Abtak Media Google News

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતાં ભારતના લોકતંત્ર અને સુરક્ષા અખંડિતતા સાથે જરા પણ બાંધછોડ ન જ થવી જોઇએ. ભારતીય ભૂમિની વિગતો કોઇપણ સંજોગોમાં બહાર ન જ જવી જોઇએ. લેન્ડ ઓફ લો ના કડક નિયમનનું પાલન અચૂકપણે થાય તે માટે 21મી સદીના આ યુગમાં જ્યારે ડેટા ઇઝ ધ કિંગ એટલે કે ડેટા જ સર્વોપરી સંસાધન માનવામાં આવે છે ત્યારે ભારતના ડેટા અને ડીઝીટલ વિગતોનું સંચાલન વિદેશમાંથી થાય તે કોઇ કાળે આવકાર્ય ન બનવા દેવાય. 21મી સદીમાં જ્યારે ડીઝીટલ સેવાઓનું વિકાસ આભને આંબે તેટલી ઊંચાઇ પહોંચી ગયું છે.

ત્યારે તમામ કંપનીઓને ભારતના વિશાળ જન સમૂહ સાથે સેવા અને વેપારનો લાભ લેવો હોય તો ભારતના સર્વભૌમત્વ અને સુરક્ષાના પરિમાણો અંકબંધ રીતે જળવાઇ રહે તેવા નિયમોનું તમામ કંપનીઓને પાલન કરવું ફરજીયાત ગણાય. ભારતમાં જમીની કાયદાઓના ફરજીયાત પણે પાલન કરવામાં કોઇ કંપનીઓને જરાપણ છૂટ ન જ મળવી જોઇએ. સોશિયલ મીડીયા કંપનીઓ પોતાની મનસ્વી રીતે નિયમોના કડક અમલ માટે ઠાગાઠૈયા અને આખુ નાડું પાછુ નાડું જેવી નિયમ પાલનની સમય અવધી અંગે આંખ આડા કાન કરીને નિયમોના પાલન માટે સમય પસાર કરવાની કૂટનીતી અપનાવે તે હવે નહીં જ ચાલે. માસ્ટર કાર્ડ જેવી ક્રેડીટ, ડેબીટ કાર્ડ પ્રોવાઇડર કંપનીઓના મૂળ અમેરિકામાં છે.

અહિંના ડેટા અહીં જ રાખવાના આગ્રહ છતા કંપની આર્થિક ભારણનું બહાનું આગળ ધરીને ભારતમાં જ ડેટા બેંક સ્ટોર કેપેસીટી ઉભી કરવામાં ઉંણી ઉતરતા સરકારે લેન્ડ ઓફ લો ને મહત્વ આપીને 22 જુલાઇથી કાર્ડ ઇશ્યૂ ન કરવા જણાવી દીધું છે.

માસ્ટર કાર્ડને 2018માં ભારતની ડેટા બેન્ક ઉભી કરવાની તાકીદ કરી દીધી હતી પણ મલ્ટીનેશનલ કંપનીઓની એક પ્રકારની હુ પત ની હવાથી માસ્ટર કાર્ડએ ભારતનો ડેટા ભારતમાં જ રહે તે વાતને ગંભીર ન ગણતા કરોડો ડોલરનું રોકાણ અને ખૂબ જ સારી સેવાનું નેટવર્ક હોવા છતાં માસ્ટર કાર્ડને ભારતમાંથી ઊંચાળા ભરી લેવાની નોબત આવી પડી છે. 21મી સદીમાં ડેટા અને વિગતોમાં ટેકનોલોજી, નાગરિક વિગતો, નાણાંકીય વ્યવહારો જેવા વ્યવહારો માહિતી ભારતમાં જ રહેવી જોઇએ. ભારતમાં જમીની કાયદાઓ પાલન કંપની માટે અનિવાર્ય અને ફરજીયાત છે.

જો વિદેશી કંપનીઓ પોતાની મનમાની કરે તો તેમના પર તવાઇ લાવવાનું નિશ્ર્ચિત બન્યું છે. માસ્ટર કાર્ડ ત્રીજી એવી અમેરિકન કં5ની છે કે નિયમ પાળવામાં ડાંડાઇ કરવા સામે આરબીઆઇ કડક બની હોય રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઇપણ સંજોગોમાં બાંધછોડ ન થવી જોઇએ. અત્યારે દુનિયામાં આર્ટિફીશિયલ ઇન્ટેલિજેન્સી અને ડીઝીટલ યુગની બોલબાલા છે તેમાં પણ રાષ્ટ્રની સુરક્ષા સાથે કોઇપણ જાતની બાંધછોડ ન થવી જોઇએ. 21મી સદીના યુગમાં જ્યારે ડેટા જ રાજાની ભૂમિકામાં આવી ગયું છે ત્યારે દેશના રાજાનું સુરક્ષા કવચ અભેદ હોવું જોઇએ.

ભારતીય સર્વિસ પ્રોવાઇડીંગ ક્ષેત્રે ભલે સમગ્ર વિશ્ર્વની મલ્ટીનેશનલ કંપનીઓને આવકાર આપીને લાલ ઝાજમ પાથરવામાં આવતી હોય પણ સોનાની કટારી ભેટમાં શોભે પેટમાં નહિં, ની જેમ વિકાસ અને ઉદાર ઔદ્યોગીક નીતીમાં ઉદ્યોગ અને વિકાસ માટે દુનિયાભરની કંપનીઓ માટે દરવાજા ખોલી દીધા હોય પણ મહેમાન જોગ ઘર ન હોય પણ ઘર જોગ મહેમાનને રહેવું પડે, વિકાસ, વેપાર અલગ બાબત છે અને રાષ્ટ્રની સુરક્ષા અલગ બાબત છે.

વિકાસના નામે રાષ્ટ્રની સુરક્ષા સાથે કોઇપણ જાતના બાંધછોડ ન ચાલે. માસ્ટર કાર્ડ, ડીઝીટલ ઇન્ડિયાના ક્ધસેપ્ટને વ્યાપક બનાવવામાં ખૂબ જ સારું યોગદાન આપે છે પણ આ કંપનીને લેન્ડ ઓફ લો ની અગત્યતા સમજાતી ન હોય તો ગમે એવી સારી કામગીરી હોય છતાં તેને દેશમાં ધંધો કરવા ન દેવાય. વિકાસ અનિવાર્ય છે પણ રાષ્ટ્રની સુરક્ષા સાથે કોઇ બાંધછોડ ન કરી શકાય. વિદેશી કંપનીઓને ભારતમાં રહેવું હોય તો ભારતના હિત ના જતનને સન્માન આપવું જ જોશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.