Abtak Media Google News

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સ્ટાફે ખરા અર્થમાં રંગીલા રાજકોટનો રંગ રાખ્યો

સમયની સાથે તાલ મેળવી વણ ઉકેલ ભેદને ઉકેલ્યા : કોરોનાની મહામારી પરિવારની ખેવના કર્યા વગર ફરજ બજાવી

અંબા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે ‘અંબા’ને દત્તક લઇ ખાખી નીચે રહેલા હ્રદયની લાગણીઓ પણ છલકાઈ

રાજકોટ શહેર પોલીસમાં વર્ષ ૨૦ ખૂબ જ ફળદાયી નીવડી હોય તેમ આ વર્ષે છેલ્લા ૨૦ વર્ષમાં સૌથી ઓછું ગુનાઓનું પ્રમાણ અને નોંધાયેલા ગુનાઓ માં ગયા વર્ષ કરતાં ગંભીર ગુનાઓ પ્રમાણમાં ૩૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે વળી ઇન્ફર્મેશન અને ટેકનોલોજીમાં પણ રાજકોટ પોલીસે વર્ષ ૨૦ ને પોતાનું બનાવી રાખ્યું હોય તેમ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સાથે સાથે ઇનોવેશન ટેકનોલોજીનો ઉપયોગ પબ્લિક પોલીસિંગ અને ધર્મ સહિષ્ણુતા ના કાર્યક્રમોમાં પણ રાજકોટ પોલીસને આ વર્ષ ફળદાયી રહ્યું છે

પોલીસ મહેકમમાં સુધારો ટેકનોલોજી નો આવિષ્કાર અને પોલીસ લાઈનમાં મંદિર નિર્માણ નવી પોલીસ વસાહતો અને નવી સાધનસામગ્રીનો વિકાસ રાજકોટ પોલીસે સાધતા આ વર્ષ રાજકોટ માટે અનેક રીતે ફળદાયી બન્યું છે

૩૭ હથિયાર, ૩૫૪૪ દારૂના અને ૬૧૫ જુગારના દરોડા પાડયા

શહેર પોલીસ દ્વારા દારૂ જુગારની બદી ડામવા પ્રોહીબીશનના ૩૫૪૪ અને જુગારધારાના ૬૧૫ જેટલા કેસો શોધી કાઢવામાં આવેલા છે. તેમજ ગેરકાયદેસર ૩૭ હથીયારો કબ્જે કર્યા છે.

હેડ કવાર્ડસ ખાતે અંબાજી માતાના ભવ્ય મંદિરનું નિર્માણ

Img 20201231 Wa0175

રાજકોટ પોલીસ હેડ કવાડર્સ ખાતે જુના અંબાજી માતાના મંદિરનો ર્જીણોધાર કરી અંબાજી માતાના ભવ્ય મંદીરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં અંબાજી માતા તથા રામચંદ્ર ભગવાન, લક્ષ્મણજી, જાનકીજી તથા શંકર ભગવાન રાધા-કૃષ્ણ તથા હનુમનજી એમ કુલ પાંચ શીખર વાળા મંદિરનું નીર્માણ કરવામાં આવ્યું છે. આ મંદીર ૫૧ ફુટ ઉંચાઇનું તથા ૬૫ ફુટ પહોળાઇનું તથા ૧૧૦ ફુડ લંબાઇનું છે જેમાં ૭૫૦૦૦ ચો.ફુટ નું બાંધકામ અને ૧૦૦૦૦ સ્કવેર ફુટ જગ્યામાં મંદીરનું નીર્માણ કરવામાં આવ્યું છે. જે અંબાજી માતાજીનું મંદિર સમગ્ર સૌરાષ્ટ્ર માં સૌથી વિશાળ તથા ગુજરાતમાં બીજા ક્રમનું વિશાળ મંદિર છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ ભવ્ય લોકડાયરાનું આયોન કરાયું હતું.

નશીલા પદાર્થના ૧૯ ગુના નોંધાયા

યુવા વર્ગમાં નશો કરવાનો વ્યાપ ખૂબજ વધેલ છે. જેને ડામી દેવા અને શારીરીક માનસીક, સામાજીક અને આર્થિક નુકશાની થતી હોય છે. આથી એનડીપીએસના કુલ ૧૯ ગુન્હાઓ દાખલકરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે.એકથી વધુ એનડીપીએસનાં ગુન્હામાં પકડાયેલા ઈસમો જામીન મૂકત થતા આવા કુલ ૬ ઈસમો વિરૂધ્ધ પાસાની કાર્યવાહી કરી જેલોમાં મોકલી આપવામાં આવેલ છે.

ઠેબચડા ખાતેથી મળી આવેલી નવજાત બાળકીને પોલીસ કમિશ્નરે દત્તક લીધી

Images 2020 12 31T151924.902

રાજકોટના ઠેબચડા ગામમાંથી મળેલી નવજાત બાળકીના વાલી – વારસો નહીં મળતા બાળકીનું નામ પોલીસ કમિશનરે અંબા રાખ્યું હતું. મળી આવેલી બાળકીની હાલત સારી નહીં હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. આ બાળકી માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સંવેદના દાખવી છે અને તેમણે અંબાને તબિયત જાણવા માટે તેની મુલાકાત પણ લીધી હતી. આ મુલાકાત પછી મુખ્યમંત્રીએ બાળકીની તમામ સારવારનો ખર્ચ સરકાર ઉપાડશે એવી જાહેરાત પણ કરી હતી. આ બાળકીને પોલીસ કમિશ્નર અને જિલ્લા કલેકટરે દત્તક લીધી હતી. હાલ અંબાનો ઉછેર કાઠિયાવાડ બાલાશ્રમ ખાતે થઈ રહ્યો છે.

૨૦ વર્ષમા સૌથી ઓછા ગુના નોંધાયા ગત વર્ષ કરતા ક્રાઈમ રેટ ૩૦ ટકા ઘટાડો

અત્યાચારના ૧૯ ગુનામાં ભોગ બનનાર મહિલાઓને રૂ. ૬૫.૬૨ લાખની સહાય

રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા છેલ્લા ત્રણેક વર્ષ દરમ્યાન મહિલા અત્યાચારનાં ૧૯ જેટલા ગુન્હાઓમાં ભોગ બનનાર બહેનોને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ મળતું આર્થિક વળતર બાબતે ભાગે બનનારને સમજાવી કાયદાકીય માર્ગદર્શન આપી જરૂરી કાર્યવાહી કરાવતા સરકાર દ્વારા મહિલાઓને રૂ. ૬૫૬૨૫૦૦ જેટલુ આર્થિક વળતર મંજૂર કરાવવામાં આવ્યું હતુ.

૧૨૪ શખ્સોને પાસાના પિંજરે પુર્યા

ગુન્હાહીત પ્રવૃત્તિ આચરનાર ઈસમો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા પોલીસ દ્વારા કાર્યવાહી કરેલી જેમાં પ્રોહીબીશન, શરીર સંબંધી, મિલ્કત સંબંધી, ઈમોરલ ટ્રાફીકીંગ વિગેરે એકથી વધુ વખત ગુન્હાઓ આચરનાર કુલ ૧૨૪ ઈસમોને સામે પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કરતા પાસા હેઠળ અટકાયત કરી રાજયની અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવેલ છે. ૩૪ શખ્સો સામે જિલ્લાઓમાંથી હદપાર કરવામા આવેલ છે.

Img 20201231 Wa0180

પોલીસ પ્રજાનો મિત્ર સાર્થક કરતી રાજકોટ પોલીસ

રાજકોટ શહેર પોલીસ દ્વારા કોરોના મામારી દરમિયાન લોકડાઉન તથા અનલોક સમયે કડકાઈથી પાલન કરાવવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે સાથે માનવીય અભિગમ પણ અપનાવીલોકોની સેવાકીય પ્રવૃત્તિ કર્વી જરૂરી હોય જેથી પોલીસ પ્રજાનો મિત્ર છે. તે કહેવત સાર્થક કરવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા લોકડાઉન સમયે પરપ્રાંતીય મજૂરો કે જેઓ પોતાના વતન ખાતે જવા માંગતા હોય વતન ખાતે પહોચવા માટે તેમનું રજીસ્ટ્રેશન કરવા તેમજ તેઓનાં રહેણાંક નજીકથી તેઓને રેલવે સ્ટેશન સુધી પહોચાડવા તેમજ તેના ભોજનની વ્યવસ્થા રાજકોટ શહેર પોલીસ દ્વારા કરાઈ હતી. તમેજ લોકઠડાઉન સમયે જરૂરીયાત મંદ લોકોને બે ટાઈમ ભોજન મળી રહે તે માટે બોલબાલા ટ્રસ્ટ અને અન્ય સેવાકીય સંસ્થાઓ સાથે સંકલન કરી ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી બાબતે રાષ્ટ્રીય કક્ષાના સ્કોચ દ્વારા ગોલ્ડ એવોર્ડ તથા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગારડી એવોર્ડ એનાયંત કરાયો હતો.

હેડ કવાર્ટરને સમયની સાથે નવારંગ રૂપ આપવામાં આવ્યા

શહેરપોલીસ હેડ કવાટર્સ ખાતે આવેલ કવાર્ટર ગાર્ડ, સલામી મઁચ, ગાર્ડન વિગેરેને આધુનિક રુપ આપવામાં આવેલ છે અને પરેડ ગ્રાઉન્ડનું નવાકરણ કરવમાં આવેલ છે. તેમજ બાસ્કેટ બોલ કોટ, ફુટબોલ ગ્રાઉન્ડ તેમજ બાળકો માટે અદતન આધુનીક બગીચો બનાવવામાં આવેલ છે. જેમાં બાળકોને રમવા માટે અલગ અલગ રાઇડો મુકવામાં આવેલ છે આમ રાજકોટ શહેર પોલીસ હેડ કવાટર્સનું નવીનીકરણ કરવામાં આવેલ છે.

ત્રણ પોલીસ મથકને નવા બિલ્ડીંગ મળશે

ડીસીબી પોલીસ સ્ટેશન, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સાયબર ક્રશઈમ પોલીસ સ્ટેશન, એરપોર્ટ પોલીસ સ્ટેશન એમ ત્રણ નવા બિલ્ડીંગ બનાવવા મજૂરી મળેલી હોય જેથી શહેર પોલીસને નવા ત્રણ આધુનીક અને સુવિધા વાળા નવા બિલ્ડીંગ મળશે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ એહમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૧ પ્રવિણકુમાર મીણા અને નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૨ મનોહરસિંહ જાડેજાનાઓનાં માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ રાજકોટ શહેરના તમામ મદદનીશ પોલીસ કમિશ્નરઓની સુચના હેઠળ શહેર પોલીસના તમામ રેન્કના અધિકારી કર્મચારીઓ દ્વારા ખંત પૂર્વક કામગીરી કરવામાં આવે છે.

વર્ષ ૨૦૨૦ માં ગુન્હાખોરીના ગ્રાફમાં ઘટાડો

શહેરમાં સને ૨૦૨૦ના વર્ષમાં ખુનના ગુન્હાઓમાં સાત ટકા નો ખુનની કોશીષમાં ૩૬ ટકા લુંટના ગુન્હાઓમાં ૧૧૩ ટકા નો ઘરફોડ ચોરીઓમાં  રર ટકા  નો , ચોરીઓમાં ૪૮ ટકા નો, છેતરપીંડીના ગુન્હાઓમાં ૪ર ટકાનો, વિશ્ર્વાસઘાતના ગુન્હાઓમાં ૫૬ ટકાનો તેમજ રાયોટીંગ ગે.કા. મંડળી, મારામારી, અપહરણ, વાહન અકસ્માત તેમજ અન્ય ગુન્હાઓમાં પણ ઘટાડો થયેલ છે. આમ રાજકોટ શહેરમાંછેલ્લા ર૦ વર્ષમાં સને ૨૦૨૦ માં ૩૦ ટકા જેટલો ક્રાઇમ રેટમાં ઘટાડો થયેલ છે.

તીસરી આંખ ગુના ઉકેલવામાં મહત્વનો ફાળો

આધુનીક યુગની સાથે કદમથી કદમ મીલાવી આઈવે પ્રોજેકટને મંજૂરી આપવામાં આવેલી જે આઈવે પ્રોજેકટ હેઠળ શહેરનાં ચોક તથા રોડ મળી કુલ ૨૨૧ લોકેશન ઉપર કુલ ૯૬૩ આધુનીક કેમેરા જેમાં પીટીઝેડ કેમેરા ૨૧૨ ફીકસ કેમેરા, ૫૮૭ એ.એન.પી.આર. કેમેરા ૧૧૦ આર.એલ.વી.ડી.કેમેરા ૩૫ ડોમ કેમેરા ૬૩૬૦ મોડલ કેમેરા ૧૩ મુકવામાં આવેલા છે. જે આધારે ગુન્હા આચરનાર ઈસમોની ઓળખ થાય તથા ટ્રાફીક નિયમન પણ થઈ શકે છે. આગામી સમયમાં વધુ કેમેરાઓ મૂકવામાં આવશે. જેના કારણે સુરક્ષામાં મદદરૂપ બની છે.

પોલીસની વિવિધ એપ્લીકેશનને અનેક એવોર્ડ અર્પણ

ગુન્હાહીત ઇતિહાસ ધરાવતા ઇસમોની તમામ વિગતો પોલીસકર્મીઓને સરળતાથી મળી રહે તે માટે સુરક્ષા કવચ એપનું અનાવરણ કરવામાં આવ્યું છે. જે એપને એકસીલેન્સી એવોર્ડ અને સ્કોશ એવોર્ડ એનાયક થયા હતા. તે ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે બનાવાયેલી સુરક્ષિત એપને સિલ્વર એવોર્ડ, ઇ-કોપ એપ્લીકેશનને ગવરનન્સ નાવનો કેપીસીટી બિલ્ડીંગ એવોર્ડ મળતો હતો.

ભુમાફીયાઓ અને વ્યાજખોરો સામે સખ્તાઈથી કરી કામગીરી

જમીન, મકાન કે પ્લોટમાં ભુમાફીયાઓ દ્વારા બળજબરીથી પડાવી લઈ કબ્જો કરતા આવા ઈસમો વિરૂધ્ધ તેઓની આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ બાબતે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ગેરકાયદેસર ધીરધારનો વ્યવસાય કરનાર ઈસમો ઉંચા વ્યાજે પૈસા આપી બાદ પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે. જેથી ભોગબનનાર જે આત્મહત્યા જેવા પગલા ભરતા હોય છે. જેથી આવા ગેરકાયદેસર ધીરધાર નો વ્યવસાય કરનાર ઈસમો ઉપર અંકુશ લાવવા માટે ઝોન વાઈઝ લોકદરબારો ગોઠવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

રેમડેસીવર ઈન્જેકશનના ૧૧ કાળા બજારીઓને સળીયા પાછળ ધકેલાયા

મહામારી સમયે કોરોના વાયરસની સારવારમાં ખૂબજ ઉપયોગી એવા રેમડેશીવર ઈન્જેકશનનું કાળાબજાર ન થાય, લેભાગુ તત્વો દ્વારા તકનો લાભ લઈ દર્દી પાસેથી ગેરકાયદેસર આર્થીક લાભ મેળવી ગુન્હા આચરવામાં ન આવે તે માટે રાજકોટ શહેર ક્રાઈમબ્રાંચ દ્વારા કુલ ચાર ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા હતા. જેમા કુલ ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

કુમળી બાળકીને પિંખી નાખનાર સીરીયલ કિલરને ઝડપી લેવાયો

રાજકોટ શહેર તાલુકા પો.સ્ટે. વિસ્તરણના નાની કુમળી વયની બાળકીની લાશ મળી આવી હતી. જે અનડીટેકટ ગુન્હાતી ડીટેકટ કરવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ કરતા બાળકીનું ખુન વિક્રમ નામના વ્યકિતએ કર્યાની શંકા થતા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ  દ્વારા આરોપી કાળુભાઇ ઉર્ફે વિક ઉર્ફે અર્જુન જીવાભાઇ ડામોર ની તપાસ કરી નાની કુમળી વયની બાળકીને બદકામ કરવાના ઇરાદે ખુન કરના સીરીયલ કીલરની ધરપકડ કરી અન્ય રાજયના ગુન્હાઓ પણ ડીટેકટ કરવામાં આવ્યા હતાં.

ગુજસીટોક હેઠળ બે ગેંગ સામે સકંજો કસાયો

ગુજરાત સરકાર દ્વારા ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એકટ ૨૦૧૫ જી.સી.ટી.ઓ.સી. અધિનિમય શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ઈમ્તીયાઝ ઉર્ફે લાલો ભીખુભાઈ રાઉમા તથા એઝાઝ ઉર્ફે ટકો અકબરભાઈ ઉર્ફે હકુભા ખીયાણી દ્વારા પોતાની ગુનાહિત પ્રવૃત્તિ ચલાવવા માટે પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળીને ગુનાઓ આચરવા માટે સંગઠીત ગુના આચરતી ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુના નોંધી તેલ ભેગા કર્યા છે.

બાળ તસ્કરોનો ગુન્હો ઉકેલાયો

રાજકોટ શહેર લીબડા ચોક નજીકથી અગાઉ એક બાળકનું અપહરણ થતાં ગુન્હાની તપાસ દરમ્યાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાળકની તસ્કરો કરાયાની માહીતી મળતા એક વર્ષ ઉપરના સમય બાદ બાળકને શોધી કાઢી તેની તસ્કરી કરનાર આરોપીઓની ધરપકડ આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.