Abtak Media Google News

પૂ.હીરાબાઈ મ.સ. 72 વર્ષનો સુદીર્ધ સંયમ પર્યાયધારી આત્મા હતા

ગોંડલ સંપ્રદાયમાં સૌરાષ્ટ્રમાં વિચરણ કરી રહેલ સાધ્વીજીઓમાં ગુરુણી મૈયા પૂ.હીરાબાઈ મ.સ.સૌથી વડીલ હતાં. 92 વર્ષની ઉંમર રાજકોટ ખાતે કાળ ધર્મ પામ્યા પૂ હીરબાઈ મહાસતી એ72 વષેનો સંયમ પયોય કર્યો રાજકોટની પાવન અને પૂણ્ય ભૂમિ ઉપર સદાચાર સંપન્ના રત્નકુક્ષિણી માતુશ્રી ગીરજાબેન અને ધમે પરાયણ પિતા જમનાદાસભાઈ દામાણી પરીવારના ખોરડે તા.14/1/33 ના એક સરળ આત્માએ જન્મ ધારણ કર્યો.હીરા અને લક્ષ્મીની પ્રાપ્ત થાય તેનાથી અધિક આનંદ દામાણી પરિવારને થયો.બાળકીનું નામ “હીરાલક્ષમી” પાડવામાં આવ્યું.

Advertisement

દામાણી પરિવાર એટલે જિન શાસનથી ભાવિત અને પ્રભાવિત થયેલો પરિવાર.કુંટુંબના દરેક સભ્યોને ધમેના સુસંસ્કારોનું સિંચન કરાવવામાં આવતું. ધમે સ્થાનક -ઉપાશ્રયે નિત્ય દશેન કરવા જવાનો સૌને નિયમ.કુમારી હીરા લક્ષ્મીબેન પૂ.ઝવેરબાઈ મ.સ.ના દશેન કરવા ગયા. હીરાને જેમ ઝવેરી પારખે તેમ પૂ.ઝવેરબાઈ મ સ.એ દશેને આવેલ હીરાને પારખી લીધો. કવિયત્રી ઝવેરબાઈ મ.સ.પાસે તા.28/1/51 પોષ વદ પાંચમના શુભ દિવસે રાજકોટની ધન્ય ધરા ઉપર પાલીતાણાના ઉતારામાં પરમ ભાગ્યશાળી રાજકોટ સંઘમાં તેઓનો ભવ્યાતિભવ્ય દીક્ષા મહોત્સવ ઉજવાયેલ.સ્વયં પૂ.ઝવેરબાઈ મ.સ.એ પોતાના શ્રી મુખેથી ” કરેમિ ભંતે ” નો પાઠ તેઓને ભણાવેલ.હીરાલક્ષમીબેનમાંથી નૂતન દીક્ષિત પૂ.હીરાબાઈ મ.સ.નામ ઉદ્દઘોષિત કરવામાં આવેલ.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પૂ.હીરાબાઈ મ.સ. 72 વષેનો સુદીઘે સંયમ પયોયધારી આત્મા હતા.ભારતના અનેક ક્ષેત્રોમાં વિચરણ કરી સંપ્રદાય તથા જિન શાસનનું નામ ચંદ્રની પેરે ઊજ્જવલ કરેલ ,તેથી જ તેઓ શાસન ચંદ્રિકા તરીકે ઓળખાતા..

પૂ.હીરાબાઈ મ.સ.એ સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, કણોટક,બિહાર, બંગાલ,ઓરિસ્સા સહિત અનેક નાના – મોટા ક્ષેત્રોમાં પ્રભુની આજ્ઞા મુજબ હજારો કિલોમીટરનો પગપાળા વિહાર કરી પ્રભુ મહાવીરનો અહિંસા, કરૂણાનો સંદેશ પહોંચાડવામાં તેઓ નિમિત્ત બનેલ. તેઓના લઘુભગિની સ્વ.પૂ.નંદાબાઈ મ.સ.એવમ્ પૂ.જયોતિબાઈ મ.સ.એ પણ પૂ.મોટા સ્વામીથી પ્રેરિત થઈ 26/1/1961 ના રોજ રાજકોટ સ્થા.જૈન મોટા સંઘના ઉપક્રમે ગોંડલ ગચ્છમાં ભાગવતી જૈન દીક્ષા અંગીકાર કરેલ છે.તેઓના ભત્રીજાના સુપુત્ર હષે કમલેશભાઈ દામાણી (પૂ.તીથેહંસ વિજયજી મ.સ.) મૂર્તિપૂજક સમુદાયમાં દીક્ષિત થયેલા છે.

પૂ.સ્વામીના ભત્રીજી કુ.કિંપલબેન ( પૂ.મનસ્વીજી) પણ પૂ.ચંદનાજી પાસે જીવન સમર્પિત કરેલ છે.દામાણી પરિવાર ધમેના રંગે રંગાયેલો પરિવાર છે.પૂ.ગુરુણી મૈયાએ અનેક જૈન તેમજ જૈનતર પરિવારોને પણ મહાવીરનો અહીંસા,કરુણાનો સંદેશ સમજાવી જૈન ધમેથી ભાવિત કર્યાં છે. પૂજ્ય હીરાબાઈ મ.સ.ની પ્રેરક વાણી અને તેઓના જીવનથી પ્રભાવિત થઈ ધોમ – ધોમ સુખોની છોળો વચ્ચે ઉછરેલા એવા તપસ્વી રત્ના પૂ.સ્મિતાબાઈ મ.સ.ની દીક્ષા વિ.સં.2036 વાલકેશ્ર્વરમાં થતાં જિન શાસનમાં ચાર ચાંદ લાગી  ગયા હતા.

પૂ.હીરાબાઈ મહાસતીજીની કાલે રાજકોટમાં પાલખી યાત્રા

ગોંડલ સંપ્રદાયના આચાર્ય પૂ. જશાજી સ્વામીના પરિવારના કવિયત્રી પૂ.ઝવેરભાઈ મહાસતીજીના સુશિષ્યા શાસનચંદ્રિકા બા.બ્ર.પૂ. ગુરૂણીમૈયા શ્રી હીરાબાઈ મહાસતીજી 91 વર્ષની વય 73 વર્ષની દીક્ષાપર્યાય સહિત તા.27.2ને સોમવારે બપોરે વિજયમુુહુર્તે સમાધિભાવે  કાળધર્મ પામ્યા છે.પાલખીયાત્રા તા.28.2નેમંગળવારે બપોરે 3 કલાકે સરદારનગર જૈન સંઘ રાજકોટ ખાતેથી નીકળશે.પૂ. જયોતિબાઈ મ.સ., પૂ.સ્મિતાબાઈ મ.સ. વગેરે વૈયાવચ્ચમાં હતાતાજેતરમાં પૂ.મહાસતીજીના 91માં જન્મદિન અને 72માં સંયમ દિનની તપ-ત્યાગથી ઉજવણી કરાયેલ.માતુશ્રી ગિરજાબે જમનાદાસ દામાણી પરિવારના પૂ.હીરાબાઈ મ.સ. અને પૂ. નંદાબાઈ મ.સ., પૂ. જયોતિબાઈ મ.સ., એમ 3 બહેનોએ દીક્ષા અંગીકાર કરેલ. ગોંડલ ગચ્છ શિરોમણી પૂ.જશરાજજી મ.સા., પૂ. શ્રી ધીરજમુનિ મ.સા.એ ગુણાંજલિ અર્પણ કરેલ છે.

હે કરૂણાના કરનારા… સ્તવન સાંભળવું એક જીવનનો લહાવો છે

અત્રે નોંધનીય છે કે પૂ.હીરાબાઈ મ.સ.ના શ્રી મુખેથી ” હે કરૂણાના કરનારા,તારી કરૂણાનો કોઈ પાર નથી “…સ્તવન સાંભળવું એ જીવનનો એક લ્હાવો છે.તેઓ સરળ,નિખાલસ એકદમ ભદ્ર પ્રકૃતિના રહેલા છે.ચતુર્વિધ સંઘમાં અને શાસનમાં એકતા જળવાઈ રહે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા.

સંયમ અને સંયમી આત્માઓને નિહાળી તેઓ ખૂબ જ રાજીપો અનુભવતા

હીરાબાઈ મ.સ.ગોંડલ સંપ્રદાય તેમજ જિન શાસનની મોંઘેરી મૂડી સમાન હતા. સાધ્વી રત્ના પૂ.જયોતિબાઈ મ.સ.,તપસ્વી રત્ના પૂ.સ્મિતાબાઈ મ.સ.,પૂ.જશુબાઈ મ.સ.,પૂ.ઉષાબાઈ મ.સ.આદિ સતિવૃંદ પૂ.હીરાબાઈ મ.સ.ની અવિરત પણે અગ્લાન ભાવે સેવા વૈયાવચ્ચ કર્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.