Abtak Media Google News

મોદીમંત્ર 2: આતંકવાદ પર તૂટી પડવા સરકાર સજ્જ

ફકત 8 માસમાં 300 જેટલાં રીઢા ગેંગસ્ટરની ધરપકડ: મિલકતો સીઝ અને એકાઉન્ટ ફ્રીઝ કરી આતંકવાદીઓની આર્થિક કમર તોડી નખાઈ

દેશભરમાંથી આતંકવાદને નેસ્ત નાબૂદ કરવા મોદી સરકારે કમર કસી હોય તેવી રીતે આતંકને પોષતું અને પનાહ આપતી તમામ બાબતો પર ધોશ બોલાવવામાં આવી રહી છે. વર્ષ 2024 લોકસભાની ચૂંટણી ફકત બે મુદ્દા પર લડાવા જઈ રહી છેમ જેમાં અર્થતંત્ર અને આતંકવાદ લનો સમાવેશ થાય છે. ત્યારે એક બાજુ ભારતનું અર્થતંત્ર ટનાટન આગળ વધી રહ્યું છે અને બીજી બાજુ સતત આતંકવાદ પર ધોશ બોલાવવામાં આવી રહી છે.

Advertisement

ત્યારે આતંકના ખાત્મા અંગે વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહના આદેશ બાદ તેમની સીધી દેખરેખ હેઠળ અંદાજિત 300 જેટલાં શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. ભારત અને વિદેશમાં સ્થિત ગુનાહિત ટોળકી, આતંકવાદીઓ અને ડ્રગ તસ્કરો વચ્ચેની સાંઠગાંઠ પર છેલ્લા 8-9 મહિનામાં સતત મલ્ટિ-એજન્સી ક્રેકડાઉનના પરિણામે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે.  આ સિન્ડિકેટના 300 સભ્યોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે જયારે 48થી વધુ મિલકતો જપ્ત અથવા ફ્રીઝ કરવામાં આવી છે. એકે -47, યુબીજીએલ અને હેન્ડ ગ્રેનેડ સહિતના હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે તેમજ ડ્રગ્સના કાળા કારોબાર પર દોષ બોલાવવામાં આવી છે.

અમિતભાઇ શાહ દ્વારા પ્રથમ સમીક્ષા બેઠક દરમિયાન તેમણે ભારતમાં અથવા વિદેશમાં છુપાવવાનો પ્રયાસ કરી રહેલા સંગઠિત ગુનેગારો અને આતંકવાદીઓનો કાયદેસર રીતે પીછો કરવા માટે વિશેષ એકમોને સૂચના આપી હતી. ત્યારથી દિલ્હી પોલીસે 51 ગુનેગારોની ધરપકડ કરી છે.  એક અધિકારીએ જણાવ્યું હતું કે, અનેક મોટી ગેંગોની કમર તોડી નાખવામાં આવી છે. જેમાં વિદેશ સ્થિત હરવિંદર સિંઘ સંધુ ઉર્ફે રિંડા, લખબીર સિંહ લાંડા અને અર્શદીપ દલ્લાનો પણ સમાવેશ થાય છે.

ભારતમાં સંગઠિત ગુનાખોરીનો અંત લાવવાના વડાપ્રધાન મોદીના વિઝનના ભાગરૂપે તમામ કાયદા અમલીકરણ અને તપાસ એજન્સીઓને શાહના નિર્દેશો મુજબ, એનઆઈએ ઓગસ્ટ 2022માં આતંકી-ગેંગસ્ટર-ડ્રગ નેટવર્કને તોડી પાડવા માટે ત્રણ કેસ નોંધ્યા હતા.  તપાસમાં સંગઠિત ગુનાહિત સિન્ડિકેટના સભ્યો, ડ્રગ સ્મગલર્સ અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ, ખાલિસ્તાન ટાઈગર ફોર્સ અને અન્ય ખાલિસ્તાની તરફી જૂથો જેવા સંગઠનોના આતંકવાદી ઓપરેટિવ્સ વચ્ચે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કનેક્શનનો પર્દાફાશ થયો છે, જેઓ ભારત અને વિદેશથી કાર્યરત છે.

એનઆઈએની તપાસ દરમિયાન સાત રાજ્યોમાં પાંચ રાઉન્ડમાં લગભગ 200 સ્થાનો અને છુપાયેલા સ્થળો પર દરોડા અને શોધ હાથ ધરવામાં આવી હતી, જેમાં આગામી દિવસોમાં વધુ સર્ચ કરવાની યોજના છે. દરમિયાન 27 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી, 13 મિલકતો જપ્ત કરવામાં આવી હતી, 95 બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને 20 લુક આઉટ સર્ક્યુલર અને 24 બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.