Abtak Media Google News

મારુતિ સુઝુકીની પેરેન્ટ કંપની સુઝુકી મોટર્સે ભારતમાં પોતાની દમદાર SUV જિમ્ની લોન્ચ કરવાની તૈયારીમા છે. આ વર્ષ 2020માં ભારતીય માર્કેટમાં રજૂ કરવામાં આવી શકે છે. મારુતિ સુઝુકી ફેબ્રુઆરીમાં યોજાનાર ઓટો એક્સ્પોમાં આ દમદાર એસયૂવી લોન્ચ કરી શકે છે.

જિપ્સી એસયૂવીને રિપ્લેસ કરીને કંપની ભારતમાં જિમ્ની એસયૂવી લોન્ચ કરી રહી છે. જાપાનમાં નવી સુઝુકી જિમ્ની ગત વર્ષે લોન્ચ કરી હતી, ત્યારથી ભારતીય માર્કેટમાં તેની રાહ જોવાઈ રહી છે.

નવા સેફ્ટી નોર્મ્સના અનુરૂપ ન હોવાને કારણે મારુતિ જિપ્સી હવે બંધ થઈ ગઈ છે. નવી જિમ્ની ચોથી જનરેશની SUV છે અને ભારતના તમામ સેફ્ટી નોર્મ્સ પર તે યોગ્ય સાબિત થઈ છે. ભારતીય માર્કેટમાં લોન્ચ થનારી સુઝુકી જિમ્નીની કિંમત 5 લાખથી 7 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.