Abtak Media Google News

ઈરફાન ખાન સતત વિશાલ ભારદ્વાજના સંપર્કમાં: વોઈસનોટ દ્વારા ગીત ગાય છે

નેશનલ એવોર્ડ જીતી ચુકેલા ફિલ્મ મેકર વિશાલ ભારદ્વાજ ઈરફાન ખાન સાથે ગણી ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં ઈરફાન લંડનમા કેન્સરનો ઈલાજ કરાવી રહ્યા છે. તેમના સ્વસ્ત થતા જ વિશાલ તેમની ફિલ્મનું શૂટીંગ શરૂ‚ કરશે. વિશાલે ઈરફાનની બિમારીના મુદે મિડીયા સાથે વાત કરી અને કહ્યું કે, ‘ઈરફાન મારી સાથે સતત સંપર્કમાં છે.તેઓ ખૂબજ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. હું ભગવાનને પ્રાર્થના ક‚ છું કે તેઓ સ્વસ્થ થઈ જાય એ બોલીવુડમાં ફરીથી પાછા ફરી. વધુમા તેમણે ઉમેર્યું કે ઈરફાન મને વોઈસ નોટ દ્વારા ગીતો ગાઈને મોકલે છે.તેઓ ક્રિકેટ પણ જોવે છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે જ ઈરફાને તેનો ફોટો ટવીટર પર શેયર કર્યો હતો. ઈરફાને તેની છેલ્લી ફિલ્મ બ્લેક-મેઈલમાં કામ કર્યું હતુ ત્યારબાદ તેઓને ન્યુરોએન્ડ્રોસીન ટયુમર થતા લંડનમાં સારવાર લઈ રહ્યા છે. માર્ચમાં જ ઈરફાને તેમના ગ્રાહકોને કહ્યું હતુ કે તેઓ એક રેર ડીસીસથી પીડાઈ રહ્યા છે. અને તેઓ ઝડપથી સાજા થાય તેવી તેમના ચાહકો પ્રાર્થના કરી ઈરફાન ને ફીફા એવોર્ડથી પણ સન્માનીત કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે આગામી ૩ ઓગષ્ટે ઈરફાનની ફિલ્મ કારવા રીલીઝ થઈ રહી છે. ઈરફાને વિશાલ ભારદ્વાજ સાથે મકબુલ, ૭ ખૂન માફ, હૈદર અને તલાવાર જેવી ફિલ્મો કરી છે. આ વર્ષે વિશાલે ઈરફાન સાથે વધુ એક ફિલ્મની જાહેરાત કરી છે જેમાં દિપિકા પદુકોણ કોસ્ટાર છે. વિશાલે જણાવ્યું કે ઈરફાનના સ્વસ્થ થતા જ ફિલ્મનું શૂટીંગ શ‚ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.