Abtak Media Google News

અમદાવાદની સાલ એન્જિનિયરીંગ કોલેજમાં સન્માન મેળવતા રાજકોટના મહિલા પ્રોફેસર

ક્ધદ્રની સંસ્થા ઈન્ડિયન સોસાયટી ફોેર ટેકિનકલ એજયુકેશન દ્વારા દર વર્ષે અપાતા પ્રતિષ્ઠિત રિજિયોનલ અવોર્ડસમાં વર્ષ ૨૦૧૯નો બેસ્ટ વૃમન ફેકલ્ટી ઈન ડિગ્રી એન્જિનિરીંગનો એવોર્ડ,અગાઉ આત્મીય યુનિવર્સીટી રાજકોટમાં તથા હાલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં મોબાઈલ કોમ્પ્યુટીંગમાં એસોસિએટ  પ્રોફેસર તરીકે ફરજ બજાવતા રાજકોટના પ્રો.ડો.કોમલ બોરીસાગરને એનાયત કરવામાં આવ્યો છે.આઈ.એસ.ટી.ઈ એટલે કે ઈન્ડિયન સોસાયટી ફોર ટેકિનકલ એજયુકેશનએ માનવ સંશોધર વિકાસ મંત્રાલય,ડિપાર્મેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, એ.આઈ.સી.ટી.ઈ તથા કેન્દ્ર અને રાજય સરકાર માન્ય ટેકિનકલ  સંસ્થાઓ ને સહકાર આપતી સ્વતંત્ર કેન્દ્રવર્તી સંસ્થા છે.આઈ.એસ.ટી.ઈમાં હાલ સમગ્ર ભારતમાં એકલાખ ચોવીસ હાજરથી પણ વધારે લાઈફ મેમ્બર્સ જોડાયેલા છે.આઈ.એસ.ટી.ઈ.દ્વારા દર વર્ષે એન્જિનિરીંગ કોલેજોના ટીચર્સને પ્રોત્સાહન આપવા માટે અલગ-અલગ પાસાઓની ચકાસણી કાર્ય બાદ વિવિધ પ્રકારના એવોર્ડની જાહેરાત કરવામાં આવતી હોય છએ.જેમાં મુખ્યત્વે શિક્ષકો દ્વારા રજુ કરવામાંઆવેલા રિસર્ચ પેપર, શોર્ટટર્મ ટ્રેનિંગ, પ્રોગ્રામ, કોકરીકયુલર અને સ્ટુડન્ટ વેલફેર પ્રવૃતિ,નેશનલ અને ઈન્ટરનેશનલ સેમિનારનું આયોજન,ટેકિનકલ બુક પબ્લિકેશન,એકસપર્ટ લેકચર વગેરે જેવા અનેક પાસાઓ આવરી લેવામાં આવે છે.

Advertisement

આઈ.એસ.ટી.ઈનું સ્ટેટ ફેકલ્ટી ક્ધવેન્શન દરવર્ષે રાજયની અલગ અલગ ટેકિનકલ કોલેજોમાં યોજવામાં આવે છે. જેમાં આ વર્ષે ફેકલ્ટી ક્ધવેન્શન તાજેતરમાં અમદાવાદની સાલ એન્જિનિરીંગ કોલેજ ખાતે યોજાયું હતું સાલ એજ્યુકેશન કેમ્પસમાંના ડાઈરેકટર એન્ડ જી.ટી.યુના ઝોનલ ડીન રૂપેશ વસાણીના હસ્તે ડો.કોમલ બોરીસાગરને એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ જાળતા મહિલા પ્રોફેસરે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.પ્રો.ડો.કોમલ બોરીસાગરને મળેલા બેસ્ટ વૃમન ફેકલ્ટીઈન ડિગ્રી એન્જિનિરાંગ એવોર્ડ બદલ  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર નવીનભાઈ શેઠ, રજિસ્ટ્રાર કે.એન.ખેર,આત્મીય યુનિવર્સિટીના ટ્રસ્ટી ત્યાગવલ્લભ સ્વામી,પ્રિન્સીપાલ જે.ડી.આચાર્ય તથા તમામ શિક્ષકગણે અભિનંદર આપેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.