Abtak Media Google News

વર્ષે ૩૬ની જગ્યાએ ૧૨ રીટર્ન ભરવાના રહેશે

જીએસટી કાઉન્સીલ લેશે અંતિમ નિર્ણય

કરદાતાઓને જીએસટી રીટર્ન ભરવામાં નાણા મંત્રાલયે રાહત આપી છે. હવે દર મહિને ત્રણની જગ્યાએ ૧ જીએસટી રીટર્ની સરકાર ચલાવી લેશે. નાણા મંત્રાલયના આ નિર્ણયી વર્ષે ૩૬ની જગ્યાએ હવે ૧૨ રીટર્ન ભરવાના જ રહેશે.

Advertisement

કરદાતાઓની સમસ્યાઓને ધ્યાને રાખી જીએસટી રીટર્નના નિયમો હળવા કરવા નાણા મંત્રાલયે આ નિર્ણય લીધો છે.

જીએસટીમાં દર મહિને જરૂરી ૩ રીટર્નને ભેગા કરી માત્ર એક જ રીટર્ન ભરવાની સુવિધા આપવામાં આવી છે.

જીએસટી કાઉન્સીલમાં આ મુસદો મોકલવામાં આવશે. કાઉન્સીલ આ મામલે પોતાની બેઠકમાં વિચાર વિમર્શ કરશે.

નાણા મંત્રાલયના નિર્ણયના પરિણામે લાખો કરદાતાઓ માટે જીએસટીની અમલવારી સરળ રહઈ જશે.

અગાઉ વડાપ્રધાન મોદીએ જીએસટી રીટર્ન એક જ ભરવાની વાતને તરફેણ કરી હતી. પરંતુ ડેટા મીસમેચ થવાના દાવાના કારણે આ વાત અડધી રહી ગઈ હતી.

જો કે, હવે મહિને એક જ રીટર્ન ભરવાના નિયમમાં ડેટા મેચીંગ જેવી જરૂરીયાતો યાવત રખાય તેવી શકયતા છે.

દર પાંચ દિવસે એક રીટર્નની જરૂરીયાતને પગલે કરદાતાઓ ખૂબજ પરેશાન તાં હોવાી હવે વર્ષે ૧૨ રીટર્ન જ ભરવાના રહેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.