Abtak Media Google News

સેનામાં હાલ ૯ ઓફીસર રેકર્સ રી-સ્ટ્રકયર બાદ ૬ કે ૭ થઇ શકે છે

ભારતીય સેના પોતાની ઓફીસર કેડરમાં મોટા પાયે બદલાવી લાવી રહી છે. સુત્રોના જણાવ્યાનુસાર સેના તેના રેંકમાં બદલાવ લાવવાની યોજના બનાવી રહી છે. જે મુજબ ઓફીસર રેંકમાંથી બ્રિગેડીયરના પદને રદ કરવાની સંભાવના છે. સેનામાં થઇ રહેલા આ બદલાવનો મુખ્ય ઉદ્દેશ્ય કરીયરની સારી સભાવના અને સીવીલ સર્વિસીસની સમાન બનાવવાનું છે. ઉલ્લેખનીય છે કે સેનામાં આ રેન્કીંગ ૩૫ વર્ષ બાદ થઇ રહ્યું છે. એક રિપોર્ટ મુજબ ૧ર લાખની સેનામાં હાલના સમયે ૪ર૦૦૦ ઓફીસર સામેલ છે સેના તેના હાલના ૯ ઓફીસર રેંકસને રદ કરી ૬ કે ૭ કરી શકે છે. સેનામાં બ્રિગેડયરનું પદ રદ પર તૈનાત ઓફીસર પ્રમોશન મેળવીને સીધા મેજર જનરલ બની જશે.

Advertisement

સેનાના એક ઓફીસરના જણાવ્યા અનુસાર સીવીલ સવિસીસમાં પણ હાલ ૬ પદ છે તો બીજી તરફ આર્મ્ડ ફોર્સ હજી પણ તેના જુના ઢાંચા પ્રમાણે ચાલી રહી છે. મહત્વનું છે કે સેના ચીફ જનરલ બીપીન રાવતે પણ તાજેતરમાં ઓફીસર કેડરમાં મોટાપાયે બદલાવ થાય તે માટે એક ઉચ્ચસ્તરીય કમીટીની રચના કરી હતી. આ કમીટીએ નવેમ્બરના અંત સુધીમાં પોતાનો રિપોર્ટ આપશે. સુનાના પ્રવકતાના જણાવ્યાનુસાર બ્રિગેડીયર રેંક હટાવવાની હાલ પ્રયોઝલ છે આનો અંતિમ નિર્ણય લેતા પહેલા ચર્ચા કરવામાં આવશે. બધી જ સેના ઇફેકટીવચને ડાઇનેમિક બની રહી  માટે સમયાંતરે આવું સ્ટીન સ્ટડી કરતી રહે છે સેનામાં બ્રિગેડ કમાંડર જે સીવીલ સેવાઓમાં ઇન્સ્પેકરટ જનરલ ઓફ પોલીસથી સીનીયર હોય છે. પરંતુ આઇજી પોલીસ, બ્રિગેડીયરથી વધારે પે-ગ્રેડ મેળવે છે આવામાં આ બદલાવથી આ અંતરને ઘટાડવાની કોશિષ કરી શકાય.

ઉલ્લેખનીય છે કે સિવીલ સર્વિસના ઓફીસર ૧૮ વર્ષમાં જોઇન્ટ સેક્રેટરી ના પદ સુધી પહોંચી જાય છે જયારે સેનામાં આ લેવલે પહોચવા માટે ૩૧-૩૩ વર્ષ લાગે છે તો બીજી તરફ ૧૦૦ આઇએએસ ઓફીસર્સમાંથી લગભગ ૮૦ જોઇન્ટ સેક્રેટરીના પદ સુધી પહોંચે છે જયારે સેનામાં તેની સંખ્યા ૧૦૦ માંથી માત્ર પ કે ૬ જ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.