Abtak Media Google News

જૈન ધર્મના તત્વજ્ઞાનની સરળ ભાષામાં સમજ આપતું ‘૩પ બોલ’ પુસ્તકનું વિમોચન

બાળકથી માંડી સૌ કોઇ તત્વજ્ઞાનને સરળતાથી સમજી શકે તેવું પુસ્તકમાં કરાયું છે વર્ણન: પુસ્તકમાં ખુબ જ સુંદર પીકચરાઇઝેશન

જૈન ધર્મનું તત્વજ્ઞાન આમ જનતાને સામાન્ય લોકોને સમજવુ ઘણું જ ડીફીકલ્ય હોય છે ત્યારે નાના બાળકથી માંડી સૌ કોઇ તત્વાજ્ઞાનને સરળ ભાષામાં જાણી શકે, સમજી શકે તે માટે ૩પ બોલ પુસ્તકનું વિમોચન કરાયું છે.સંપૂર્ણ પુસ્તક વાંચવાથી તત્વજ્ઞાનનું તમામ નોલેજ જાણી શકાશે.

પુસ્તકમાં કરેલા પીકચરાઇઝેશનથી વ્યકિતને આઇડીયા આવી શકે કે તત્વજ્ઞાનમાં શું હતું આ બુકના નિર્માણમાં લગભગ એકાદ વર્ષ જેટલો સમય લાગ્યો છે. સૌ પ્રથમ આ પુસ્તકમાં પીકચરાઇઝેશન કરાયું છે.

ઋષભદેવ સ્થા. જૈન સંઘ, રાજકોટના આંગણે ગોંડલ સંપ્રદાયના ગોરવવંતા ગુરુભગવંત ચારિત્રનિષ્ઠ બા.બ્ર. પુજય રાજેશમુનિ મહારાજસાહેબ  આદિ સંતો તથા પૂજયના આજ્ઞાનુવર્તી મહાસતીજી ભગવંતો શેષકાળનો લાભ આપી રહ્યા છે.

ગત રવિવારે સવારે વ્યાખ્યાન, યુવક મંડળ ના સ્વાઘ્યાય બાદ શ્રી ગોંડલ સંપ્રદાય સ્થાનકવાસી જૈન સિઘ્ધાંત સરક્ષક સમીતી દ્વારા પ્રકાશીત ગોંડલ ગચ્છ ગૌરવ ધાર્મિક મેગેઝીનના ૯માં ભેટ પુસ્તક રુપે જૈન ધર્મના પ્રાથમીક તત્વજ્ઞાનની સમજણ આપતું ૩૫ બોલ પુસ્તકનું વિમોચન સમીતીના પ્રમુખ રમેશભાઇ દુર્લભજીભાઇ વિરાણી તથા શ્રુતજ્ઞાન સહયોગીઓના હસ્તે કરવામાં આવેલ.૩પ બોલ પુસ્તકમાં વિવિધ આગમોના મુખ્ય મુખ્ય ભાવોને ખુબ જ સરળ ભાષામાં ચિત્રાંકિત કરીને મલ્ટીકલર પ્રિન્ટીંગ સાથે નાના મોટા તથા જૈન-જૈનેતરને ઘણું જાણવા મળે રસ પડે અને તત્વજ્ઞાનમાં વૃઘ્ધિ થાય તે આશયથી બનાવેલ છે.

આ પ્રેસનોટનું કટીંગ સાથે લાવનારને મુળ કિંમત રૂ ૧૦૦ નું ૩પ બોલનું પુસ્તક રૂ ૨૫ માં મળશે.૩પ બોલનું આ પુસ્તક મેળવવા માટે અને ગોંડલ ગચ્છ ગૌરવ મેગેઝીનના સભ્ય બનવા માટે જય નિર્મળ જૈન સેન્ટર ૧, તિરુપતિનગર નિર્મલા કોન્વેન્ટ રાજકોટ-૭ અથવા દિપકભાઇ કોઠારી (મો. નં. ૯૪૦૯૩ ૮૨૫૪૨) નો સંપર્ક સાધવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.