Abtak Media Google News

૧૦૦ % ઓરી રૂબેલાના રસીકરણ લક્ષ્યાંક માટે ધાર્મિક અગ્રણીઓની મીટીંગ

ગેર માન્યતાને કારણે ઓરી રૂબેલાની ઓછી કામગીરી વિસ્તારમાં MR ના લોકલ ધાર્મિક અગ્રણીઓની હાજરીમાં કેમ્પ

ગુજરાત રાજ્યમાં ૧૬ જુલાઈથી શરૂ થયેલ ઓરી રૂબેલા રસીકરણ અભિયાનનું રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં સુરક્ષિત અને સુવ્યવસ્થિત અમલીકરણ દ્વારા ત્રણ (૩) લાખ બાળકોને રસીકરણ કરવામાં આવેલ છે. ૨૦૨૦ સુધીમાં રાજકોટને ઓરી મુક્ત કરવા તથા રૂબેલાથી નિયંત્રિત કરવા ઓરી અને રુબેલાની સઘન કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરના ૯ માસથી ૧૫ વર્ષના તમામ બાળકોને ૧૬ સપ્ટેમ્બર સુધીમાં ૧૦૦ % ઓરી રૂબેલાનું રસીકરણ કરવા રાજકોટ શહેરી વિસ્તારમાં ગેરમાન્યતા તથા જાગૃતિના અભાવે બાકી રહેલ જુદા જુદા ધાર્મિક સમુદાયના બાળકોનું ૧૦૦% રસીકરણ કરવા મંગળવાર તા. ૦૪/૦૯/૨૦૧૮ ના રોજ ધાર્મિક અગ્રણીઓ, ધર્મગુરૂઓની મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મીટીંગ ડે. કમિશનર જાડેજા સાહેબ તથા શ્રી ગણાત્રા સાહેબની અધ્યક્ષતામાં કરવામાં આવેલ. જેમાં ૩૧ ધાર્મિક અગ્રણીઓ, ધર્મગુરૂઓહાજર રહેલ.

Advertisement

દરેક ધાર્મિક સંસ્થાઓ, અગ્રણીઓએ રાજકોટને ઓરી રૂબેલા મુકત કરવા રસીકરણમાં સમાજ વતી સાથ આપવા કટીબદ્ધ થયેલ હતા. દરેક ધાર્મિક અગ્રણીઓના વિસ્તારમાં ઓરી / રૂબેલા રસીકરણ માટે બાકી રહેલ બાળકોને રસીકરણમાં સહકાર આપવા હકારાત્મક પ્રતિભાવ દાખવેલ હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકી જણાય તેવા વિસ્તારોમાં ધાર્મિક અગ્રણીઓની હાજરીમાં ઓરી / રૂબેલા રસીકરણના કેમ્પનું આયોજન કરવામાં આવશે.

ધર્મગુરુ/ધર્મ અગ્રણીશ્રીનું નામહોદ્દોસંસ્થા
હબીબીભાઈ ગનીભાઈ કટારીયાટ્રસ્ટીસદર જુમ્મા મસ્જીદ
હાજી અલ્તાફહુસેન કાસદીયાટ્રસ્ટીહવા મસ્જીદ
સૈયદ એજાજબાપુ બુખારીટ્રસ્ટીનહેરુનગર રઝા મસ્જીદ
સોયેબ ખોખરટ્રસ્ટીમાઉન્ટેન પોલીસલાઈન મસ્જીદ
ફારુક બાવાણીટ્રસ્ટીનગીના મસ્જીદ
બાબુભાઈ યુસુફભાઈપ્રમુખમસ્જીદે અંકુર સોસાયટી
સલીમભાઈ અલારખાભાઈપ્રમુખમરીના મદ્રેસા એ ગુલઝાર
જુમાભાઇ સાનીયાપ્રમુખગુલઝારે મુસ્તફા
વસીરભાઈ સમાપ્રમુખમસ્જીદે શેરબાનું
હાજી ગફારભાઈ ઈશાભાઈ કરગથરાપ્રમુખજીલ્લાની મસ્જીદ

 

ધર્મગુરુ/ધર્મ અગ્રણીશ્રીનું નામહોદ્દોસંસ્થા
હાજી સુલતાનભાઈપ્રમુખઝુલેખા નુર મસ્જીદ
મહમદભાઈ હાસમભાઈપ્રમુખરસુલપરા
હાજી વરકસાબાપુ કાદરીપ્રમુખરામનાથપરા
ફારૂકભાઈ મુસાણીપ્રમુખનવાબ મસ્જીદ
સૈયદ અહેમદઅલી કાદરીપ્રમુખઢેબર કોલોની
મોટાણી ઓસમાણભાઈપ્રમુખબજરંગવાડી મસ્જીદ
સલીમભાઈ મેમણપ્રમુખરેલનગર
મૌલાના હાજી અકરમબાપુમૌલાનાસદર જુમ્મા મસ્જીદ
દિલ મોહમદમૌલાનાહવા મસ્જીદ
મહમદઅલી મુગલમૌલાનામસ્જીદે અંકુર સોસાયટી
સૈયદ મહેબુબબાપુ કાદરીસામાજીક કાર્યકરનહેરુનગર રઝા મસ્જીદ
ડો. મુસ્તાકભાઈ કાદરીસામાજીક કાર્યકરજંગલેશ્વર
ડો. અબ્દુલભાઈ બેલીમસામાજીક કાર્યકરનવયુગપરા
અલ્તાફભાઈ ચીચોદરાસામાજીક કાર્યકરનૂરે મહંમદી
તોસીફ્ભાઈ રજાનસામાજીક કાર્યકરઝુલેખા નુર મસ્જીદ
જાકીરભાઈ મુસાણીસામાજીક કાર્યકરનવાબ મસ્જીદ
નુરૂખાન અનવરખાન પઠાણસામાજીક કાર્યકરજીલ્લા ગાર્ડન
રફીકભાઈ બેલીમસામાજીક કાર્યકરજીલ્લા ગાર્ડન
શાહબાજ કાજીસામાજીક કાર્યકરરામનાથપરા
હસુભાઈ છાટબારસામાજીક કાર્યકરકુબલીયાપરા
સલીમભાઈ મકરાણીસામાજીક કાર્યકરનાના મવા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.