Abtak Media Google News

અબતક, રાજકોટ

ઉત્તર ભારતના રાજયોમાં ગઇકાલથી શરૂ થયેલી હિમવર્ષા અને ઉત્તર-પૂર્વના ફૂંકાતા  સૂકા પવનોના કારણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં ઠંડીનું જોર વધશે આજે રાજકોટમાં લધુતમ તાપમાનનો પારો અઢી ડીગ્રી સુધી નીચો પટકાતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો વહેલી સવારે અને મોડી રાતે ગરમ વસ્ત્રો ધારણ કરવા પડે તેવી ઠંડી પડી રહી છે. જયારે બપોરે પંખા કે એસી ચાલુ રાખવા પડે છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર જમ્મુ-કાશ્મીર સહિત ઉતર ભારતના પહાડીય રાજયોમાં ગઇકાલથી હિમ વર્ષા પડવાની શરુઆત થઇ ચૂકી છે. આ ઉપરાંત હાલ ગુજરાત તરફ ઉત્તર પૂર્વના સુકા પવનો ફુંકાઇ રહ્યા છે જેના કારણે આગામી દિવસોમાં રાજયમાં ઠંડીનું જોર વધશે.

રાજકોટમાં લધુમત તાપમાનનો પારો 2.4 ડીગ્રી સુધી નીચો પટકાયો: સૌરાષ્ટ્રભરમાં ઠંડીનુ: જોર વઘ્યું

આજે રાજકોટનું લધુતમ તાપમાન 15.7 ડીગ્રી સેકસીયસ નોંધાયું હતું. ગઇકાલે લધુતમ તાપમાનનો પારો 18.1 ડીગ્રી રહેવા પામ્યું હતું. આજે પારો અઢી ડીગ્રી સુધી નીચો પટકાતા ઠંડીનું જોર વધું છે. આગામી બે થી ત્રણ દિવસમાં હજી પારો ર થી લઇ ચાર ડીગ્રી સુધી નીચો પટકાશે જેના કારણે કડકડતી ઠંડી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.