Abtak Media Google News

ડિવાઇડર બંધ કરી દેવાયું:બાલભવનથી બ્રીજ તરફ જવા કિશનપરા ચોકનું રાઉન્ડ મારવું પડશે;મોટાભાગનો ટ્રાફિક બ્રિજ પાસે જમા થતો હોય સ્પીડ બ્રેકર અને સાઈન બોર્ડ મૂકી વ્યવસ્થા ઉભી કરાશે

ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રૈયા રોડ પર આમ્રપાલી રેલવે ફાટક ખાતે મહાપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અન્ડર બ્રિજ બનાવવામાં આવ્યો છે. જેનું લોકાર્પણ ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યો હતો. બ્રિજ બહાર નીકળતા કિસાનપરા ચોક પાસે ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા હવે આજથી આમ્રપાલી બ્રિજમાંથી નીકળ્યા બાદ વાહનચાલકોએ  કિસાનપરા ચોક તરફ જવા માટે મેયર બંગલા તરફ જય ત્યાંથી યુટર્ન લેવો પડશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વ્યવસ્થા હાલ હંગામી ધોરણે ઉભી કરવામાં આવી છે પરંતુ જરૂરિયાત લાગશે તો કાયમી પણ કરી દેવાશે.

20210122 131417

આ અંગે મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે જણાવ્યું હતું કે,આમ્રપાલી બ્રિજ ગઈકાલે ખુલ્લો મુકાયા બાદ કિશનપરા ચોકમાં ટ્રાફિકજામની સમસ્યા થવા લાગી હતી. રૈયારોડથી કિસાનપરા ચોક અને જિલ્લા પંચાયત ચોક તરફ જતા વાહનચાલકો  અને બાલભવન તરફથી આવતા વાહનો અને જિલ્લા પંચાયતથી રૈયા રોડ તરફ જતા વાહનો બધા જ કિસાનપરા ચોક પાસે ભેગા થતાં હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. જેને નિવારવા માટે આજે સવારથી કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા રૈયા રોડથી આવતા વાહનોએ આમ્રપાલી બ્રિજમાંથી બહાર નીકળ્યા બાદ  કિશાનપરા ચોક તરફ જવા માટે જમણી બાજુ વળતા હતા.જે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને હવે વાહન ચાલકોએ બ્રિજની બહાર નીકળ્યા બાદ ડાબી બાજુ રેસકોર્ષ રીંગ રોડ તરફ વળી મેયર બંગલા પાસેથી યુ ટર્ન  લીધા બાદ જિલ્લા પંચાયત ચોક કે કિસાનપરા ચોક તરફ જઈ શકશે.આ વ્યવસ્થા હાલ હંગામી ધોરણે ગોઠવવામાં આવી છે.કિશાનપરા ચોક તરફનો ટ્રાફિક વધુ રહેતો હોવાના કારણે અહીં બ્રિજ આસપાસ સ્પીડ બ્રેકર કે સાઈન બોર્ડ મુકવાની પણ વિચારણા ચાલી રહી છે. હાલ બાલભવનમાંથી નીકળ્યા બાદ સીધું આમ્રપાલી બ્રિજમાં જઈ શકશે નહીં.

વાહનચાલકોએ કિશાનપરા ચોકનું સર્કલે ટર્ન લીધા બાદ તે આમ્રપાલી બ્રિજમાં તરફ જઈ શકશે.તો બીજી તરફ રૈયા રોડ પરથી જે વાહન ચાલક આવશે તેને જિલ્લા પંચાયત ચોક તરફ જવું હશે તો બ્રિજની બહાર નીકળી ડાબી તરફ ટર્ન લીધા બાદ મેયર બંગલા પાસેથી યુ-ટર્ન લઇ કિશાનપરા કે જિલ્લા પંચાયત ચોક તરફ જઈ શકશે.ગઈકાલે આમ્રપાલી બ્રીજનું લોકાર્પણ કર્યા બાદ બ્રિજ નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા જેના કારણે દિવસ દરમિયાન સતત ટ્રાફિક જામ રહ્યું હતું.મોટાભાગનું ટ્રાફિક કિશાનપરા ચોક પાસે એકત્ર થતું હોવાના કારણે જામની સમસ્યા સર્જાય હતી. જેને હલ કરવા માટે આજે આમ્રપાલી બ્રીજમાંથી નીકળ્યા બાદ કિસાનપરાચોક તરફ જવાના રસ્તે આડશો  લગાવી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.