Abtak Media Google News

સભ્યોએ રેલવે સમસ્યાઓ, ટ્રેનોના રોકાણ, વિસ્તાર, પ્રવાસી સુવિધા આપવા સહિતના સૂચનો રજૂ કર્યા

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન ખાતે ડિવિઝનલ રેલવે ઉપભોક્તા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. પ્રારંભમાં સમિતિના અધ્યક્ષ તા ડિવિઝનલ રેલવે મેનેજર પી. વી. નિનાવેએ ડિવિઝનની ઉપલબ્ધિઓ તા પ્રવાસી સુવિધાઓ અંગે વિગતવાર માન્ય સભ્યોને માહિતગાર કર્યા હતા. સમિતિના સચિવ તા સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર રવિંદ્ર શ્રીવાસ્તવે બધા મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્તિ સદસ્યોમાંી ક્ષેત્રીય ઉપભોક્તા સલાહકાર સમિતિ માટે ર્પ્રાવિ કુમાર ગણાત્રાની વરણી કરવામાં આવી. સમિતિના સભ્યો દ્વારા પોતપોતાનાં વિસ્તારની રેલવે સમસ્યાઓ ટ્રેનોના રોકાણ, વિસ્તાર, નવી પરિયોજનાઓને સત્વરે પુરી કરવા તા ડિવિઝનના સ્ટેશનો ખાતે વધુ સારી પ્રવાસી સુવિધાઓ આપવા માટે પોતાના સુચનો કર્યા હતા. ડિવિઝનલ રેલવે મેનેજર પી. વી. નિનાવે બધા સભ્યોના સુચનો પર સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું.

આ બેઠકમાં રમાબેન ભવાની,  જિગ્ના સંજય પંડ્યા, દિનેશ કારિયા, રાજેશકુમાર મહેતા, ર્પાવિ કુમાર ગણાત્રા, મહેન્દ્રભાઈ સતા, મિલનભાઈ કોટેચા, બેચરભાઈ હાથી, પ્રવિણસિંહ ઝાલા તા જિગ્નેશ પટેલ ઉપસ્તિ હતા. કાર્યક્રમના અંતે અપર ડિવિઝનલ રેલવે મેનેજર એસ. એસ. યાદવે આભાર વ્યક્ત કર્યો. બેઠક દરમિયાન આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર રાકેશ પુરોહિત તા અન્ય સિનિયર અધિકારીઓ પણ ઉપસ્તિ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.