Abtak Media Google News

મઘ્યમ વર્ગની જરૂરિયાતોને આવરી લેતા લો-કોસ્ટ પ્રોપર્ટીસનું વેચાણ નવી ટોચે પહોંચ્યું

પ્રોપર્ટી ખરીદદારોના અભિપ્રાયને આધારે ઘણા ડેવલપર્સ અને ફાઇનાન્શિયર્સ આ સેગમેન્ટમાં યોજનાઓ ઘડી રહ્યા છે

રિયલ્ટી ડેવલપર્સ હવે એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ પર ધ્યાન વધારી રહ્યા છે. ઘણા ડેવલપર્સ એપાર્ટમેન્ટના માપમાં ફેરફાર કરી માંગના આધારે બજેટ પ્રાઇસ રેન્જમાં વેચાણ કરી રહ્યા છે. વિવિધ પ્રોપર્ટી માર્કેટ્સમાં રિયલ્ટી ડેવલપર્સ એપાર્ટમેન્ટનું સરેરાશ કદ ઓછું કરી ભાવ ઘટાડી રહ્યા છે.

પ્રોપર્ટી માર્કેટમાં પ્રીમિયમ એપાર્ટમેન્ટ્સને બદલે યોગ્ય ભાવે ગ્રાહકની જરૂરિયાત મુજબનાં રહેઠાણ તૈયાર કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. એક ડેટા મુજબ ૨૦૧૭માં ટોચનાં ૭ પ્રોપર્ટી માર્કેટ્સમાં ૪૪ ટકા અથવા ૫૫,૦૦૦ રેસિડેન્શિયલ યુનિટ્સનો ભાવ ₹૪૦ લાખથી નીચે હતો.

કોમ્પેક્ટ અને એફોર્ડેબલ હાઉસિંગનો ટ્રેન્ડ આગામી સમયમાં પણ ચાલુ રહેવાનો અંદાજ છે. અન્ય કેટેગરીની તુલનામાં એફોર્ડેબેલ હાઉસિંગ સેગમેન્ટનું હાલ આકર્ષણ છે. સરકારના ‘૨૦૨૨ સુધીમાં તમામને રહેઠાણ’ના ટાર્ગેટને પૂરો કરવા ડેવલપર્સ અને એફોર્ડેબલ હાઉસિંગના પહેલી વખતના ખરીદદારોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ડેવલપર્સ ગ્રાહકોની જરૂરિયાત પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. તમામ ટોપ-૭ શહેરોમાં એપાર્ટમેન્ટના સરેરાશ કદમાં ઘટાડો સૂચવે છે કે, ડેવલપર્સ રહેઠાણોને પોસાય તેવાં બનાવી રહ્યાં છે. પ્રોપર્ટીના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય ડેવલપર્સ માટે મુશ્કેલ છે.

જોકે, ખરીદદારોની જરૂરિયાત અને ખરીદશક્તિ પ્રમાણે એપાર્ટમેન્ટના કદમાં ઘટાડો કરવો પ્રમાણમાં સહેલો છે. એપાર્ટમેન્ટના કદ અને અન્ય બાબતોમાં ફેરફારને કરીને ગ્રાહકોની જરૂરિયાતો મુજબ પ્રોડક્ટ ઓફર કરી શકાય.

દેશભરમાં પ્રોપર્ટીના ભાવ ૨૦૦૫થી ૨૦૦૮ના ગાળામાં વધ્યા હતા અને તેને લીધે રહેઠાણની ખરીદી મધ્યમવર્ગની પહોંચ બહાર થઈ હતી. હાલના તબક્કે નીચા ધિરાણદર અને મોટા પાયે બાંધકામ છતાં સ્થિતિમાં ખાસ ફેરફાર થયો નથી. મોંઘી જમીન અને અન્ય ચાર્જિસને કારણે મધ્યમવર્ગ માટે મકાનની ખરીદી હજુ પણ મોટો નિર્ણય છે. પ્રોપર્ટી ખરીદદારોના અભિપ્રાયને આધારે ડેવલપર્સ સારો પ્રતિસાદ મેળવવા સ્ટ્રેટેજીમાં ફેરફાર કરી રહ્યા છે.

છેલ્લા એક વર્ષમાં રહેઠાણોના કુલ વેચાણમાં લો-કોસ્ટ અને એફોર્ડેબલ હાઉસિંગનો હિસ્સો ૫૦ ટકા રહ્યો છે. ડેવલપર્સ અને રહેઠાણ ખરીદદારો માટે ઇન્સેન્ટિવ્સ અને રાહતો માગ અને પુરવઠા માટે મહત્ત્વની પુરવાર થઈ છે. સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના દરજ્જાથી એફોર્ડેબલ હાઉસિંગમાં છેલ્લાં કેટલાંક ક્વાર્ટરથી ડેવલપર્સ અને ફાઇનાન્શિયર્સનું આકર્ષણ વધ્યું છે. સરકારનાં પ્રોત્સાહનોને કારણે વધુ ડેવલપર્સ અને પ્રીમિયમ પ્રોજેક્ટ્સ માટે જાણીતી મોટી બ્રાન્ડ્સે પણ એફોર્ડેબલ હાઉસિંગમાં પ્રવેશ કર્યો છે. જ્યારે ઘણા ડેવલપર્સ આ સેગમેન્ટમાં યોજનાઓ ઘડી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.