Abtak Media Google News

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) અને વોલ્ટ ડિઝની કંપની તેમના ઈન્ડિયા મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ઓપરેશન્સને મર્જ કરવાની યોજના સાથે આગળ વધવા માટે બિન-બંધનકર્તા ટર્મ શીટની વિગતોને અંતિમ સ્વરૂપ આપી રહી છે તેવા અહેવાલ સામે આવ્યા છે. આ ડીલ મુકેશ અંબાણીની આગેવાની હેઠળના જૂથને દેશનો સૌથી મોટો મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ બિઝનેસ બનાવી દેશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

રિલાયન્સ અને ડીઝનીનું મર્જર અંતિમ તબક્કામાં: ટૂંક સમયમાં થઇ શકે છે જાહેરાત

આ યોજના હાલમાં આરઆઈએલની વાયકોમ 18ની સ્ટેપ-ડાઉન પેટાકંપની બનાવવાની છે. રિલાયન્સ મર્જ થયેલી કંપનીમાં ઓછામાં ઓછા 51% સાથે મોટા શેરહોલ્ડર બનવાની તૈયારી કરી રહી છે અને બાકીના 49%ની માલિકી ડિઝની પાસે છે, તેવું આ બાબતો સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું છે. બંને કંપનીઓના વ્યવસાયોને સમાન કદના વ્યવસાયો તરીકે ગણવામાં આવે છે, તેથી આરઆઈએલ નિયંત્રિત હિસ્સા માટે રોકડ ચૂકવે તેવી શક્યતા છે.

બંને પક્ષો તાત્કાલિક મૂડી રોકાણ તરીકે રોકડ ઇન્જેક્ટ કરવા માટે વ્યવસાય યોજના પર પણ વાટાઘાટ કરી રહ્યા છે, જે સંભવિત 1.5 બિલિયન ડોલરની આસપાસ રહેશે.  બોર્ડમાં રિલાયન્સ અને ડિઝની તરફથી ઓછામાં ઓછા બે ડિરેક્ટરોની સમાન પ્રતિનિધિત્વની અપેક્ષા છે. ઉદય શંકરની આગેવાની હેઠળના બોધિ ટ્રી 15.97% હિસ્સા સાથે રિલાયન્સ પછી વાયકોમ 18માં બીજા સૌથી મોટા શેરહોલ્ડર સીટ મેળવે તેવી શક્યતા છે. ઓછામાં ઓછા બે સ્વતંત્ર નિર્દેશકોની વિચારણા કરવામાં આવી રહી છે.

આ ડીલ માટે અંબાણી જૂથના મુખ્ય સલાહકાર મુકેશભાઈ મોદી એમ એન્ડ એ ટીમ સાથે આરઆઈએલ માટે વાટાઘાટો આગળ ધપાવી રહ્યા છે. ટર્મ શીટ પર હસ્તાક્ષર કરતા પહેલા બંને પક્ષો વચ્ચે એક બેઠક યોજાનાર છે જેના પછી બંનેએ વિલીનીકરણની જાહેરાત કરવા માટે ઝડપી સમયરેખા પર જવાની અપેક્ષા છે. સંભવત: જાન્યુઆરીના અંત સુધીમાં આ ડીલની જાહેરાત કરી દેવામાં આવશે તેવું હાલના સંજોગોમાં લાગી રહ્યું છે.

આ ડીલ મર્જર હશે એટલે તેણે સંપાદનનું સ્વરૂપ આપી શકાશે નહીં પરંતુ આ ડીલ સમાન શેરહોલિ્ંડગ સાથે નહીં થાય. બંને પક્ષો એક બીજાને રોકડમાં ખરીદવાને બદલે ઇક્વિટી મૂકશે જેથી જુનિયર શેરધારક પાસે પણ અધિકારો હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.