Abtak Media Google News

દેશની કુલ વસતીનાં સાડા ચાર ટકા વસતી સિંગલ મધરની

ભારતીય સમાજ વ્યવસ્થા અન્ય દેશો કરતાં ખુબ જ અલગ અને અતિમહત્વપૂર્ણ માનવામાં આવે છે ત્યારે હાલ અત્યારનાં સમયમાં સમાજ વ્યવસ્થા એક નવો જ આકાર લઈ રહ્યું છે. સિંગલ મધરની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ભારત દેશની કુલ વસ્તીનાં ૪.૫ ટકા એટલે કે આશરે ૧૩ મિલીયન સિંગલ મધર વસવાટ કરી રહી છે. યુએનનાં રીપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો હતો. આશરે ૩૨ મિલીયન એવા યુગલો છે કે જે અલગ-અલગ જગ્યાઓ ઉપર વસવાટ કરી પોતાનું જીવન ગુજારે છે. ભારતમાં જે સમાજ વ્યવસ્થાની છે તેની હાલત અત્યારનાં ખુબ જ ખરાબ થઈ રહી હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે જેનાં કારણે સિંગલ મધરની સંખ્યામાં ધરખમ વધારો પણ જોવા મળી રહ્યો છે. ૪૬.૭ ટકા કુટુંબો એવા છે કે જેનાં પરિવાર અને બાળકો સાથે રહે છે જયારે ૩૧ ટકા લોકો દુરદરાંશ જગ્યાઓ પર વ્યકિતગત જીવન જીવી રહ્યા છે.

વૈશ્ર્વિક સ્થિતિ પર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો પ્રતિ ૧૦ પરિવારમાંથી ૮ પરિવાર સિંગલ મધર દ્વારા ચલાવવામાં આવે છે જેની ટકાવારીનો દર વૈશ્ર્વિક સ્તર પર ૮૪.૩ ટકાનો છે. યુનાઇટેડ નેશન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં કુલ ૮૯ દેશોને સર્વેમાં આવરી લેવામાં આવ્યા હતા જેમાં આશરે ૧૦૧.૩ મિલીયન મહિલાઓ સિંગલ મધર તરીકે તેમનાં બાળકોની સારસંભાળ લઈ રહી છે જયારે એવી અનેક મહિલાઓ કે જે સિંગલ મધર તરીકે તેમની ઓળખ ઉભી થઈ છે તે પણ એકસટેન્ડેડ એટલે કે દુરદરાંશ વિસ્તારોમાં વસવાટ કરે છે. આ આંકડો ૨૦૦૯-૧૦નાં એમ્પ્લોયમેન્ટ સર્વેમાંથી બહાર આવ્યો છે. સર્વેનાં આધારે એવું પણ સામે આવ્યું છે કે, જે મહિલાઓ સિંગલ મધર તરીકે તેમનાં બાળકોની સાર-સંભાળ લઈ રહી છે તે અન્ય યુગલોની સરખામણીમાં ગરીબ હોવાનું પણ સામે આવ્યું છે કે જેઓનાં બાળકોનાં ઉંમર ૬ વર્ષ કે તેનાથી નાની હોય.

ભારત દેશમાં સિંગલ મધરની ગરીબીનું પ્રમાણ ૩૮ ટકા છે કે જે યુગલો માટે ૨૨.૬ ટકા છે. ૨૦૧૨માં થયેલા સર્વે અનુસાર ૨૯.૧ ટકા મહિલાની ઉંમર ૨૫ થી ૫૪ વર્ષ વચ્ચેની હોય તો તે મજુરી કામ કરતી હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે વિશ્વ આખાએ આ સ્થિતિને ગંભીરતાથી લઈ જાતીની સમાનતા અને જે ૨૦૩૦ માટે સસ્ટેનેબલ ગોલનો નિર્ધાર કરવામાં આવ્યો છે તેને કઇ રીતે પૂર્ણ કરી શકાય તે માટે પ્રયત્નો હાથ ધરવા જોઈએ પરંતુ અત્યારની સ્થિતિ પ્રમાણે સિંગલ મધરની સંખ્યામાં અનેકગણો વધારો જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.