Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૦૫/૦૯/૨૦૧૮ થી ૦૯/૦૯/૨૦૧૮ ના રોજ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો, ધાસચારો-લીલું-ફૂલ વગેરે જપ્ત કરવાની તેમજ વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી.

રસ્તા પર નડતર ૧૪ રેંકડી-કેબીનો લક્ષ્મીનગર હો.ઝોને, રામાપીર ચોકડી, પુષ્કરધામ રોડ, નાના મોવા રોડ, બાબરીયા રોડ વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૮ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે જયુબેલી શાક માર્કેટ, બાબરીયા મેઈન રોડ વિગેરે જગ્યા પરથી જપ્ત કરવામાં આવી હતી, ૧૧૪ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જયુબેલી શાક માર્કેટ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, પારેવડી ચોકથી ૩૦ કી.ગ્રા. ધાસચારો- લીલું અને ફૂલ જપ્ત કરવામાં આવેલ હતા, તેમજ રૂ/-૧,૫૮,૨૦૦/- વહીવટી ચાર્જ રેયા રોડ, નાના મોવા ચોક, જામનગર રોડ, ઢેબર રોડ, આનંદ બંગલા ચોક, જયુબેલી, કોઠારીયા રોડ, ભાવનગર રોડ, સંત કબીર રોડ, આશ્રમ રોડ, યુનિ.રોડ, શનિવારી માર્કેટ, એસ.કે.ચોક, કાલાવાડ રોડ, ૧૫૦ ફૂટ રોડ, જામનગર રોડ, જંકશન રોડ, યાજ્ઞિક રોડ, દોષી હોસ્પિટલ, મોડલ રોડ, કરણસિંહજી રોડ વિગેરે જગ્યા પરથી વસુલ કરવામાં આવ્યો હતો. શહેરના અલગ અલગ ૧૨ હોકર્સ ઝોન સંત કબીર રોડ, ધરાર શાકમાર્કેટ, ગોવિન્દબાગ શાકમાર્કેટ, કોઠારીયા રોડ હો.ઝોન, મોરબી જકાતનાકા હો.ઝોન, પેડક રોડ હો.ઝોન, આજી GIDC, માંડા ડુંગર હો.ઝોન, ધરાર શાકમાર્કેટ માંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.