Abtak Media Google News

Table of Contents

મોટા મવા, મુંજકા અને માધાપરમાં ઇએસઆઇ-જીએસઆઇ અને પમ્પીંગ સ્ટેશન બનશે

ન્યારી ડેમ ખાતે 152 કરોડના ખર્ચે 150  એમએલડીની ક્ષમતાનો વોટર ફિલ્ટર પ્લાન્ટ બનાવાશે

Screenshot 14 2 કોર્પોરેશનના વિસ્તારમાં ભળેલા ગામોમાં વસવાટ કરતા લોકોની સુવિધામાં વધારો કરવા માટે બજેટમાં માતબર જોગવાઇ કરવામાં આવી છે. ભારત સરકારના અમૃત-0.2 મિશન હેઠળ નવા ભળેલા મોટા મવા, મુંજકા અને માધાપર વિસ્તારમાં ઇએસઆઇ-જીએસઆઇ તથા પમ્પીંગ સ્ટેશન નિર્માણ કરવામાં આવશે. જે કામ પૂર્ણ થતા અંદાજિત બે લાખ લોકોને પીવાનું શુદ્વ પાણી મળશે. મોટા મવામાં રૂ.22.75 કરોડ, મુંજકામાં રૂ.15.19 કરોડ અને માધાપરમાં રૂ.12.65 કરોડના ખર્ચે ઇએસઆઇ-જીએસઆઇ અને પમ્પીંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટોરેજ અને ફિલ્ટરેશન ક્ષમતામાં પણ વધારો કરવામાં આવશે. ન્યારી ડેમ ખાતે 150 એમએલડી કેપેસીટીનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટે રૂ.152 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જુદા-જુદા વિસ્તારોમાં પાણીની સ્ટોરેજ કેપેસીટી વધારવા માટે જીએસઆઇનું કામ કરવામાં આવશે. ન્યારી-1 ડેમ સાઇટ ખાતે ઇન્ટેક વેલ બનાવવામાં આવશે.

જ્યારે અમૃત-0.2 યોજના અંતર્ગત વોર્ડ નં.3, વોર્ડ નં.4, વોર્ડ નં.6, વોર્ડ નં.10, વોર્ડ નં.11, વોર્ડ નં.12, વોર્ડ નં.13 અને વોર્ડ નં.15માં ડીઆઇ પાઇપલાઇનના નેટવર્ક માટે કરોડો રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. વિનોદનગર પમ્પીંગ સ્ટેશનનું અપગ્રેશન કરવામાં આવશે.

Water જળ સંચય સેલ ઉભો કરાશે: પાણીના નવા સ્ત્રોત શોધાશે

જનભાગીદારીથી જળ સંવર્ધનના કામો હાથ ધરાશે

રાજકોટવાસીઓને નિયમિત 20 મિનિટ નળ વાટે પીવાનું પાણી પુરૂં પાડી શકાય તે માટે કોર્પોરેશન તંત્ર સતત છે. વોટર મેનેજમેન્ટ યુનિટ માટે કેટલીક અગત્યની જાહેરાત આજે બજેટમાં કરવામાં આવી છે. હાલ જે પ્રોજેક્ટ કાર્યરત છે અને નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવનાર છે. તેના પ્લાનિંગ અને અમલીકરણ માટે સતત સુપર વિઝન કરવા માટે વોટર પ્રોજેક્ટ સેલ ઉભો કરવામાં આવશે. મેઇન્ટેનન્સની કામગીરીના સુપર વિઝન માટે વોટર ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ સેલ ઉભો કરવામાં આવશે. નવા જળસ્ત્રોત શોધવા તથા જળ સંચય માટે શહેરીજનોની ભાગીદારી વધારવા અને જાગૃતત્તા લાવવા માટે જળ સંચય સેલ બનાવવામાં આવશે. જે રાજકોટને પીવાના પાણી માટે આત્મર્નિભર બનાવવા નવા જળસ્ત્રોત ઉભા કરવા માટે જરૂરી કામગીરી કરશે. આ માટે ક્ધસલ્ટન્ટની નિમણુંક કરવા માટે તથા જરૂરી પ્રિફીઝીબીલીટી રિપોર્ટ તૈયાર કરવા માટે 50 લાખની જોગવાઇ કરવામાં આવી છે. જનભાગીદારીથી જળ સંચયના કામો હાથ ધરવામાં આવશે.

સેવાનું વિકેન્દ્રીયકરણ: ચાર વોર્ડમાં નવી વોર્ડ ઓફિસ બનશે

સિવિક સેન્ટરને અપગ્રેડ કરાશે

શહેરીજનોએ રોજબરોજના કામો માટે કોર્પોરેશન કચેરી સુધી ધક્કા ન ખાવા પડે તે માટે ત્રણ ઝોનમાં વિભાજીત કરી અલગ-અલગ વોર્ડમાં વોર્ડ ઓફિસ બનાવવામાં આવી છે. જ્યાં નાગરિકોને સરળતાથી કોર્પોરેશનની તમામ સેવાઓ પ્રાપ્ત થાય છે. વિસ્તારની દ્રષ્ટિએ વધુ ક્ષેત્રફળ ધરાવતા વોર્ડ નં.3, 11, 12 અને 18માં નવી એક-એક વોર્ડ ઓફિસ બનાવવામાં આવશે. આ કામ માટે બજેટમાં ચાર કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ચારેય વોર્ડને બે ભાગમાં વિભાજીત કરી વોર્ડ ઓફિસ એ અને વોર્ડ ઓફિસ-બીને કાર્યરત કરવામાં આવશે. જેથી લોકોની સુવિધામાં વધારો થશે અને હાલ વોર્ડ ઓફિસ પરનું જે કાર્યભારણ છે. તેમાં પણ ઘટાડો થશે. સિવિક સેન્ટરને પણ અપગ્રેડ કરવામાં આવશે. શહેરમાં હાલ કુલ 6 સિવિક સેન્ટરો નાગરિકોની સેવામાં કાર્યરત છે. નવા નાણાકીય વર્ષમાં સિવિક સેન્ટરોમાં આવશ્યક સંશાધનો વસાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

Screenshot 15 1 હરિયાળો સંકલ્પ: પાંચ લાખ વૃક્ષોનું કરાશે વાવેતર

પર્યાવરણ સંબંધીત લોંગ ટર્મ પ્રોજેક્ટ પર ધ્યાન કરાશે કેન્દ્રિત

રાજકોટમાં એર ક્વોલીટીમાં સુધારો લાવવા માટે કોર્પોરેશન દ્વારા પર્યાવરણ સંબંધીત લોંગ ટર્મ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવશે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાંચ લાખ વૃક્ષોનું વાવેતર કરવાની પણ ઘોષણા કરવામાં આવી છે. આ ઉપરાંત વોટર રિચાર્જ અને રેઇન વોટર હાર્વેસ્ટીંગ જેવા પ્રોજેક્ટો પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. પ્રદ્યુમન પાર્ક, લાયન સફારી પાર્ક, આજી ડેમ સંકુલ, ન્યારી ડેમ સંકુલ સહિતના વિસ્તારોમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. નાકરાવાડી લેન્ડ ફીલ સાઇટ ખાતે ત્રણ લાખ, કોર્પોરેશનના અલગ-અલગ ટીપીના પ્લોટ પર 50,000, સ્માર્ટ સિટી વિસ્તારમાં 50,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

Ag સફાઇ કામદારો માટે બનાવાશે આધુનિક કોમ્યુનિટી હોલ

વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ અને રેલનગર કોમ્યુનિટી હોલનું કામ પૂર્ણતાના આરે

લોકોની સુખાકારી અને સારા-માઠા પ્રસંગો માટે કોર્પોરેશન દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં નવા કોમ્યુનિટી હોલ બનાવવામાં આવી રહ્યા છે. શહેરના વોર્ડ નં.9માં અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ અને વોર્ડ નં.10માં અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ શહેરના ઘરેણાં સમાન છે. વોર્ડ નં.1માં સંતોષ પાર્કમાં નવા આધુનિક કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. વોર્ડ નં.17માં વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ તથા વોર્ડ નં.3માં રેલનગર વિસ્તારમાં બની રહેલા કોમ્યુનિટી હોલનું કામ પૂર્ણતાના આરે છે. ત્યારે હવે સફાઇ કામદારો માટે એક આધુનિક હોલ બનાવવાની ઘોષણા બજેટમાં કરવામાં આવી છે. આ કામ માટે રૂ.4 કરોડની માતબર જોગવાઇ કરવામાં આવી છે.

અલગ-અલગ વિસ્તારોમાં નવ બગીચા બનાવવા પાંચ કરોડની જોગવાઇGarder

શહેરના અલગ-અલગ વિસ્તારોમાં નવા પાંચ બગીચા બનાવવા માટે બજેટમાં પાંચ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વોર્ડ નં.1માં રૈયા વિસ્તારમાં, વોર્ડનં.18માં કોઠારિયામાં, વોર્ડ નં.3માં રેલનગરમાં, વોર્ડ નં.11માં મવડી, પ્રદ્યુમન પાર્ક વિસ્તારમાં, આજીડેમ સહિતના વિસ્તારોમાં 9 બગીચા બનાવવામાં આવશે. પ્રદ્યુમન પાર્ક વિસ્તારમાં કેકટસ ગાર્ડન બનાવવા માટે ખાસ 50 લાખની જોગવાઇ કરવામાં આવી છે.

Health નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે 10 કરોડની ફાળવણી

વોર્ડ નં.1, 3, 5, 8, 9, 10, 11, 12 અને 18માં લોકોની સુખાકારી માટે બનશે આરોગ્ય કેન્દ્ર  કોર્પોરેશન દ્વારા હાલ શહેરના અલગ-અલગ 18 વોર્ડમાં કુલ 23 આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. જેમાં લાખો દર્દીઓ વર્ષે-દહાડે લાભ લઇ રહ્યા છે. અલગ-અલગ વિસ્તારોમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે રૂ.10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. શહેરના પૂર્વ ઝોનમાં વોર્ડ નં.5 અને 18માં, પશ્ર્ચિમ ઝોનમાં વોર્ડ નં.1, 8, 9, 10, 11, 12 અને સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.3માં રેલનગર વિસ્તારમાં નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવશે. આ ઉપરાંત રેલનગરમાં જ આધુનિક ટીબી સેન્ટરનું પણ નિર્માણ કરવામાં આવશે.

Lion

લાયન સફારી પાર્કને 33 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે

શહેરના પ્રદ્યુમન પાર્ક ઝૂ પાસે એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા 33 કરોડના ખર્ચે લાયન સફારી પાર્ક વિકસાવવામાં આવશે. જેમાં ઝૂ ની પાછળના ભાગે રાંદરડા નર્સરી તરફના રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના અંદાજે 30 હેક્ટરથી વધુ જગ્યામાં એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, નવી દિલ્હી પાસેથી મંજુરી મળેલ છે. વર્ષ 2024-25 દરમિયાન લાયન સફારી પાર્ક માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના નીતિ નિયમ મુજબ પ્રથમ 2.75 મીટર ઉંચાઇની કમ્પાઉન્ડ દિવાલ તથા 5.0 મીટર ઉંચાઇની ચેઇનલીંક જાળીની દિવાલ, જી.એસ.આર. બાંધકામ, વોટર ડિસ્ટ્રીબ્યુશન લાઇન, સફારી પાર્કમાં પ્રવેશ માટે ‘ ઝૂજ્ઞ ૂફુ ૠફયિં” બનાવવામાં આવશે.

સફારી પાર્કમાં પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટર બનાવવામાં આવશે તથા પાણીનાં પોન્ડ બનાવવામાં આવશે. આ ઉપરાંત સફારી પાર્કની અંદર વોચ ટાવર તથા જુદા-જુદા ઇન્ટરનલ રોડ બનાવવામાં આવશે. સફારી પાર્કમાં પ્રાણીઓ ખુલ્લામાં પ્રદર્શીત કરવામાં આવશે ત્યારે મુલાકાતીઓને ખાસ પ્રકારના વાહનમાં લેવા બેસાડી સફર કરાવવામાં આવશે.

કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર સામે નવું ફાયર સ્ટેશન બનશે

Screenshot 13 3

શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં વસવાટ કરતા લોકોની સલામતીને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા વોર્ડ નં.11માં કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર સામે રૂ.5 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. આ ઉપરાંત વોર્ડ નં.7માં કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી બિલ્ડીંગ કનક રોડ પર આવેલી ફાયર સ્ટેશનવાળું જુનું બિલ્ડીંગનું બાંધકામ દૂર કરી અહિં અદ્યતન સુવિધાવાળું ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. જેમાં સ્ટાફ ક્વાર્ટર અને પાર્કિંગની સુવિધા વિકસાવવામાં આવશે. હંગામી ધોરણે આ હયાત ફાયર સ્ટેશનને ઢેબર રોડ પર નાગરિક બેંક સામેના પ્લોટમાં શિફ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત વોર્ડ નં.6માં બેડીપરામાં આવેલા હયાત ફાયર સ્ટેશનને પણ રિ-ડેવલપ કરવામાં આવશે.

કોઠારિયા, રૈયાધાર અને સોખડામાં બનશે નવી એનિમલ હોસ્ટેલ

ઢોર પકડ પાર્ટી સ્ટાફને બોડી વોર્ન કેમેરાથી કરાશે સજ્જ

રાજકોટવાસીઓને રેઢિયાળ ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે કોર્પોરેશનની 15 ટીમો દ્વારા રાઉન્ડ ધ ક્લોક ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે. સ્ટાફને હવે બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવે છે અને વાહનો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. હાલ કોઠારિયા, મવડી, રૈયાધાર અને રોણકી એમ ચાર સ્થળોએ એનિમલ હોસ્ટેલ કાર્યરત છે. દરમિયાન મોટા મવામાં એનિમલ હોસ્ટેલના બાંધકામની કામગીરી ચાલુ છે. આગામી વર્ષે કોઠારિયા, રૈયાધાર અને સોખડા ખાતે રાજ્ય સરકાર પાસેથી જગ્યા મેળવીને 2500 પશુઓની ક્ષમતાવાળી એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવશે. જેના માટે બજેટમાં રૂ.3.50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સ્વચ્છતામાં ઉંધામાથે પટકાયા બાદ અલગ-અલગ સેલ બનાવાયા

સ્વચ્છ સિટી યુનિટી અંતર્ગત પ્રોજેક્ટ સેલ, સ્વચ્છતા સર્વેક્ષણ સેલ અને એસડબલ્યૂએમ સેલની બજેટમાં ઘોષણા

દેશના સૌથી સ્વચ્છત શહેરોમાં સાતમા ક્રમે રહેલું રાજકોટ છેક 29માં ક્રમે ધકેલાયા બાદ કોર્પોરેશન દ્વારા આજે ડ્રાફ્ટ બજેટમાં વિવિધ સેલ ઉભા કરવાની ઘોષણા કરવામાં આવી છે. જેમાં પ્રોજેક્ટ સેલ ઉભો કરાયો છે. જે સોલીડ વેસ્ટ વિભાગની તમામ સેવાઓનું સંકલન કરી હયાત ખામીઓનું નિરાકરણ લાવવા માટે કામગીરી કરશે. ઉપરાંત ઘનકચરા, પ્લાસ્ટીક વેસ્ટ, ડિમોલીશન વેસ્ટ માટે નવી આવિષ્કાર પામતી, ટેકનોલોજીનો ઉપયોગ કરી તેના પર ધ્યાન કેન્દ્રીત કરશે. સરકાર દ્વારા સ્વચ્છતા અન્વયે સ્વચ્છ ભારત મિશન યોજના અને 15માં નાણાપંચની જે ગ્રાન્ટ પ્રાપ્ત થશે તેનું મોનિટરીંગ કરશે. આ ઉપરાંત સ્વચ્છતા સર્વેક્ષણ સેલ અને એસડબલ્યૂએમની પણ ઘોષણા કરવામાં આવી છે. શહેરમાં વાયુ પ્રદૂષને નિયંત્રણમાં રાખવા માટે તથા હવા શુદ્વિકરણ માટે પણ ઇરાદા જાહેર કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.