Abtak Media Google News

રેપો રેટ 6.50 ટકા યથાવત: લોન મોંધી નહીં થાય

મઘ્યમ વર્ગીય પરિવાર માટે મોટી રાહત આપતા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટમાં કોઇપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. વ્યાજદરોમાં વધારો ન કરાતા હવે હોમ લોન સહિતની લોન મોંધી નહી થાય.

Advertisement

આજે આરબીઆઇની એક બેઠક મળી હતી અગાઉ એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે રિઝર્વ બેન્ક દ્વારા વધુ એક વખત રેપો રેટમાં 0.25 બેસીસ પોઇન્ટનો વધારો કરવમાં આવશે. વ્યાજદરોમાં સતત વધારો થવાના કારણે હોમ લોન સહિતની તમામ લોન મોંધી થઇ છે. જો રેપો રેટમાં વધારો કરવામાં આવે તો લોન વધુ મોંધી થઇ છે. દરમિયાન આજે રિઝર્વ બેન્કના ગવર્નર શકિતકાંતદાસે મઘ્યમ વર્ગીય જનતાને રાહત આપી છે. રેપો રેટમાં કોઇ જ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી હાલ રેપો રેટ જે 6.50 ટકા છે. તેને યથાવત રાખવામાં આવ્યો છે. એકપણ પ્રકારના દરમાં વધારો કરવામાં આવ્યો નથી જેનાથી મઘ્યમ પરિવારોને  મોટી રાહત મળી છે.

અમેરિકા ફેડરેલ બેન્ક દ્વારા છેલ્લા ઘણા સમયથી વ્યાજના દરોમાં સતત વધારો કરવામાં આવતો હોવાના કારણે ભારતમાં થતા આરબીઆઇ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આજે આરબીઆઇની બેઠકમાં રેપો રેટમાં વધારો કરવામાં આવે તેવી સંભાવના જણાતી હતી. જો કે રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટ 6.50 ટકા યથાવત રાખવામાં આવ્યો છે. જેના કારણે હોમ લોનના હપ્તામાં કોઇ જ પ્રકારનો વધારો થશે નહી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.