Abtak Media Google News

ધૂમકેતુ પૃથ્વીની નજીકથી પસાર થશે, તેને 2 ફેબ્રુઆરીએ દૂરબીન, ટેલિસ્કોપની સાથે સાથે નરી આંખે પણ જોઈ શકાશે

ખગોળીય ઘટનાઓમાં રસ ધરાવતા લોકો માટે 2 ફેબ્રુઆરીની રાત ખૂબ જ ખાસ રહેશે.  આ રાત્રે આકાશમાં થોડી ક્ષણો માટે લીલી તેજસ્વી જ્યોતનો નજારો જોવા મળશે.  આ તાજેતરમાં શોધાયેલો ધૂમકેતુ છે જે પૃથ્વી પાસેથી પસાર થવાનો છે.ખગોળશાસ્ત્રીઓનું કહેવું છે કે આ ધૂમકેતુ પૃથ્વીની એટલી નજીકથી પસાર થશે કે તેને દૂરબીન, ટેલિસ્કોપની સાથે સાથે નરી આંખે પણ જોઈ શકાશે.

તારાઓની દુનિયામાં આવી અનોખી ઘટના 50 હજાર વર્ષ પછી બનવા જઈ રહી છે.  આ ધૂમકેતુ તારાને સૂર્યની એક પરિક્રમા કરવામાં 50 હજાર વર્ષનો સમય લાગે છે.  તે 12 જાન્યુઆરીએ સૂર્યની ખૂબ નજીક હતો અને હવે 2 ફેબ્રુઆરીએ પૃથ્વીની નજીકથી પસાર થશે.  છેલ્લી વખત જ્યારે આ ધૂમકેતુ પૃથ્વીના આકાશના 4.2 મિલિયન કિલોમીટરના અંતરેથી પસાર થયો હતો, ત્યારે આપણો ગ્રહ પેલેઓલિથિક સમયગાળામાં હતો.

આ દુર્લભ તેજસ્વી લીલા ધૂમકેતુને 50 હજાર વર્ષ બાદ જોઈ શકીશું.  વૈજ્ઞાનિકોએ આ નવા શોધાયેલા ધૂમકેતુને સી/2022 ઈ-3 (ઝેડટીએફ) નામ આપ્યું છે.  પેરિસની ઈન્ટરનેશનલ ઓબ્ઝર્વેટરીના વૈજ્ઞાનિક નિકોલસ બીવરના જણાવ્યા અનુસાર બરફ અને ધૂળથી બનેલા અને લીલો પ્રકાશ ફેંકતા આ ધૂમકેતુનો વ્યાસ એક કિલોમીટર જેટલો છે.  સામાન્ય રીતે રાત્રે ધૂમકેતુ સફેદ જ્યોત તરીકે દેખાય છે, પરંતુ આ ધૂમકેતુનો લીલો રંગ દુર્લભ છે.  તે પૃથ્વીથી 27 મિલિયન માઈલના અંતરેથી પસાર થશે.  અનુમાન છે કે આ પ્રવાસ પછી આ ધૂમકેતુ આપણા સૌરમંડળમાંથી હંમેશ માટે બહાર થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.