Abtak Media Google News

સિલીકોન વેલીને આઈટી હબ બનાવવામાં આવશે

રિલાયન્સ જીયો ટેલીકોમ ઈન્ડસ્ટ્રીમાં ઘુમ મચાવી રહ્યું છે. તાજેતરમાં જ તેમણે બીજી વખત જીયો ફોન લોન્ચ કર્યો છે. જીયો કેબલ ઈન્ડસ્ટ્રી અને ટેલીવિઝન ઉધોગમાં પણ પ્રવેશવાનું છે. સૌપ્રથમ ફ્રિ ઈન્ટરનેટ સુવિધા આપી. લોંગ ટર્મ વિઝન સાથે રિલાયન્સ અત્યારે મોંમા પતાસા ખાઈ રહ્યું છે ત્યારે હવે પેઢીની પ્રગતી માટે રિલાયન્સ ૪૦ એકર જમીનમાં ડેટા સેન્ટર સ્થાપવાની તૈયારીઓ કરી રહ્યું છે.

Advertisement

વેસ્ટ બંગાલના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે જણાવ્યું હતું કે, સેટેલાઈટ સીટી કોલકાતામાં સિલીકોન વેલી નજીક ૧૦૦ એકરની જમીનમાં નવું શહેર ઉભું કરવામાં આવશે. જેમાંથી ૪૦ એકરની જમીનમાં જીયો પોતાનું ડેટા સેન્ટર ખોલશે. વધુમાં બેનર્જીએ કહ્યું કે, ફકત રાજયમાં નહીં દેશભરમાં સિલિકોન વેલી ટોચના આઈટી સોલ્યુશનનું હબ બનશે.

આપણું રાજય ટેકો ફ્રેન્ડલી હોવાથી આપણે ઓછામાં ઓછા ખર્ચ સાથે આઈટી ઉધોગની સ્થાપના કરવા સક્ષમ છીએ. આપણા માટે ખુશીની વાત કહેવાય કે રિલાયન્સ ગ્રુપ કોલકાતામાં ડેટા સેન્ટરની શ‚આત કરવા માંગે છે. આયોજનમાં એમેઝોન, ફુઝીસોફટ, પુ‚બીયા આઈટી પાર્ક, મડલા અને સિલીગુડીનું પણ લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.