Abtak Media Google News

સ્કુલ ઓફ સાયન્સ, આર.કે. યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા માઇક્રોબાયોલોજીસ્ટ સોાસાયટી ઓફ ઇન્ડિયાના વિઘાર્થી એકમની સ્થાપના કરીને નવી પહેલ કરવામાં આવી છે. આ એકમનું ઉદ્વાટન ડો. અરવિંદભાઇ દેશમુખ (પ્રેસિડેંટ, માઇક્રોબાયોલોજીસ્ટ સોસાયટી ઓફ ઇન્ડીયા) દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજે માઇક્રોબાયોલોજીમાં તાજેતરમાં વલણ પર ભાષણ પણ આપ્યું હતુઁ. જેમાં તેમણે બાયો-લિચિંગ, જૈવ જંતુનાશક,, બાયો-પ્લાસ્ટિક, બાયો સિમેન્ટ, બાયો સ્ટીલ જેવા વિવિધ માઇક્રોબાયોલોજીના વિષયો વિશે વાત કરી હતી અને કહયું હતું કે આવા ઘણા ક્ષેત્રમાં વિઘાર્થીઓ તેમજ માઇક્રોબાયોલોજીના શિક્ષકો શ્રેષ્ઠ નવીનતા લાવી શકે છે.

વિઘાર્થી એકમની આ નવી શરુઆત માઇક્રોબાયોલોજીનો વ્યાપ વધારવામાં અને સંશોધનમાં ખુબ ફાયદાકારક નીવડશે. આગામી મહિનાઓમાં માઇક્રોબાયોલોજીસ્ટ સોસાયટી ઓફ આરકે યુનિવર્સિૈટી દ્વારા સમગ્ર ભારતની જુદી જુદી યુનિવર્સિટીઓ તથા મોરિશિયસ, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ સાથે પણ માઇક્રોબાયોલોજી વિષે વાર્તાલાપ યોજવામાં આવશે જેના કારણે માઇક્રોબાયોલોજીના રાષ્ટ્રીય  અને આંતર રાષ્ટ્રીય સ્તરના એકમસપર્ટસ પાસેથી માર્ગદર્શન લેવાનો લાભ વિઘાર્થીઓને મળશે. આ એકમની સ્થાપના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં સંશોધન ક્ષેત્રને વધુ વેગ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.