Abtak Media Google News

શું છે જિયો સમર સરપ્રાઇઝ ઓફર….

રીલાયન્સ લિમિટેડના એમ ડી મુકેશ અંબાણીએ જિયોના ગ્રાહકોને જણાવ્યુ કે આવનારા થોડા જ સપ્તાહ માં કંપની ની સર્વિસીસની ગુણવત્તામાં સુધારો જોવા મળશે. તેમણે કહ્યું કે આવનારા મહિનામાં કંપનીના નેટવર્કની સંખ્યા બમણી થઇ જશે. શુક્રવારના રોજ 31મી માર્ચના રોજ અંબાણીએ ‘પ્રીમિયમ મેમ્બરશીપ’ની સમય મર્યાદા 15 દિવસ વધારી દીધી અને આ દરમ્યાન મેમ્બરશીપ લેનાર ગ્રાહકોને ત્રણ મહિના ફ્રી સર્વિસ આપવાની જાહેરાત કરી.

આ દરમ્યાન અંબાણીએ કહ્યું કે જિયોએ એક લાખ મોબાઈલ ટાવર્સની સાથે દુનિયાનું સૌથી મોટું 4G LTE વાયરલેસ બ્રોડબેન્ડ નેટવર્કનું ગ્રીનફીલ્ડ તૈયાર કર્યું છે

જિયોના ખરાબ નેટવર્કની ફરિયાદ કરતાં ગ્રાહકોની અંબાણીએ ચિંતા દૂર કરવાની કોશિષ કરી છે. અંબાણીએ કહ્યું કે હું સારી રીતે જાણું છું કે કેટલાંક વિસ્તારોમાં અમારા નેટવર્કમાં સમસ્યા છે. આથી નેટવર્કના વિસ્તરણ પર પૈસા ખર્ચ કરાઈ રહ્યાં છે. આવનારા થોડાંક સપ્તાહમાં જ તમને સર્વિસ ક્વોલિટીમાં સુધારો જોવા મળશે. તેમણે જિયોની માત્ર સારી ક્વોલિટી જ નહીં પરંતુ સસ્તી સર્વિસીસ પૂરી પાડવાની વાતને પણ ફરી કહી. તેમણે કહ્યું, ‘હું વચન આપું છું કે જિયો તમને શ્રેષ્ઠ ક્વોલિટી અને દુનિયાની સૌથી સસ્તી ડેટા અને વોઇસ સર્વિસીસ ઉપલબ્ધ કરાવા માટે સતત પગલાં ઉઠાવતી રહેશે.’

જિયોએ માહિતી આપતા કહ્યું કે દરેક જિયો પ્રાઇમ મેમ્બર જેને 303 રૂપિયા કે તેનાથી વધુના પ્લાનનું રિચાર્જ કરાવ્યું છે તેમને 3 મહિનાની ફ્રી સર્વિસ મળશે. તેનો મતલબ જે લોકો જિયો પ્રાઈમના સભ્ય નથી બન્યા તેઓ 99 રૂપિયા અને જિયોના 303 રૂપિયા એટલે કે કોઇ બીજા પ્લાનની પહેલી ખરીદીની સાથે તેઓ સભ્યતા પ્રાપ્ત કરી શકે છે.

આવા ગ્રાહકોનો પેડ સર્વિસ પ્લાન જૂલાઈથી જ શરૂ થશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.