Abtak Media Google News

રાજયભરમાં આજે કોલ્ડવેવની અસર ઓછી થતાની સાથે જ ઠંડીનું જોશ ઘટી ગયું હતું. આગામી ચારથી પાંચ દિવસ તાપમાનનો પારો ઉંચો રહેશે. દરમિયાન આગામી રપમી જાન્યુઆરીથી ફરી કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ આવે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં કચ્છના નલીયા અને અમરેલીને બાદ કરતા આજે મોટા ભાગના શહેરોમાં તાપમાન ડબલ ડિજિટમાં પહોંચી જવાના કારણે લોકોએ રાહત અનુભવી હતી. બર્ફીલા પવનના સુસવાટાના કારણે વાતાવરણ હજી ઠંડુગાર છે. નલીયાનું લધુતમ તાપમાન આજે 7.2 ડિગ્રી સેલ્સીયસે પહોંચી જવા પામ્યું છે. કાતિલ ઠંડીના કારણે આજથી શળાનો સમય મોડો કરી દેવામાં આવ્યો છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. જમ્મુ-કાશ્મીર સહિત ઉતર ભારતના પ્રહાડી રાજયોમાં સતત પડી રહેલી હિમ વર્ષાના કારણે આગામી રપમી જાન્યુઆરી બાદ રાજયમાં ઠંડીનો નવો રાઉન્ડ આવશે. ર4 થી ર7 જાન્યુઆરી દરમિયાન પહાડી રાજયોમાં ભારે બફર વર્ષાની આગાહી આપવામાં આવી છે આજે કચ્છના નલીયા અને અમરેલી બાદ કરતા રાજયના મોટાભાગના શહેરોમાં લધુતમ તાપમાનનો પારો આજે પારો 1 ડિગ્રી ઉંચકાયો હતો. આજે રાજકોટનું લધુતમ તાપમાન 11.9 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 50 ટકા અને પવનની સરેરાશ  ઝડપ 8 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. સવારે 8.30 કલાકે તાપમાન 16.2 ડિગ્રીએ પહોંચી જવા પામ્યું હતું.

બર્ફિલા પવનના કારણે દિવસ દરમિયાન ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી સ્થિતિ રહેવા પામી હતી.જુનાગઢ શહેરનું લધુતમ તાપમાન આજે 10 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 75 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક 2.7 કી.મી. રહેવા પામી હતી. ગીરનાર પર્વત પર લધુતમ તાપમાન 5 ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતું. આ ઉપરાંત અમદાવાદનું લધુતમ તાપમાન 13.4 ડિગ્રી, અમરેલીનું તાપમાન 9.3 ડિગ્રી, વડોદરાનું તાપમાન 12.6 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 12 ડિગ્રી, ભુજનું તાપમાન 11.7 ડિગ્રી, દમણનું તાપમાન 15 ડિગ્રી, ડિસાનું તાપમાન 10.7 ડિગ્રી, દિવનું તાપમાન 11.3 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 10.9 ડિગ્રી, સેલવાસનું તાપમાન 13.8 ડિગ્રી અને વેરાવળનું તાપમાન 15.4 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. મોટાભાગના શહેરોમાં લધુતમ તાપમાન ડબલ ડિજિટમાં પહોંચી જવાના કારણે લોકોને હાડ થીજાવતી ઠંંડીમાંથી રાહત મળી છે.કાતિલ ઠંડીના કારણે રાજકોટમાં આજથી તમામ શાળાઓનો સમય સવારે 8 વાગ્યાાનો કરી નાખવામાં આવ્યો છે. આ ઉપરાંત વિઘાર્થીઓને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે કોઇપણ સ્વેટર કે જેકેટ પહેરવા પણ છુટ છાટ આપવામાં આવી છે. આવતા સપ્તાહથી ગાત્રલ થીજાવતી ઠંડીનો નવો રાઉન્ડ આવશે. ફેબ્રુઆરી માસમાં પણ બર્ફિલા પવનના કારણે ઠંડી યથાવત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.