Abtak Media Google News

દેશની એકતા અને અખંડિતતા માટે કલંક‚પ એવી બંધારણની કલમ ૩૫-એ તથા ૩૭૦ને જમ્મુ-કાશ્મીરમાંથી નાબુદ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જયારે જમ્મુ-કાશ્મીર વિધાનસભાને કેન્દ્ર શાસિત પ્રદેશ જયારે લદાખને વિધાનસભા વગર કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજજો આપવામાં આવ્યો છે. આ પ્રદેશમાં રહેતા ભારતીયોની સલામતી અને સુરક્ષામાં વધારો થાય અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જળવાય રહે તે માટે દેશહિતનાં નિર્ણયમાં પગલા લેવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવતો ઠરાવ આજે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં પસાર કરવામાં આવ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ આ ઠરાવ રજુ કર્યો હતો જેને નિતીન ભારદ્વાજે ટેકો આપતા જનરલ બોર્ડમાં ઠરાવ સર્વાનુમતે પાસ થયો હતો. આ ઉપરાંત આજે જનરલ બોર્ડમાં ૩ અરજન્ટ બિઝનેસ દરખાસ્ત ઉપરાંત ૮ મુળ દરખાસ્તોને મંજુરી આપવામાં આવી હતી જેમાં સાયકલ પ્રમોશન પ્રોજેકટ, ગ્રાસ હોકી ગ્રાઉન્ડનું ભાડુ તથા ફુટબોલ ગ્રાઉન્ડનું ભાડુ નકકી કરવા તથા નિયમ ઘડવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.