Abtak Media Google News

રાજયના પરિવહન વિભાગ દ્વારા કરાયેલા નિર્ણય સામે રિક્ષા ચાલકોમાં રોષ: નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવાની તજવીજ

ગુજરાતમાં ટુંક સમયમાં જ રીક્ષા ચાલકો બ્લુ કલરના એપ્રોનથી સજજ થઇને રિક્ષા ચાલાવતા નજરે પડશે. રાજયના પરિવહન વિભાગ દ્વારા મંગળવારે જાહેરનામું પ્રસિઘ્ધ કરીને રીક્ષા ચાલકોને પોતાના કપડા ઉપર એપરોન ફરજીયાત પણે પહેરવાનો નિયમ માટેનું જાહેરનામું પ્રસિઘ્ધ કર્યુ હતું. આ જાહેરનામામાં અમલ પૂર્વે આ નિર્ણય અગાઉ વિવિધ સંગઠનો અને ખાસ કરીને ઓટો રીક્ષાના યુનિયનોના પ્રતિનિધિના આગેવાનો સાથે મસલતા કરવામાં આવી હતી. જો કે હજુ આ જાહેરનામોના અમલ માટેની કોઇ ચોકકસ તારીખ બતાવવામાં આવી નથી પરંતુ આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ આ નિયમનો આવનારા દિવસોમાં અમલ શરૂ કરવામાં આવશે.

Advertisement

અમદાવાદ ઓટો રીક્ષા ડ્રાઇવર એસોસિએશનના અશોક પંજાબીએ જણાવ્યું હતું કે અમે એપ્રોનના આ નિર્ણય સાથે સહમત છીએ છતાં યુનિયન બે કલરના એપરોન હોય તેવું ઇચ્છે છે જેમાં ડ્રાઇવર કે જે પોતાની રીક્ષા ચલાવતા હોય અને બીજા અન્ય પાસેથી લઇને રીક્ષા ચલાવતા હોય અને બીજા પાસેથી લઇને રીક્ષા ચલાવતા હોય અશોક પંજાબી એ જણાવ્યું હતું કે કેટલાક યુનિયનો ઘરની રીક્ષા ચલાવનારાઓ માટે સફેદ કલરનું એપરોન અને અન્ય માટે ખાખી અપરોન હોવા જોઇએ તેવું સુચન કર્યુ હતું.

સુકયુલર સ્કુલ લિંવીંગ સર્ટીફીકેટ મુદ્દે સમાચારમાં ચમકેલા રિક્ષા ડ્રાઇવર રાજવીર ઉપાઘ્યાયે તો રીક્ષા ચાલકે ના ડ્રેસ કોડ મુદ્દે પોતે કોર્ટમાં જશે તેવું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અમે તમામ પરમીટ ધારક વાહનના ડ્રાઇવરો માટે ડ્રેસ કોડની માંગણી કરી છે. માત્ર રીક્ષા ડ્રાઇવરોના યુનિફોર્મની માંગણી જ નહિ અમે હાઇકોર્ટેમાં એક એવી અરજી દાખલ કરી છે કે જેમાં માત્ર રીક્ષા ચાલકોના યુનિફોર્મથી તેમના અધિકારોનું ભંગ થતું હોવાનું તેમણે જણાવ્યું છે.

રાજવીર ઉપાઘ્યાય જાગૃત ઓટો રિક્ષા ડ્રાઇવર એસો. ના આગેવાન છે રેડીયો કેપ, ટેમ્પો, છકડા ડ્રાઇવર અને તમામ પ્રકારના પરમીટવાહનો માટે ડ્રેસ કોડની હિમાયત કરે છે. તેમણે જણાવ્યું હતું કે હાઇકોર્ટે તો સરકારને અમદાવાદમાં નવી રિક્ષાની મજુરીમાં નિશ્ર્ચિત સંખ્યા જાળવવાનો નિર્દેશ કર્યો છે. પરંતુ સરકારે હજુ આ દિશામાં કંઇક કર્યુ નથી.

  • સરકારને રજૂઆત કરી ને વાદળી એપ્રોનનો વિરોધ કરીશું – હુસેનભાઈ સૈયદ ( પ્રમુખ, રીક્ષા એસોસિએશન )

Vlcsnap 2020 07 15 13H25M18S029

રીક્ષા એસોસિએશનના પ્રમુખ હુસેનભાઇએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ કાયદો બનાવવામાં આવે અમે મજબૂર છીએ તેને સ્વીકારવા માટે પરંતુ રાજ્ય સરકાર આ કોરોનાની મહામારીમાં રિક્ષાચાલકોની સામે થોડું જોવે તો સારું નાના માણસો ને રોજીરોટી ના પણ ફાંફા છે. એવામાં વાદળી એપ્રોન ફરજિયાત પહેરવી તેઓ નિર્ણય યોગ્ય નથી .રાજકોટ શહેરમાં જ્યારે આ કાયદો ફરજિયાત કરવામાં આવશે ત્યારે સમગ્ર રીક્ષા એસોસિયેશનના મિત્રો સરકારને ઉગ્ર રજૂઆત કરી અમને ન્યાય માટે માંગ કરીશું .લોકડાઉનમાં સરકારને રાશન કિટ આપવી જોઈએ રીક્ષા ચાલકોને પાંચ હજાર રૂપિયા રોકડા સહાય આપવી જોઈએ તેની બદલે આ પ્રકારના નિર્ણય કરી રીક્ષા ચાલકોને હેરાનગતિ કરી રહ્યા છે. અમે આ નિર્ણયથી તદ્દન અજાણ છીએ અમને કોઈ પણ પ્રકારે વિશ્વાસમાં લીધા નથી માત્ર પરિપત્ર બહાર આવ્યો ત્યારે અમને જાણ થઈ છે સરકારે આ બાબતે રિક્ષાચાલકોનો વિચાર કરી યોગ્ય કરવું જોઈએ .

  • લોકડાઉનમાં એક પણ સહાય અમને મળી નથી :  (રીક્ષા ચાલક)

Vlcsnap 2020 07 15 13H27M30S870

રાજકોટ શહેરમાં રૈયા ચોકડી વિસ્તારમાં રીક્ષા ચલાવતા રિક્ષાચાલકે તક મીડિયા સાથેની વાતચીતમાં પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે લોકડાઉન માં ત્રણ મહિના દરમ્યાન સરકાર તરફથી કોઈપણ પ્રકારની સહાયતા અમને મળી નથી સરકારે પહેલા અમને રાશન કીટ આપવી જોઈએ ,અમારી પરિસ્થિતિ સમજવી જોઈએ બાદમાં વાદળી એપ્રોન ફરજિયાત કરવા માટેના નિર્ણયો કરવા જોઈએ જો અમે એપ્રોન નહીં પહેરીએ તો કંઈક ને કંઈક દંડ ની જોગવાઈ આવશે .એક તો પહેલેથી અમે હેરાન છીએ આવા નિર્ણયથી અમારી હાલત વધુ બગડશે.

  • સાંજ પડ્યે ૨૦૦ રૂપિયા રોજ મળતું નથી, રિક્ષાના હપ્તા ચડી ગયા છે ( રિક્ષા ચાલક )

Vlcsnap 2020 07 15 13H27M30S870 1

રીક્ષા ચાલકે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકડાઉન હતું ત્યારે પણ રીક્ષા ના હપ્તા ભરવા માટે ફોન ચાલુ જ હતા . સવારથી સાંજ સુધીમાં ૨૦૦ રૂપિયા પણ ધંધો થતો નથી . અનેક પ્રકારે હેરાનગતિ થાય છે.સરકાર કાઈ આપે નહીં તો કાંઈ નહીં પરંતુ વાદળી એપ્રોન પહેરવાના ફરજીયાત ઠરાવ ના નિર્ણયનો અમે વિરોધ કરીયે છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.