Abtak Media Google News

5-7-91ના ઠરાવના મુજબ હાયર ગ્રેડ આપવા માંગ

રાજ્યના તલાટીમંત્રીઓને સરકાર દ્વારા તાજેતરમાં સર્કલ ઇન્સ્પેક્ટર અને વિસ્તરણ અધિકારી (પંચાયત)ની જગ્યા જોડી દેતા અને તે રીતે સર્કલ ઇન્સ્પેક્ટરની જગ્યા અપગ્રેડ કરતાં તેની અસર 1-1-2016 થી આવતાં 2006થી 31-12-2015 સુધી નિવૃત થયેલા તલાટીમંત્રીઓને હાયર ગ્રેડમાં અન્યાય થતાં અને બીજા કેડરોને આવા સુધારા 2006થી આપવામાં આવે છે તો આ ઉપરાંત 5-7-91ના ઠરાવ મુજબ હાયર ગ્રેડ પગાર આપવામાં આવે તેવી માંગ નિવૃત તલાટીમંત્રીઓ દ્વારા કરવામાં આવી છે તો હવે હાયર ગ્રેડમાં અન્યાય થતાં સરકારમાં રજૂઆત પણ કરવામાં આવશે.

Advertisement

2006થી 31 ડિસેમ્બર 2015 સુધી નિવૃત થયેલ તલાટીમંત્રીને અન્યાય થયેલ હોય તે સંબંધે સરકારમાં રજૂઆત કરવાની એક પહેલ છે. કેમ કે 5-7-91ના ઠરાવ મુજબ સર્કલ ઇન્સ્પેક્ટરમાંથી વિસ્તરણ અધિકારીનું પ્રમોશન આપવામાં આવે તેવા ઠરાવ મુજબ 9 વર્ષની નોકરી બાદ 4,000 અને 6,000નો પહેલો ગ્રેડ આપવામાં આવે અને ત્યારબાદ 24 વર્ષની નોકરી પૂર્ણ થાય એટલે 5,000 અને 8,000ના સ્કેલને બદલે 4,500 અને 7,000નો સ્કેલ જ આપવામાં આવતો જેને લઇ નિવૃત તલાટી કર્મીઓ દ્વારા યોગ્ય નક્કી કરાર પે સ્કેલ આપવાની માંગ કરવામાં આવી છે.

આ બાબતે ગુજરાત રાજ્યના નિવૃત તલાટીમંત્રીઓના યુનિયનના નેજા હેઠળ રજૂઆત કરવા જે તલાટીમંત્રીઓ આ સમયગાળામાં નિવૃત થયા હોય તેવો પોતાના નામ, સરનામા અને નિવૃતિની તારીખ, ફોન નંબર સાથે રણધીરસિંહજી ગોહિલનું મૂ.ઉમરાડા, ભાવનગરના સરનામે મોકલી આપવું, તેમ ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના માજી પ્રમુખ એચ.જે. જોષીની યાદીમાં જણાવ્યું છે.

હાયર ગ્રેડના અન્યાય મુદે પંચાયત મંત્રીને રજૂઆત કરાઇ: એચ.જે. જોષી

ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ માજી પ્રમુખ એચ.જે.જોષીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિસ્તરણ અધિકારીનું પ્રમોશન 1965 સુધી મળતું ત્યારબાદ 5-7-91ના ઠરાવ મુજબ પ્રમોશન ન મળે તો ઉચ્ચ પગાર આપવામાં આવતો જો કે ઠરાવ મુજબ હાયર ગ્રેડ ન મળતા અને 2006થી 31 ડિસેમ્બર-2015 સુધી નિવૃત થયેલ ઘણા એવા તલાટીઓ છે કે જેઓને હાયર ગ્રેડમાં અન્યાય થયો છે. આ સમગ્ર મામલે ગઇકાલે જ પંચાયતમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને તેઓએ પણ અમારી આ રજૂઆતનો સ્વીકાર કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.