Abtak Media Google News

ગુજરાત હાઈકોર્ટમાં આ મુદે થયેલી રીટને લઈ રાજય સરકાર અને રેરાને નોટિસ: ૭ જુલાઈએ જવાબ રજૂ કરવા તાકીદ

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે ‘રેરા’માં ગત વર્ષે થયેલી ચેરમેન, સભ્યોની નિમણુંકોને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે આ મુદે રાજય સરકાર અને રેરાને નોટીસ પાઠવીને જવાબ રજૂ કરવા તાકિદ કરી છે. ટાઈટલ ઈન્વેસ્ટીગેટર્સ એન્ડ ક્ધવેન્સીંગ એડવોકેટસ બાર એસોસીએશન દ્વારા એડવોકેટ ડી.કે. પુજ મારફતે કરવામાં આવેલી આ રીટમાં રેરામાં નિમાયેલા ચેરમેન અને સભ્યો યોગ્ય લાયકાત ધરાવતા ન હોવાનો આક્ષેપ કરીને તેમની નિમણુંકને પડકારવામાં આવી છે.

આ રીટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે રેરાની પસંદગી સમિતિની રચના કર્યા વગર આવશ્યક લાયકાતો ન ધરાવતા ચેરમેન અને સભ્યોની વરણી કરી દેવામાં આવી છે. બાર એસોસીએશને લીગલ સર્વીસ પ્રોવાઈડરની નિમણુંક પર પણ પ્રશ્ર્નાર્થ કરીને યોગ્ય સ્પર્ધાત્મક બિડીંગ પ્રક્રિયા કર્યા વગર આ નિમણુંક કરી દેવામાં આવ્યાનો આક્ષેપ આ રીટમાં કરવામાં આવ્યો છે. લીગલ સર્વિસ પ્રોવાઈડરની પસંદગી માટે યોગ્યતા માપદંડ એવી રીતે નકકી કરવામાં આવ્યા છે. કે અમુક નિશ્ર્ચિત કાયદા કંપનીઓ લાયક રહે જોકે તેઓએ રાજયમાં વિવિધ પ્રોજેકટોનાં પ્રમોટરો સાથે કામ કરવાનું હોવાથી આ માટે આ તેમની પસંદગી કરવામાં રસ દાખવ્યો હતો.

આ રીટમાં પીટીશનરે જાહેર નોટીસ આપીને સમિતિનાં વકીલોની થયેલી પસંદગી પર પણ સવાલ ઉઠાવ્યો છે. ઉપરાંત ૩૦ ઓગષ્ટ, ૨૦૧૮ના રોજ રેરા દ્વારા બહાર પડાયેલ પરિપત્રને પણ પડકારીને તેમાં કરવામાં આવેલા નિયમ મુજબ અરજીની નોંધણી માટે અરજી સાથે દસ્તાવેજોના નિર્માણની જોગવાઈને આ રીટમાં કાયદા વિરૂધ્ધની ગણાવવામાં આવી છે. રેરા ઓથોરીટીએ ૨૩મી મેએ પ્રસિધ્ધ કરેલા પરિપત્રને પણ ચેલેન્જ કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ રીયલ એસ્ટેટ પ્રોજેકટ માટે એગ્રીમેન્ટ ટુ સેલના ફોર્મટની જોગવાઈને કરવામાં આવી છે. પીટીશનકારે આ રીટમાં એવી દલીલ કરી છે. રેરાના સતાધિકારીઓ પાસે આ બાબતે નિર્ણય લેવાની કોઈ જ સત્તા નથી. ઓથોરીટીની વેબસાઈટની જાળવણી મુદે પણ રીટમાં આરોપ મૂકાયો છે. ગુજરાત હાઈકોર્ટે આ મુદે વધુસુનાવણી આઠમી જુલાઈએ યોજવાનું નકકી કરીને રાજય સરકાર અને રેરાને નોટીસ પાઠવીને જવાબ રજૂ કરવા તાકીદ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.