્રી યશવંતભાઈ ગઢવી, શ્રી સોનલબેન સાગઠીયા, તથા શ્રી મહેન્દ્રભાઈ અણદાણીતેમજ ભાગ લેનાર કલાકારો તથા તેમની શાળાના શિક્ષકો તેમજ ઉત્સાહીત કરવા અન્ય વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Kala Mahakumbh Dt 2આ પ્રસંગે સ્વાગત પ્રવચન રમત ગમત અધિકારી શ્રી વી.પી.જાડેજાએ કર્યુ હતુ.

Kala Mahakumbh Dt 7

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.