Abtak Media Google News

દિવાળી અપર રિલાન્સ જીઓ એ પોતાના ગ્રાહકો માટે ખાસ ઓફર લઈને આવી રહ્યું છે. હાલમાં જ 149 રૂપિયાના અનલિમિટેડ ડેટા પ્લાન આપ્યા બાદ જીઓ ફરીથી પોતાના ગ્રાહક માટે ખાસ ધમાકા ઓફર લઈને આવી રહ્યું છે. આ નવા પ્લાન માં ગ્રાહકોને 399 રૂપિયાના રિચાર્જ કરાવા પર 100% કેશબેક મળશે. જીઓની આ ઓફર દિવાળી ધન ધના ધન ઓફર છે. રિલાન્સ જીઓની આ ઓફર 12 ઓક્ટોમ્બર થી લઈ 18 ઓક્ટોમ્બર સુધી માન્ય રહશે.

ગ્રાહકોને કંપની તરફથી આપવામાં આવેલું કેશબેક વાઉચરના રૂપમાં મળશે. જેને તમે રિચાર્જ કરતાં સમયે ઉપયોગ કરી શકશો. એક વેબસાઇટમાં પ્રકાશિત ન્યૂઝ પ્રમાણે આ ઓફરની વચ્ચે રિચાર્જ કર્વનર ગ્રાહકને 50 રૂપિયાના 8 વાઉચર મળશે. આ વાઉચરનો ઉપયોગ ગ્રાહક ભવિષ્યમાં કરી શકશે.

આ ઓફર સાથે તેમાં એ શર્ત છે કે ગ્રાહક આ વાઉચરનો ઉપયોગ એક જ વાર કરી શકશે. આ વાઉચરનો ઉપયોગ ગ્રાહક 15 નવેમ્બર પછી જ આકરી શકશે. એટ્લે કે ભવિષ્યમાં તમે 309 રૂપિયાનું રિચાર્જ કરવો તો તે સમયે તમારે 50 રૂપિયાના વાઉચર સાથે 259 રૂપિયા આપવાના રહશે. આ ઓફર માય જીઓ એપ,જીઓ વેબસાઇટ,જીઓ સ્ટોર્સ,રિલાન્સ ડિઝિટલ સ્ટોર પર પણ ઉપલબ્ધ છે.

બજારમાં ટેલિકોમ કંપનીઓમાં ગ્રાહકને પોતાના તરફ આકર્ષિત કરવા માટે જબરદસ્ત જંગ ચાલી રહી છે. થોડા સમય પહેલા જ એરટેલ એ પણ 1399 રૂપિયામાં 4G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.