Abtak Media Google News

દેશના અડધો અડધ રાજ્યો પાસે હજુ પોર્ટલ જ નથી

હરિયાણા, આસામ, કેરળ, તેલંગાણા અને ઓરીસ્સામાં હજુ સુધી પોર્ટલ લોન્ચ જ નીથથયા માત્ર ત્રણ રાજયો એ જ કાયમી રેગ્યુલેટરની નિમણૂંક કરી

સરકારે દેશમાં રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એકટ ૨૦૧૬ (રેરા)ની અમલવારી તો મોટા ઉપાડે કરાવી પરંતુ આ કાયદો હવે રેર બની જવા પામ્યો છે. દેશના અડધો અડધ એટલે કે ૧૪ રાજયોમાં હજુ રેરા માટેનું પોર્ટલ જ ની.

આંકડા મુજબ દેશના ૨૮ (જમ્મુ-કાશ્મીરને લાગુ પડતો ની) રાજયોમાં રેરાની અમલવારી ઈ છે. જેમાંથી  માત્ર ૩ રાજયોમાં જ કાયમી રેગ્યુલેટર છે. ૧૪ રાજયોમાં તો હજુ વેબપોર્ટલ પણ કાર્યરત કરવામાં આવ્યા ની. ૨૮ માંથી  ૨૦ રાજયોમાં રેરાનું જાહેરનામુ પણ પારીત કરાયું ની. મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ અને પંજાબમાં જ રેરા હેઠળ કાયમી રેગ્યુલેટરની નિમણૂંક કરવામાં આવી છે.

તમામ રાજયોમાં નિમાયેલા રેગ્યુલેટર હેઠળ જ રેરાની અમલવારી ઈ શકે છે. નાગરિકો પ્રોજેકટની વિગતો સરળતાી મેળવી શકે તે માટે દરેક રાજયોમાં વેબ આધારિત પોર્ટલનું નિર્માણ કરવું જરૂરી છે. જેમાં ડેવલોપર્સ પોતાના પ્રોજેકટની વિગતો મુકી શકે છે. પરંતુ હરીયાણા, આસામ, કેરળ, તેલંગણા અને ઓરીસ્સામાં હજુ પોર્ટલ સપવામાં આવ્યા ની.

ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસન અને આંધ્રપ્રદેશમાં પોર્ટલ લોંચ તો કરવામાં આવ્યા છે પરંતુ તેમાં ડેવલોપર્સે મુકેલી માહિતી અધુરી હોવાી તેનો કોઈ ઉપયોગ ઈ શકે તેમ ની. જે સમયે રેરાની અમલવારીનો પ્રારંભ યો તે વખતે ચાલુ પ્રોજેકટના રજિસ્ટ્રેશન આ કાયદા હેઠળ કઈ રીતે કરવા તે સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. પરિણામે અનેક ઘર ખરીદનારાઓને મુશ્કેલીઓ પડી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, પશ્ર્ચિમ બંગાળ જેવા રાજયોમાં તો હજુ સુધી રાજય સરકારે રેરા માટેના ધારા ધોરણો પણ જાહેર કર્યા ની. ર્નો ઈસ્ટના સાતેય રાજયમાં પણ આવી જ પરીસ્થીતી જોવા મળી રહી છે. એકટ અનુસાર રેરા હેઠળ રજિસ્ટર્ડ નોંધાયા વગર એક પણ પ્રોજેકટ લોન્ચ ઈ શકે નહીં. પરંતુ હાલ અડધો અડધ રાજયોના પોર્ટલ જ છે નહીં તો અમલવારી સંપૂર્ણપણે કઈ રીતે ઈ શકે તે અંગે સવાલો ઉઠી રહ્યાં છે. રેરાની સૌી સક્ષમ અમલવારી મહારાષ્ટ્રમાં ઈ છે. હાલ દેશમાં રેરા હેઠળ ૨૫ હજાર પ્રોજેકટ રજીસ્ટર્ડ યા છે જેમાંથી એકલા મહારાષ્ટ્રમાં ૬૨ ટકા પ્રોજેકટ રજીસ્ટ્રેશન યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.