Abtak Media Google News

વિરાણી હાઇસ્કુલના ધો. ૧ર વિટાન પ્રવાહના વિઘાર્થી હિમાંશુ કુમાર ખાણીયાએ માત્ર ૧૬ વર્ષની નાની વયે ગણિત વિષયમા સંશોધન કરીને  ઇન્ટરનેશનલ લેવલે પલ્બીક થતા જર્નલમાં તેમનું સંશોધન પેપર રજૂ કર્યુ હતું. તેમણે ગણિતમાં અવિભાજય શ્રેણીના કોઇપણ પદ મેળવવાની પઘ્ધતિ પર સતત બે વર્ષની અથાક મહેતા બાદ વિસ્તૃત રીચર્સ પેપર તૈયાર કર્યુ હતું. જેને રીવ્યુ કમિટીએ પસંદ કરીને સાયન્ટિફિક રિચર્સ માટેના જર્નલમાં જુન-૨૦૨૦ ના અંકમાં પ્રકાશિત કર્યુ હતું. વિરાણી હાઇસ્કુલના વિઘાર્થી હિમાંશુ કુમારખાણિયાએ ‘ધી પ્રાઇમ કાઉન્ટીંગ ફંડશન એન્ડ ટર્મ ઓફ પ્રાઇમ નંબર સીરીઝ’ શિર્ષક હેઠળ રિસર્ચ પેપર આંતર રાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત કરીને વિરાણી હાઇસ્કુલનું તથા કુટુંબનું ગૌરવ વધાર્યુ છે. તેઓ જાણીતા એડવોકેટ વિનોદભાઇ કુમાણખાણીયાના સુપુત્ર છે. વિરાણી હાઇસ્કુલના છાત્રની અનેરી સિઘ્ધિ બદલ શાળાના સમગ્ર ટ્રસ્ટી ગણ તથા આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાએ હિમાંશુ કુમારખાણીયા તથા ગણિતના શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.