Abtak Media Google News

 

આઇએમઇઆઇ નંબરના આધારે ચોરાયેલો મોબાઇલ શોધવાની ટેકનીકલ બાબતને પોતાની સફળતા ગણાવતા સાઇબર સેલના સ્ટાફ મોબાઇલ ચોરનાર સામે કાર્યવાહી ન કરી ક્રાઇમ રેટ ધટાડવાની સાથે તસ્કર પાસેથી મોટી રકમ ખંખેરવાનું ષડયંત્ર ?

શહેરમાં સાયબર ક્રાઇમના ગુનાહનું ભેટ ઉકેલવા કાર્યરત કરાયેલા સાયબર સેલ દ્વારા ઓનલાઇન અને નેટ બેકીંગની સિસ્ટમમાં ચેડા કરી કોમ્પ્યુટર ભેજાબાજો દ્વારા આચરવામાં આવતા સાયબર ક્રાઇમને અટકાવાનાં બદલે સાયબર સેલનો સ્ટાફ ચોરાયેલા મોબાઇલને રેકોર્ડ ઉપર ગુમ બતાવી રોકડીનું શેટીંગ ચલાવામાં આવતું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મોબાઇલ તફડાવનાર તસ્કર પાસેથી રોકડી કરી ચોરીનો ગુનો ન નોંધી મોબાઇલ માલીકને મોબાઇલ પરત આથી તેને પાસેથી પણ બક્ષીસ પેટે અમુક રકમ અમુક રકમ પડાવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. સાયબર સેલનાં ભેજાબાજ સ્ટાફને બેધારી શેટીંગની કરામત છેલ્લા કેટલાક સમયથી ખુલ્લી પડી છે.

દેશ કોમ્પ્યુટરાઇઝ સાથે ડીઝીટલ બનતા કોમ્પ્યુટરના ભેજાબાજો બેન્ક એકાઉન્ટ હેક કરી વિદેશીમાં બેસીને પણ ઓનલાઇન ટ્રાન્ઝેકશન કરી સાયબર ક્રાઇમના ગુનાહ આચરતા હોવાથી સાયબર ક્રાઇમના ગુનાનો ભેદ ઉકેલી ઓનલાઇન થતી છેતરપીંડીઓની ધટના અટકાવવા

સાયબર સેલની રચના કરી કોમ્પ્યુટર એકસપર્ટ પોલીસ સ્ટાફને સાયબર પોલીસ મથકમાં નિમણુંક આપવામાં આવી છે. સાયબર સેલમાં ફરજ બજાવતાં સ્ટાફ સાયબર ક્રાંઇમના ગુનાહની તપાસ કરવાનું સાઇડ લાઇન કરી છેલ્લા કેટલાક સમયથી મોબાઇલ શોધવાની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે.

સાયબર સેલના સ્ટાફ ચોરાયેલા મોબાઇલની અરજીના સ્વરુપમાં ચૌહાણ પ્રકાશના ફોર્મેટમાં ફોર્મ ભરાવી મોબાઇલના ઇ.એમ.આઇ. નંબરના આધારે ચોરાયેલો મોબાઇલ કોની પાસે છે અને તેમાં હાલ કઇ કંપનીનું સીમ કાર્ડ છે તેમજ તેનું હાલ પરફેકટ લોકેશન મેળવી ચોરાયેલો મોબાઇલ સાથે ઝડપાયેલા તસ્કરનેદ ઝડપી લેવામાં સફળ રહે છે. ચોરાયેલા મોબાઇલ સાથે ઝડપાયેલા તસ્કરને ચોરીના ગુનામાં કાર્યવાહી ન કરવાના બદલામાં મોટી રકમ પડાવવામાં આવતી હોવાનું કહેવાય છે.

તસ્કર પાસે મોબાઇલ કયાંથી આવ્યો અને ગુનો ન નોંધી ચોરીની ધટનાને બકિંગ કરી સાયબર સેલનો સ્ટાફ જ પોતાના અંગત કાયદા માટે મોબાઇલ ચોરને કોઇ કાર્યવાહી કર્યા વિના બાયઇજજતબરી કરતા હોવાથી આવા શખ્સો સાયબર સેલના સ્ટાફની રોકડી કરવાની મેન્ટાલીટી જાણી ગયા હોય તેમ તેઓ ફરી મોબાઇલ ચોરી લેતા હોય છે. સાયબર સેલનો સ્ટાફ સરેરાશ બે થી ત્રણ માસના અંતે ૧૦૦ થી ૧૫૦ જેટલા મોબાઇલ શોધી મોબાઇલ માલિકને પરત આપ્યાની ડંફાસ મારતા હોય છે.

ઝડપાયેલા મોબાઇલ ચોર પાસેથી એક સાથે દસ કે તેથી વધુ મોબાઇલ મળી આવતા હોય છે અને જેમાના અમુક મોબાઇલ શોધનાર સાયબર સેલનો સ્ટાફ પોતાના ઉપયોગમાં રાખી લેતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મોબાઇલ શોધી આપ્યાની મોબાઇલ માલીકને જાણ કરી સાયબર સેલ પોલીસ મથકે બોલાવી મોબાઇલ સોંપતાની સાથે જ પોતાને ખુશ કરવાની નાખણી કરી અરજદારોને પણ ખંખેરવાનું સાયબર સેલમાં ષડયંત્ર ચાલતુ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

સાયબર સેલમાં ફરીયાદી અને આરોપીઓ બન્નેને ખુશ કરવાના નવતર શેટીંગ સાથે ચાલતા રોકડીના વહીવટ સામે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ આંખ આડે કાન કરવામાં આવતા હોવાનું જાણકારો કહી રહ્યા છે. મોબાઇલ શોધવાનું ઇ.એમ.આઇ. નંબરના આધારે મોબાઇલ કંપનીઓ દ્વારા જ કરવામાં આવે છે અને ચોરાયેલા મોબાઇલનું પરફેકટ લોકેશન પણ મોબાઇલ ટાવર નેટવર્કના આધારે જ સાયબર સેલનાં સ્ટાફને માહીતી પુરી પાડવામાં આવતી હોવા છતાં સાયબર સેલનો સ્ટાફ પોતે સાયબર ક્રાંઇમના ગુનાનો ભેદ ઉકેલવામાં એકસપર્ટ હોય તેમ દર બે મહીને પત્રકાર પરિષદ યોજી કરોડો ‚પિયાના કિંમતના મોબાઇલ શોધી કાઢયાની ડંફાસ મારી પોતાના આર્થિક ફાયદા સાથે સાથે પોતાની વાહ… વાહ… મેળવાનું ચુકતા નથી.

મોબાઇલની ચીલઝડપ, સોનાનો ચેઇનની ચીલઝડપ, બંધ મકાન અને દુકાનોને તાળા તોડી તસ્કરો ચોરી કરી રહ્યા હોવા છતાં શહેર પોલીસ દ્વારા ક્રાંઇમ રેટ ઓછો બતાવવાના એકમાત્ર ઉદેશ સાથે મિલકત વિરોધનો ગુનો ન નોંધી શહેરમાં સબ-સલામત હોવાની ખોટી ડંફાસો મારી પોતાને કયા પ્રકારના ગુનામાં સરળતાથી આર્થિક ફાયદો થઇ રહ્યો છે. તેના પર જ ઘ્યાન કેન્દ્રીત કરતા હોવાથી શહેરીજનોને છેલ્લા કેટલાક સમયથી ચોર ગઠીયા અને લુંટારાઓ કરોડોની મિલકત ઉઠાવી જતા હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.