Abtak Media Google News

વેપારીઓની રજુઆત બાદ મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ સહિતનાં પદાધિકારીઓએ અને અધિકારીઓએ લીધી સ્થળ મુલાકાત: જરૂર પડશે તો વેપારીઓને  જયુબિલી શાકમાર્કેટમાં થોડા સમય માટે શીફટ કરાશે

મહાપાલિકા દ્વારા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં જર્જરીત અને ભયગ્રસ્ત એવી મિલકતોને નોટીસ ફટકારવામાં આવી છે. શહેરનાં વોર્ડ નં.૭માં ૮૬ વર્ષ જુની લાખાજીરાજ શાકમાર્કેટમાં આવેલી ૪ દુકાન, ૨૧ વખાર અને ૧૦૬ થડાઓને તાજેતરમાં નોટીસ ફટકારવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી જગ્યા ખાલી કરવા તાકિદ કરાઈ હતી જે સંદર્ભે ગઈકાલે વેપારીઓ દ્વારા મેયર બીનાબેન આચાર્ય સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. આજે પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સ્થળ વિઝીટ કરાયા બાદ એવી જાહેરાત કરવામાં આવી છે કે, લાખાજીરાજ શાકમાર્કેટ ખાલી કરાવવામાં આવશે નહીં. જર્જરીત વિસ્તારનું રીનોવેશન કરી આપવામાં આવશે. જ‚રપડશેતોવેપારીઓનેજયુબેલીશાકમાર્કેટખાતેશીફટકરવામાંઆવશે.

આજે સવારે મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષનાં દંડક અજયભાઈ પરમાર, બાંધકામ સમિતિનાં ચેરમેન મનિષ રાડિયા, સીટી એન્જીનીયર એમ.આર.કામલીયા, આસીસ્ટન્ટ કમિશનર એસ.કે.કગથરા અને સ્ટ્રકચર એન્જીનીયર સહિતનાઓએ વોર્ડ નં.૭માં ધર્મેન્દ્ર રોડ પર આવેલી લાખાજીરાજ શાકમાર્કેટની મુલાકાત લીધી હતી.

મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, આ લાખાજીરાજ શાકમાર્કેટ ૧૯૩૪માં બનાવવામાં આવેલી છે જેમાં ૪ દુકાન, ૨૧ વખાર અને અંદરનાં ભાગે ૭૬ થડા અને બહારનાં ભાગે ૩૦ થડા આવેલા છે. આશરે ૮૬ વર્ષ જુની આ શાકમાર્કેટમાં અમુક વખાર ઉપરનાં નળીયા અને ગડરો ભયજનક થઈ ગયા હોવાનાં કારણે ચોમાસાની સિઝનમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે કોર્પોરેશન દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી દરમિયાન વેપારીઓ દ્વારા ગઈકાલે એવા મતલબની રજુઆત કરાઈ હતી કે લોકડાઉન ખુલ્યાનાં થોડો સમય થયો છે અને હજી ધંધા-રોજગાર વ્યવસ્થિત શ‚પણનથીથયા. આવામાંતેઓનીરોજગારીનછીનવાય તે માટે શાકમાર્કેટ ખાલી કરાવવાના બદલે રીપેરીંગ કરાવી દેવામાં આવે જેના સંદર્ભે આજે સ્થળ વિઝીટ કરવામાં આવી હતી. શાકમાર્કેટમાં મહાપાલિકા હસ્તકની એક વખારનું ડિમોલીશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જયારે વેપારીઓનાં ધંધા-રોજગાર બંધ ન રહે તેને ધ્યાનમાં રાખી જ‚રી રીનોવેશન કરવા માટે એન્જીનીયર અને સ્ટ્રકચર એન્જીનીયરને છુટછાટ આપવામાં આવી છે જો જ‚રૂર જણાશે તો વેપારીઓને થોડો સમય માટે જયુબેલી શાકમાર્કેટમાં પણ શીફટ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.